IPL 2023 Auction: મયંક અગ્રવાલને સનરાઈઝર્સ હૈદરાબાદે કેટલા કરોડમાં ખરીદ્યો ?
IPL 2023 Auction: સૌ પ્રથમ કેન વિલિયમસન પર બોલી લાગી હતી. કેન વિલિયમસન 2 કરોડમાં વેચાયો હતો.
IPL 2023: આઈપીએલ 2023ની હરાજી શરૂ ગઈ છે. સૌ પ્રથમ કેન વિલિયમસન પર બોલી લાગી હતી. કેન વિલિયમસન 2 કરોડમાં વેચાયો હતો. ગુજરાત ટાઈટન્સે તેને ખરીદ્યો હતો. જે બાદ હેરી બ્રુક્સને 13.25 કરોડમાં સનરાઇઝર્સે ખરીદ્યો હતો. ભારતના મયંક અગ્રવાલને બોલીમાં 8.25 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો હતો.
19 ખેલાડીઓની બેઝ પ્રાઇસ 2 કરોડથી વધુ
19 ખેલાડીઓની બેઝ પ્રાઇસ 2 કરોડ (સૌથી વધુ) છે, આ ખેલાડી વિદેશી છે. 11 ખેલાડી 1.5 કરોડ બેઝ પ્રાઇસ વાળા સેગમેન્ટમાં છે. આ ઉપરાંત 20 ખેલાડીઓની બેઝ પ્રાઇસ એક કરોડ છે.
સૌથી ઓછી રકમ કોલકત્તા પાસે
તમામ ફ્રેન્ચાઇઝીની હરાજી પર્સમાં કુલ રકમ 206.5 કરોડ રૂપિયા છે, આમાં સૌથી વધુ રકમ સનરાઇઝર્સ હૈદરબાદ (42.25 કરોડ) અને સૌથી ઓછી કોલકત્તા નાઇટ રાઇડર્સ (7.05 કરોડ) છે.
સૌથી વધુ સ્લૉટ્સ હૈદરાબાદ પાસે
10 ફ્રેન્ચાઇજી ટીમોની પાસે કુલ 87 ખેલાડીઓની જગ્યા ખાલી છે, આમાં 30 ખેલાડીઓ વિદેશી હોઇ શકે છે. સૌથી વધુ સ્લૉટ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ (13) ની પાસે ખાલી છે, વળી, દિલ્હી કેપિટલ્સને સૌથી ઓછા ખેલાડીઓ (5) પર દાંવ લગાવવાનો છે.
શૉર્ટલિસ્ટ થયા છે 405 ખેલાડીઓ
શૉર્ટલિસ્ટ થયેલા 405 ખેલાડીઓમાં 273 ભારતીય અને 132 વિદેશી ખેલાડી હતા, વિદેશી ખેલાડીઓમાં 4 ખેલાડી એસૉસિએટ દેશમાથી છે. આમાં 119 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો અનુભવ ધરાવતા હતા, બાકીના 282 ખેલાડીઓ અનકેપ્ડ હતા, આ સંખ્યામાં એક-બે નંબરનો હેરફેર થઇ શકે છે.