શોધખોળ કરો

UNGA: ભારતમાં ડિજિટલ વિકાસની UNમાં થઇ પ્રશંસા, UNGA અધ્યક્ષે કહ્યુ- તેનાથી લાખો લોકોને થયો ફાયદો

UNGA: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસે ભારતના ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરી છે

UNGA:સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસે ભારતના ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરી છે. ભારતની પ્રગતિનું ઉદાહરણ આપતા ડેનિસ ફ્રાન્સિસે જણાવ્યું હતું કે ભારતનો વિકાસ એ એક ઉદાહરણ છે કે કેવી રીતે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામાજિક પરિવર્તન અને પ્રગતિ માટેનું એક માધ્યમ છે અને જો તેનો સમાવેશી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે બધા માટે સમાન તકો પૂરી પાડી શકે છે.

ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભારતમાં વિકાસને વેગ આપે છે

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખે જનરલ એસેમ્બલીના 78મા સત્ર દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યું કે 'તેઓ આ વર્ષે જાન્યુઆરીમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. આ સમય દરમિયાન તેમણે ભારતમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મોટા પાયે વિસ્તરણના સાક્ષી બન્યા હતા. જેઓ અગાઉ આર્થિક વ્યવસ્થામાંથી બહાર રહી ગયા હતા તે લાખો લોકોને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ દ્વારા નાણાકીય સ્વતંત્રતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનાવ્યા,. તેમણે કહ્યું, 'જેમ આર્થિક વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે, તેવી જ રીતે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામાજિક પરિવર્તન અને પ્રગતિના વાહક તરીકે ઉભરી આવ્યું છે. સમાવેશી રીતે તેનો અમલ કરીને બધાને સમાન તકો પૂરી પાડી શકાય.

વિશ્વના 60 ટકા ડિજિટલ વ્યવહારો ભારતમાં થાય છે

ફ્રાન્સિસે કહ્યું હતું કે માત્ર સાત વર્ષોમાં ભારતે તેના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરીને તેના નાગરિકો માટે 80 ટકાથી વધુ નાણાકીય સમાવેશ હાંસલ કર્યો છે, જે વિશ્વભરના તમામ ડિજિટલ વ્યવહારોમાં 60 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સિસ્ટમે ઘણી સમસ્યાઓ દૂર કરી છે. આનાથી નાણાકીય ક્ષેત્રમાં પહોંચ અને પોષણક્ષમતા વધી છે. સિટિઝન સ્ટેક જેવા મોડલ દક્ષિણ એશિયાના તમામ દેશોમાં લાગુ કરવા જોઈએ. આનાથી લોકોને ખાસ કરીને નબળા વર્ગોના સશક્તિકરણમાં મદદ મળે છે.

ટેક્નોલોજીના ઉપયોગમાં ભારત વૈશ્વિક લીડર બન્યું છે

ડેનિસ ફ્રાન્સિસે કહ્યું કે વિશ્વની ત્રણ અબજ વસ્તીએ ક્યારેય ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો નથી. આવી સ્થિતિમાં, પ્રાથમિકતા આંતર-સરકારી સ્તરે આ ડિજિટલ વિભાજનને દૂર કરવાની અને એક તૃતીયાંશ વસ્તીને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવાની હોવી જોઈએ. યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એડમિનિસ્ટ્રેટર અચિમ સ્ટેઈનરે જણાવ્યું હતું કે ભારત ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં વૈશ્વિક નેતા બની ગયું છે.                    

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
Embed widget