શોધખોળ કરો

IPL 2023 New Rules: આઇપીએલ 2023માં પહેલીવાર મૂકબધિર દર્શકો પણ લઇ શકશે મેદાનના શોરબકોરની મજા, સ્ટાર સ્પોર્ટ્સે લૉન્ચ કર્યુ ખાસ ફિચર

આઇપીએલ 2023ની ઓફિશિયલ ટેલિવિઝન બ્રૉડકાસ્ટર સ્ટાર સ્પૉર્ટ્સે ભારતની સ્પૉર્ટ્સ બ્રૉડકાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં એક નવો અને મોટો ફેરફાર કરવા માટે સોમવારે સબટાઇટલ ફીડ નામની એક નવી સર્વિસ લૉન્ચ કરી છે,

IPL 2023: આઇપીએલની દરેક સિઝનમાં કંઇને કંઇક ફેરફાર થતા રહે છે, જેમાં દર્શકોને નવી વસ્તુઓનો અનુભવ કરવાનો મોકો મળી શકે, આ વખતે પણ એક નવો અને યૂનિક ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મૂકબધિર દર્શકો પણ આઇપીએલની મજા તે જ અંદાજમાં લઇ શકશે જેમ કે સાંભળનારા દર્શકો લઇ શકે છે. 

આઇપીએલ 2023ની ઓફિશિયલ ટેલિવિઝન બ્રૉડકાસ્ટર સ્ટાર સ્પૉર્ટ્સે ભારતની સ્પૉર્ટ્સ બ્રૉડકાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં એક નવો અને મોટો ફેરફાર કરવા માટે સોમવારે સબટાઇટલ ફીડ નામની એક નવી સર્વિસ લૉન્ચ કરી છે, આ સર્વિસ મૂકબધિર દર્શકો માટે છે. મૂકબધિર દર્શક આઇપીએલની મેચો તો જોઇ શકે છે, પરંતુ મેચની કૉમેન્ટ્રી, મેદાનમાં હાજર રહેલા દર્શકોનો શોરબકોર જેવી વસ્તુઓનો આનંદ નથી લઇ શકતા. આવામાં દર્શકો માટે સ્ટાર સ્પૉર્ટ્સે સબટાઇટલ ફીડ નામની એક સર્વિસ લૉન્ચ કરી છે, આ ટેકનોલૉજી દ્વારા મૂકબધિર દર્શકે લાઇવ મેચ દરમિયાન ટીવી સ્ક્રીનના નીચલા ભાગ પર કૉમેન્ટ્રીના સબટાઇટલ વાંચી શકેશે. 

આઇપીએલનો શોરબકરોની મજા લઇ શકશે બહેરા દર્શકો  - 
આ ફિચર દ્વારા મૂકબધિર દર્શકો પણ મેદાનમાં ચાલી રહેલા શોરબકોરને અનુભવ કરી શકશે. આ બેસ્ટ ફિચર લૉન્ચ કર્યા બાદ સ્ટાર સ્પૉર્ટ્સના પ્રવક્તાએ કહ્યું કે, સ્ટાર સ્પોર્ટ્સના દર્શકોનો અનુભવ બેસ્ટ કરવા માટે અમે હંમેશાથી આગળ રહ્યાં છીએ, આ નવા ફિચરને લૉન્ચ કરવાનો હેતુ દિવ્યાંગ - મૂકબધિર દર્શકોને રમતની નજીક લાવવાનો છે અને તેને પણ શોરબકોરનો અનુભવ કરાવવાનો છે. 

IPL અને WPLની પ્રાઇઝ મનીમાં છે જમીન-આસમાનનો ફરક, જાણો વિજેતા ટીમથી લઇને દરેક કેટેગરીમાં ઇનામી રકમનું અંતર

IPL and WPL Prize Money: મહિલા પ્રીમિયર લીગનું પહેલુ ટાઇટલ મુંબઇ ઇન્ડિયન્સના નામે રહ્યું છે. આ ટાઇટલની સાથે મુંબઇ ઇન્ડિયન્સની ટીમને ભારે ભરખમ પ્રાઇઝ મની મળી છે. મુંબઇ ઇન્ડિયન્સની ટીમને 6 કરોડ રૂપિયા ઇનામી રકમ તરીકે આપવામાં આવી છે. જોકે, IPLની સરખામણીમાં આ રકમ એકદમ ઓછી છે, ગઇ વખત IPL ચેમ્પીયનને કુલ 20 કરોડ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો, આ જ રીતે WPL અને IPL ની દરેક કેટેગરીની ઇનામી રકમમાં ખુબ અંતર છે. 

આમ, બન્ને ટીમો લીગની પ્રાઇઝ મનીમાં અંતર હોવું પણ યોગ્ય છે, ખરેખરમાં, IPLની વ્યૂઅરશીપ WPLની સરખામણીમાં બહુજ વધુ છે. IPLના પ્રસારણ અધિકારથી લઇને સ્પૉન્સરશીપ જેવી વસ્તુઓથી WPLની સરખામણીમાં વધુ કમામી થાય છે. આવામાં BCCI આ બન્ને લીગમાં એક સમાન પ્રાઇઝ મની નથી રાખી શકાતી. જાણો IPL અને WPL ના મોટા એવૉર્ડ્સ વિનર્સની પ્રાઇઝ મની.... 

કેટેગરી WPL 2023 IPL 2022
વિજેતા ટામ 6 કરોડ રૂપિયા 20 કરોડ રૂપિયા
રનર-અપ ટીમ 3 કરોડ રૂપિયા 13 કરોડ રૂપિયા
ઓરેન્જ કેપ વિનર (સૌથી વધુ રન) 5 લાખ રૂપિયા 15 લાખ રૂપિયા
પર્પલ કેપ વિનર (સૌથી વધુ વિકેટ) 5 લાખ રૂપિયા 15 લાખ રૂપિયા
મૉસ્ટ વેલ્યૂએબલ પ્લેયર ઓફ ધ સિઝન 5 લાખ રૂપિયા 15 લાખ રૂપિયા
કેચ ઓફ ધ સિઝન 5 લાખ રૂપિયા 12 લાખ રૂપિયા
ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન 5 લાખ રૂપિયા 20 લાખ રૂપિયા
પાવરફૂલ સ્ટ્રાઇકર ઓફ ધ સિઝન 5 લાખ રૂપિયા 15 લાખ રૂપિયા

IPL 2023માં હજુ વધશે પ્રાઇઝ મની  - 
IPL 2022ની સરખામણીમાં IPL 2023માં દરેક કેટેગરીમાં પ્રાઇઝ મનીમાં વધારો થઇ શકે છે. કુલ 20 થી 25% સુધી પ્રાઇઝ મની વધારાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, આઇપીએલમાં કુલ 46.5 કરોડ રૂપિયા પ્રાઇઝ મની તરીકે વહેંચવામાં આવ્યા હતા. આગામી થોડાક દિવસોમાં IPL 2023ની પ્રાઇઝ મનીને લઇને સ્થિતિ સ્પષ્ટ થઇ જશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
Embed widget