IPL Auction: આ પાંચ અનકેપ્ડ ખેલાડીઓ પર થયો પૈસાનો વરસાદ, શિવમ માવી ટૉપ પર, જુઓ લિસ્ટ....
આ વખતે યુવા અને ખાસ કરીને અનકેપ્ડ ખેલાડીઓ ચમક્યા છે. આ વખતે કેટલાય એવા ખેલાડીઓ છે, જેને આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ નથી કર્યુ,
IPL 2023 Auction: આઇપીએલ 2023 ઓક્શનમાં આ વખતે ધનનો વરસાદ થયો છે, સીનિયર ખેલાડીઓ પર તો વરસાદ થયો જ છે, સાથે સાથે આ વખતે યુવા અને ખાસ કરીને અનકેપ્ડ ખેલાડીઓ ચમક્યા છે. આ વખતે કેટલાય એવા ખેલાડીઓ છે, જેને આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ નથી કર્યુ, પરંતુ આ આઇપીએલ 2023ની ઓક્શનમાં માલામાલ થઇ ગયા છે, આ લિસ્ટમાં સૌથી પહેલુ નામ શિવન માવીનું છે. જાણો શિવમ માવી સહિત કયા કયા અનકેપ્ડ ખેલાડીઓ થયા છે માલામાલ...
શિવમ માવી પર પૈસાનો વરસાદ -
શિવવ માવી પર આ વખતે ઓક્શનમાં પૈસાનો વરસાદ થયો છે, શિવમ માવીને આ વખતે ગુજરાત ટાઇટન્સે 6 કરોડ રૂપિયાની તગડી રકમ આપીને ખરીદ્યો છે. જોકે, શિવમ માવીને બેઝ પ્રાઇસ માત્ર 40 લાખ રૂપિયા જ હતી, આ વખતે તેને બેઝ પ્રાઇસથી અનેકગણી વધારે રકમ ઓક્શનમાં મળી છે. આ આઇપીએલ સિઝન 16માં તે ગુજરાત ટાઇટન્સ વતી રમતો દેખાશે. 24 વર્ષીય શિવમ માવી એક ઘાતક ઓલરાઉન્ડર છે.
Iske raftaar me hai dum,
— Gujarat Titans (@gujarat_titans) December 23, 2022
Naam hai Shivam! 💙💥
Welcome, @ShivamMavi23! #TATAIPL | #IPLAuction | #AavaDe pic.twitter.com/iJyiNAc780
સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડીઓ -
શિવમ માવી, 6 કરોડ રૂપિયા (ગુજરાત ટાઇટન્સ)
મુકેશ કુમાર, 5.50 કરોડ રૂપિયા (દિલ્હી કેપિટલ્સ)
વિવ્રાંત શર્મા, 2.60 કરોડ રૂપિયા (સનરાઇઝર્સ હૈદરાબાદ)
કેએસ ભરત, 1.20 કરોડ રૂપિયા (ગુજરાત ટાઇટન્સ)
એન જગદીશન, 90 લાખ રૂપિયા (કોલકત્તા નાઇટ રાઇડર્સ)
AAPDE GT GAYA!
— Gujarat Titans (@gujarat_titans) May 29, 2022
WE ARE THE #IPL Champions 2⃣0⃣2⃣2⃣!#SeasonOfFirsts | #AavaDe | #GTvRR | #IPLFinal pic.twitter.com/wy0ItSJ1Y3
--
સૈમ કરન, કેમરુન ગ્રીન અને બેન સ્ટોક્સ પર પૈસાનો વરસાદ થયો