શોધખોળ કરો

IPL 2024: દિલ્હી કેપિટલ્સે આ બે ધૂરંધરોને હરાજી પહેલા કર્યા રિલીઝ! રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Delhi Capitals: IPL 2023માં રિષભ પંતની ગેરહાજરીમાં ડેવિડ વોર્નરે દિલ્હી કેપિટલ્સની કમાન સંભાળી હતી. વોર્નરની કેપ્ટનશીપમાં દિલ્હીની ટીમ 14માંથી માત્ર 5 મેચ જીતી શકી હતી.

IPL 2023 Delhi Capitals: IPL 2024 પહેલા દિલ્હી કેપિટલ્સે મોટો નિર્ણય લીધો છે. રિપોર્ટ્સનું માનીએ તો દિલ્હીની ટીમે ભારતીય બેટ્સમેન મનીષ પાંડે અને ડોમેસ્ટિક ક્રિકેટ સ્ટાર સરફરાઝ ખાનને રિલીઝ કરી દીધા છે. હરાજી પહેલા દિલ્હી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીની ટીમે 2023 IPLમાં નવમા સ્થાને ટૂર્નામેન્ટ પુરી કરી હતી.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, દિલ્હી કેપિટલ્સે સરફરાઝ ખાનથી અલગ થઈ ગયા છે અને મનીષ પાંડેએ તેમને રિલીઝ કર્યા છે. ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા મનીષ પાંડેએ 2023ની ટૂર્નામેન્ટમાં ટીમ માટે 10 મેચ અને 9 ઇનિંગ્સમાં માત્ર 160 રન બનાવ્યા હતા. મનીષ પાંડેએ અત્યાર સુધીમાં 170 IPL મેચ રમી છે, 158 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 29.07ની એવરેજ અને 120.97ની સ્ટ્રાઇક રેટથી 3808 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 22 અડધી સદી ફટકારી છે.

જ્યારે ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની કાબેલિયત સાબિત કરનાર વિકેટકીપર બેટ્સમેન સરફરાઝ ખાન IPLમાં પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો છે. તેણે IPL 2023માં દિલ્હી કેપિટલ્સ માટે 4 મેચમાં માત્ર 53 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં ખરાબ પ્રદર્શનને કારણે દિલ્હીએ તેને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. સરફરાઝે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 50 IPL મેચ રમી છે, જેમાં તેણે 37 ઇનિંગ્સમાં 22.50ની એવરેજ અને 130.58ની સ્ટ્રાઇક રેટથી 585 રન બનાવ્યા છે.

IPL 2023 દિલ્હી માટે ખૂબ જ ખરાબ રહ્યું

નોંધનીય છે કે IPL 2023માં રિષભ પંતની ગેરહાજરીમાં ડેવિડ વોર્નરે દિલ્હી કેપિટલ્સની કમાન સંભાળી હતી. વોર્નરની કેપ્ટનશીપમાં દિલ્હીની ટીમ 14માંથી માત્ર 5 મેચ જીતી શકી હતી, ત્યારબાદ ટૂર્નામેન્ટના અંતે દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં 9માં સ્થાને હતી.

વર્લ્ડકપ ખતમ થયા બાદ આઈપીએલને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ આઈપીએલમાં પણ વર્લ્ડ કપની અસર જોવા મળે તેવી પૂરી સંભાવના છે. IPLની આગામી સિઝન એટલે કે IPL 2024ની હરાજી દુબઈમાં આયોજિત કરવામાં આવશે. આ હરાજીમાં તે ખેલાડીઓ પર સૌથી મોટી બોલી લગાવવામાં આવી શકે છે જેમણે આ ODI વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમાંથી એક એવો યુવા ખેલાડી છે જે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની શકે છે. આઈપીએલમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સેમ કુરન રહ્યો છે, જેને પંજાબ કિંગ્સે આઈપીએલ 2023માં 18.50 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો. ઈંગ્લેન્ડના આ યુવા ખેલાડીએ 2022 T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેથી પંજાબ કિંગ્સે તેને મોટી બોલી લગાવીને ખરીદ્યો હતો. જો કે, સેમ કુરન આ આઈપીએલ સિઝનમાં વધુ પ્રદર્શન કરી શક્યો ન હતો. હવે આગામી IPL સિઝનની હરાજીમાં ન્યૂઝીલેન્ડનો યુવા ખેલાડી રચિન રવિન્દ્ર સેમ કુરાનના રેકોર્ડને પાછળ છોડીને IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, આ રાજ્યમાં થશે સૌથી પહેલા લાગુ, પગારમાં ધરખમ વધારો થશે 
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, આ રાજ્યમાં થશે સૌથી પહેલા લાગુ, પગારમાં ધરખમ વધારો થશે 
Gold Rate: નવા વર્ષે સોનાની કિંમતમાં વધારો, ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા, ચેક કરો કિંમત
Gold Rate: નવા વર્ષે સોનાની કિંમતમાં વધારો, ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા, ચેક કરો કિંમત
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે

વિડિઓઝ

Thakor Samaj : 4 તારીખે ઠાકોર સમાજનું મહાસંમેલન , ભાગીને લગ્ન કરનારાને ઠાકોર સમાજ નહીં સ્વીકારે
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સુરક્ષા સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના નામે 'અનંત' રાજનીતિ
Hun To Bolish : હું તો બોલીશ : કરોડોનો બગીચો કે ધૂમાડો
Hira Solanki : બગદાણા હુમલા પ્રકરણમાં હવે હીરા સોલંકીની એન્ટ્રી , હીરા સોલંકીએ શું કહ્યું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, આ રાજ્યમાં થશે સૌથી પહેલા લાગુ, પગારમાં ધરખમ વધારો થશે 
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, આ રાજ્યમાં થશે સૌથી પહેલા લાગુ, પગારમાં ધરખમ વધારો થશે 
Gold Rate: નવા વર્ષે સોનાની કિંમતમાં વધારો, ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા, ચેક કરો કિંમત
Gold Rate: નવા વર્ષે સોનાની કિંમતમાં વધારો, ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા, ચેક કરો કિંમત
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 
Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 
SIP Calculator: 5000 રુપિયાની SIP થી 1 કરોડ બનાવવામાં કેટલો સમય લાગે? જુઓ કેલક્યુલેશન 
SIP Calculator: 5000 રુપિયાની SIP થી 1 કરોડ બનાવવામાં કેટલો સમય લાગે? જુઓ કેલક્યુલેશન 
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget