શોધખોળ કરો
Advertisement
વડોદરામાં ટ્રક અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત, 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત
સાવલી તાલુકાનાં ભાદરવા સાંકળદા રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ચાયડા ગામ પાસે બાવાની મડી આગળ ટ્રક અને આઇશર વચ્ચે અકસ્માત થયો છે.
Accident in Vadodara: વડોદરામાં ટ્રક અને આઈસર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 30થી વધુ લોકોને ઇજા થવાની જાણકારી મળી છે. મળતી માહિતી મુજબ ભાદરવા સાકરદા પાસે અકસ્માત થયો છે. ઘાયલોને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સાવલી તાલુકાનાં ભાદરવા સાંકળદા રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ચાયડા ગામ પાસે બાવાની મડી આગળ ટ્રક અને આઇશર વચ્ચે અકસ્માત થયો છે. આઇશરમાં બેઠેલા લોકો અડાસથી નટવર નગર ગામ ખાતે સામાજિક પ્રસંગે જતાં હતાં. આ અકસ્માતમાં 10થી વધુ લોકો ને 108 દ્વારા સારવાર અર્થે ખસેડાયા છે. ગંભીર અકસ્માતના પગલે રસ્તા ઉપર લોક ટોળા ઉમટ્યા છે. રસ્તા ઉપર ટ્રાફિક જામ થતાં ભાદરવા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement