શોધખોળ કરો

IPL 2022: કોણ છે ભાવનગરનો ક્રિકેટર શેલ્ડન જેક્સન, જાણો ગુજરાતી ક્રિકેટ ઈતિહાસમાં યોગદાન

ગઈકાલે CSK અને KKRની મેચમાં કોલકાતાની ટીમના વિકેટકીપર તરીકે રમી રહેલ શેલ્ડન જેક્સન પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન બાદ બધાની નજરમાં આવ્યો હતો.

ગઈકાલે CSK અને KKRની મેચમાં કોલકાતાની ટીમના વિકેટકીપર તરીકે રમી રહેલ શેલ્ડન જેક્સન પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન બાદ બધાની નજરમાં આવ્યો હતો. સ્થાનિક ક્રિકેટમાં શેલ્ડન જેક્સન સૌરાષ્ટ્રની ટીમ માટે વિકેટકીપર અને બેટ્સમેન તરીકે રમે છે. ગઈકાલે કોલકાતા તરફથી રમતી વખતે ચેન્નાઈના બેટ્સમેન રોબિન ઉથપ્પાના સ્ટમ્પિંગ પછી શેલ્ડન જેક્સનની ઘણી પ્રશંસા થઈ 

સ્થાનિક ક્રિકેટમાં રમનાર 35 વર્ષીય શેલ્ડન જેક્સન મૂળ ભાવનગરનો વતની છે અને તેણે સૌરાષ્ટ્ર માટે સ્થાનિક ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કર્યું છે. 5 વર્ષ પછી IPLમાં વાપસી કરી રહેલા શેલ્ડન જેક્સને પ્રથમ મેચમાં જ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે વિકેટકીપર તરીકેના પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી ક્રિકેટ ચાહકોની પ્રશંસા મેળવી રહ્યો છે. સચિન તેંડુલકરે પણ શેલ્ડન જેક્સનની પ્રશંસા કરી છે અને તેની સરખામણી મહાન વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની સાથે કરી છે.

વર્ષ 2011માં ફર્સ્ટ ક્લાસમાં ડેબ્યૂ કરનાર શેલ્ડન જેક્સન સ્થાનિક ક્રિકેટમાં સતત રન બનાવી ચુક્યો છે. આ સાથે તેણે વિકેટકીપર તરીકે પણ સૌરાષ્ટ્ર માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તે 2019-20 રણજી ટ્રોફી વિજેતા સૌરાષ્ટ્રની ટીમમાં પણ શેલ્ડન જેક્સન હતો. સૌરાષ્ટ્ર માટે તેણે 2019-20ની સિઝનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. શેલ્ડન જેક્સને સૌરાષ્ટ્ર માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 10 મેચમાં 50ની એવરેજથી 3 સદી અને 3 અર્ધસદીની મદદથી 809 રન બનાવ્યા હતા. બેટ્સમેન શેલ્ડન જેક્સને 79 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 50ની એવરેજથી 5947 રન બનાવ્યા છે. તેના નામે 133 ઇનિંગ્સમાં 19 સદી અને 31 અડધી સદી પણ નોંધાઈ ચુકી છે. લિસ્ટ A (ODI) ક્રિકેટમાં પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે બેટ્સમેન તરીકે 67 મેચમાં 37.23ની સરેરાશથી 8 સદી સાથે બે હજારથી વધુ રન બનાવ્યા છે. ટી20 ક્રિકેટમાં પણ તેણે 66 મેચમાં 1514 રન બનાવ્યા છે. શેલ્ડને વર્ષ 2017માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી દિલ્હી સામે આઈપીએલની શરૂઆત કરી હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધી રમાયેલી 5 મેચોમાં શેલ્ડન જેક્સન બેટ વડે વધુ સારું પ્રદર્શન નથી કરી શક્યો. આ વર્ષે 15મી સિઝનની શરૂઆતની મેચમાં શેલ્ડને વિકેટકીપર તરીકે પોતાનું શાનદાર રમત કૌશલ્ય બતાવ્યું હતું. હવે કોલકાતા (KKR)ના ચાહકોને શેલ્ડન પોતાના બેટથી પણ તોફાની ઈનિંગ્સ રમતો જોવાની અપેક્ષા રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Breaking News: નિલેશ કુંભાણીને લઇને પાર્ટીએ કર્યાં નિર્ણય, કોંગ્રેસે પક્ષમાંથી  6 વર્ષ માટે  કરાયા  સસ્પેન્ડ

Surat: અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાનો યુ-ટર્ન, સી.આર.પાટીલની હાજરીમાં જોડાઈ શકે છે ભાજપમાં

EVM ને સુપ્રીમ કોર્ટની ક્લીન ચિટ...બેલેટ પેપરથી મતદાન નહીં થાય, VVPAT વેરિફિકેશન માટેની તમામ અરજીઓ પણ ફગાવી

વડોદરામાં ટ્રક અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત, 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત
વડોદરામાં ટ્રક અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત, 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Banaskantha :   પેપરમીલમાં ગેસ ગળતરથી મોતના મામલે મીલના માલિક અને મેનેજર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયોGujarat Unseasonal Rain: ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદEVMથી જ થશે મતદાન..' સુપ્રીમ કોર્ટે VVPAT વેરિફિકેશનની તમામ અરજીઓ ફગાવીMehsana: રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણીના મતદાનને લઈ ઉંઝા APMC માં આજે રજા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Breaking News: નિલેશ કુંભાણીને લઇને પાર્ટીએ કર્યાં નિર્ણય, કોંગ્રેસે પક્ષમાંથી  6 વર્ષ માટે  કરાયા  સસ્પેન્ડ
Breaking News: નિલેશ કુંભાણીને લઇને પાર્ટીએ કર્યાં નિર્ણય, કોંગ્રેસે પક્ષમાંથી 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ
Surat: અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાનો યુ-ટર્ન, સી.આર.પાટીલની હાજરીમાં જોડાઈ શકે છે ભાજપમાં
Surat: અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાનો યુ-ટર્ન, સી.આર.પાટીલની હાજરીમાં જોડાઈ શકે છે ભાજપમાં
EVM ને સુપ્રીમ કોર્ટની ક્લીન ચિટ...બેલેટ પેપરથી મતદાન નહીં થાય, VVPAT વેરિફિકેશન માટેની તમામ અરજીઓ પણ ફગાવી
EVM ને સુપ્રીમ કોર્ટની ક્લીન ચિટ...બેલેટ પેપરથી મતદાન નહીં થાય, VVPAT વેરિફિકેશન માટેની તમામ અરજીઓ પણ ફગાવી
વડોદરામાં ટ્રક અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત, 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત
વડોદરામાં ટ્રક અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત, 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત
Lok Sabha Elections: માલદામાં PM મોદીએ કહ્યુ- 'એવું લાગે છે કે હું મારા ગયા જન્મમાં બંગાળમાં જન્મ્યો હતો'

Lok Sabha Election 2024 Live: લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં  9 વાગ્યા સુધી પશ્ચિમ બંગાળ-છત્તીસગઢમાં સૌથી વધુ મતદાન, જાણો ક્યાં અને કેટલું  વોટિંગ ?

UNGA: ભારતમાં ડિજિટલ વિકાસની UNમાં થઇ પ્રશંસા, UNGA અધ્યક્ષે કહ્યુ- તેનાથી લાખો લોકોને થયો ફાયદો

આકરી ગરમીનાં પ્રકોપ વચ્ચે ગુજરાતમાં માવઠું, અનેક વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતો ચિંતાતૂર

Embed widget