શોધખોળ કરો

IPL 2023 Final: ચેન્નઇ સુપરકિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની ફાઇનલમાં ગેમ ચેન્જર સાબિત થશે આ પાંચ ખેલાડી

ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો રવિવારે ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023ની આઈપીએલ ફાઈનલમાં સામ સામે ટકરાશે.

ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો રવિવારે ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023ની આઇપીએલ ફાઈનલમાં સામ સામે ટકરાશે. આ ટાઈટલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં રમાશે.

ગુજરાત ટાઈટન્સની ટીમ ક્વોલિફાયર-2માં મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને ફાઇનલમાં પહોંચી ગઈ છે. ક્વોલિફાયર-1માં હાર્દિક પંડ્યાની ટીમને ચેન્નઈ સુપર કિંગ્સે હાર આપી હતી. ગુજરાત ટાઇટન્સના ઓપનર શુભમન ગિલ ફાઇનલમાં એક્સ ફેક્ટર સાબિત થઇ શકે છે. શુભમન ગિલે આ સીઝનમાં સૌથી વધુ રન બનાવ્યા છે. ઉપરાંત, આ ખેલાડીએ 3 વખત સદી ફટકારી છે

ગુજરાત ટાઇટન્સનો સ્પિનર ​​રાશિદ ખાને બોલિંગ સિવાય બેટિંગમાં પણ તાકાત બતાવી છે. આ સીઝનમાં રાશિદ ખાને 16 મેચમાં 27 વિકેટ લીધી છે. તે પર્પલ કેપની રેસમાં મોહમ્મદ શમી પછી બીજા ક્રમે છે. ચેન્નઈ સુપર કિંગ્સના ઓપનર ડ્વેન કોનવે માટે આ સીઝન શાનદાર રહી છે. આ સીઝનમાં અત્યાર સુધીમાં ડ્વેન કોનવેએ 15 મેચમાં 625 રન બનાવ્યા છે. ઓરેન્જ કેપની રેસમાં તે પાંચમા નંબરે છે.

ચેન્નઈ સુપર કિંગ્સની બોલર મહિષા પથિરાનાએ શાનદાર બોલિંગ કરી છે. ખાસ કરીને આ બોલરે ડેથ ઓવરોમાં ઘણો પ્રભાવ પાડ્યો છે. પથિરાનાએ 11 મેચમાં 17 વિકેટ લીધી છે. ઋતુરાજ ગાયકવાડ માટે પણ IPL 2023ની સીઝન શાનદાર રહી છે. ચેન્નઈ સુપર કિંગ્સના આ ઓપનરે 15 મેચમાં 564 રન બનાવ્યા છે. ગાયકવાડ સીઝનના સૌથી વધુ રન બનાવનાર સાતમા ક્રમે છે.

IPL 2023 : ...તો ગુજરાત ટાઈટન્સ એક પણ બોલ રમ્યા વગર બની જશે ચેમ્પિયન

CSK vs GT IPL 2023 Final: IPL 2023 (IPL 2023)ની ટાઈટલ મેચ 28 મેના રોજ અમદાવાદના આંગણે રમાશે. આ શાનદાર મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ (CSK vs GT)ની ટીમો આમને-સામને ટકરાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે પરંતુ સૌથી મોટી ચિંતા બન્યો છે વરસાદ. જો આ મેચ વરસાદના કારણે રદ્દ થાય તો શું થાય. આમ થાય તો બહુ ઓછા લોકોને ખબર હશે કે કઈ ટીમ ફાઈનલ જીતશે. ચાલો તમને તેના વિશે જણાવીએ.

જો મેચ રદ થશે તો કઈ ટીમ ચેમ્પિયન બને? 

પ્લેઓફ મેચ અને ફાઈનલ મેચના નિયમો તદ્દન અલગ છે. બીજી તરફ, જો IPLમાં લીગ રાઉન્ડમાં કોઈ મેચ રદ થાય છે, તો બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવે છે. આ સ્થિતિમાં ઘણા ક્રિકેટ પ્રેમીઓના મનમાં એક પ્રશ્ન છે કે, જો વરસાદના કારણે ક્વોલિફાયર રદ થાય તો કઈ ટીમ આ સિઝનની ચેમ્પિયન બનશે? તમને જણાવી દઈએ કે, આઈપીએલના નિયમો અનુસાર આ વખતે IPL ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. તેથી IPL 2023ના અંતિમ વિજેતાનો નિર્ણય નિર્ધારિત મેચના દિવસે જ થશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget