શોધખોળ કરો

IPL 2023: કોહલી અને ગંભીર મેદાન પર કેમ ઝઘડી પડ્યા, સામે આવ્યુ અસલી કારણ, જાણો

ખરેખરમાં, લખનઉ સુપર જાયન્ટ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચેની મેચ દરમિયાન વિરાટ કોહલી અને નવીન-ઉલ-હક વચ્ચે બોલાચાલી થઈ હતી.

Gautam Gambhir vs Virat Kohli IPL 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં બે દિવસે પહેલા રમાયેલી મેચમાં એક મોટો ઝઘડો જોવા મળ્યો હતો, ભારતીય ખેલાડીઓ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરની તૂ તૂ મે મે પછી લડાઇ વધુ વકરી અને બન્ને ખેલાડીઓ પર દંડ ફટકારવામાં આવ્યો હતો. આ લડાઇના વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થયા હતા. 

કોહલી અને ગંભીર વચ્ચે આ કારણે થઇ હતી બબાલ - 
ખરેખરમાં, લખનઉ સુપર જાયન્ટ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચેની મેચ દરમિયાન વિરાટ કોહલી અને નવીન-ઉલ-હક વચ્ચે બોલાચાલી થઈ હતી. આ પછી મેદાન પર જ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે જોરદાર હંગામો થયો હતો. આ લડાઇ હજુ પણ ટ્રેન્ડિંગમાં છે. હવે આ મામલે એક નવું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર કોહલીને આક્રમક જોઈને ગંભીર તેની તરફ ગયો અને સવાલ પુછ્યો હતો. આના જવાબમાં કોહલીએ કહ્યું કે મેં તમને કંઈ કહ્યું નથી. આ પછી મામલો આગળ વધ્યો હતો. ત્યારબાદ બધા ખેલાડીઓએ ભેગા થઇ ગયા હતા અને મામલો શાંત પાડ્યો હતો.

લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન કોહલી વિકેટો પડ્યા બાદ ખુબ જ આક્રમક મૂડમાં ઉજવણી કરી રહ્યો હતો. ગૌતમ ગંભીરને તેની આ રીત જરાય પસંદ ના આવી, આ પછી મેચમાં નવીન ઉલ હક અને અમિત મિશ્રા સાથે વિવાદ થયો હતો. મેચ પુરી થયા બાદ ગંભીર અને કોહલી વચ્ચે તણાવ વધી ગયો હતો. ઈનસાઈડ સ્પોર્ટ પર પ્રકાશિત એક અહેવાલ અનુસાર ગંભીરે કોહલીને પુછ્યું, "ક્યા બોલ રહા હૈ બોલ?" વિરાટે જવાબ આપ્યો, "મેં તમને કંઈ કહ્યું નથી, તમે કેમ એન્ટ્રી મારી રહ્યાં છો?"

કોહલીના જવાબ પછી ગંભીરે ગુસ્સામાં પ્રતિક્રિયા આપતા કહ્યું - "તુને અગર મેરે પ્લેયર કો બોલા હૈ, મતલબ તુને મેરી ફેમિલી કો ગાલી દી હૈ." આના પર કોહલીએ કહ્યું, "તો તમે તમારા પરિવારનું ધ્યાન રાખો." ગંભીરે કહ્યું., "તો હવે તું મને શીખવાડીશ."

ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેના વિવાદ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. કોહલી અને ગંભીરની આખી મેચ ફી કાપવામાં આવી છે. જેના કારણે કોહલીને લગભગ 1.07 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બીજીબાજુ ગંભીરને પણ લાખોનું નુકસાન થયું છે. નવીન-ઉલ-હકને મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget