IPL 2023 Points Table: હૈદરાબાદને હરાવીને ટોપ-4માં પહોંચી બેગ્લોર, જાણો હવે શું છે પ્લે ઓફનું ગણિત ?
ગુજરાત ટાઇટન્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ 13 મેચમાં 15 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે
IPL Points Table: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું છે. આ જીત બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર પહોંચી ગયું છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ પાંચમા નંબરે સરકી ગઈ છે. જો કે, ગુજરાત ટાઇટન્સ સિવાય ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પ્રથમ ટોપ-3 ટીમોમાં યથાવત છે, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીત બાદ પ્લે ઓફની રેસ રસપ્રદ બની છે. ગુજરાત ટાઇટન્સ 13 મેચમાં 18 પોઈન્ટ સાથે ટોપ પર છે.
પોઈન્ટ ટેબલનું સમીકરણ કેટલું બદલાયું છે?
ગુજરાત ટાઇટન્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ 13 મેચમાં 15 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. લખનઉ સુપર જાયન્ટ્સના 13 મેચમાં 15 પોઈન્ટ છે. હવે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 14-14 પોઈન્ટ છે, પરંતુ વધુ સારા નેટ રન રેટને કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચોથા નંબર પર છે.
આ સિવાય રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સની ટીમો અનુક્રમે છઠ્ઠા, સાતમા અને આઠમા નંબર પર છે. રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સના 12-12 પોઈન્ટ છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ નવમા નંબરે અને સનરાઈઝર્સ હૈદરાબાદ દસમા નંબરે છે. આ ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
હવે જો ચેન્નઈ સુપર કિંગ્સ તેની છેલ્લી મેચ જીતવામાં સફળ થશે તો તે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ જશે, પરંતુ જો તે મેચ હારી જશે તો તેણે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. બીજી તરફ, જો લખનઉ સુપર જાયન્ટ્સ તેની છેલ્લી મેચ જીતી જશે તો આ ટીમ પણ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ જશે.
મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે શું સમીકરણ છે?
આ સિવાય જો મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બંને પોતપોતાની મેચ જીતે છે તો નેટ રન રેટના આધારે નિર્ણય લેવામાં આવશે, પરંતુ જો મુંબઈ ઈન્ડિયન્સ અથવા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાંથી કોઈ એક ટીમ તેની મેચ હારી જાય છે તો બીજી ટીમ માટે રસ્તો સરળ થઇ જશે. આ સિવાય રાજસ્થાન રોયલ્સ પણ રેસમાં રહે છે, પરંતુ સંજુ સેમસનની ટીમ પ્રાર્થના કરશે કે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેમની છેલ્લી મેચ હારી જાય તેમજ રાજસ્થાન રોયલ્સે તેની છેલ્લી મેચ જીતવી પડશે.