શોધખોળ કરો

IPL 2023 Schedule: IPL 2023નું ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે અને કઈ બે ટીમો વચ્ચે ખેલાશે પ્રથમ મેચ

Indian Premier League 2023 Schedule: તમામ ક્રિકેટ ચાહકો ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023 સીઝન શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે તેમની આતુરતાનો અંત આવ્યો છે

Indian Premier League 2023 Schedule: તમામ ક્રિકેટ ચાહકો ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023 સીઝન શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે તેમની આતુરતાનો અંત આવ્યો છે, આગામી સિઝનના સમગ્ર શેડ્યૂલની જાહેરાત IPLની સત્તાવાર વેબસાઇટ પર કરી દેવામાં આવી છે. આઈપીએલ 2023ની શરુઆત 31 માર્ચથી થશે.આઈપીએમની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ વચ્ચે રમાશે. 12 સ્ટેડિયમમાં કુલ 74 મેચો રમાશે. ત્રણ વર્ષ બાદ ટીમો પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમતી જોવા મળશે.

IPL 2023ની ઓપનિંગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ 16મી સિઝનની શરૂઆતની મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે. ટૂર્નામેન્ટની 16મી સિઝન 31 માર્ચથી શરૂ થશે અને છેલ્લી લીગ મેચ 21 મેના રોજ રમાશે. જોકે, BCCIએ હજુ સુધી IPL 2023ની પ્લેઓફ મેચોની તારીખો જાહેર કરી નથી. ગ્રુપ સ્ટેજની મેચો 21 મે સુધી યોજાશે. જ્યારે ટાઇટલ માટેની મેચ 28 મેના રોજ રમાશે. આ દરમિયાન ચાહકોને 18 ડબલ હેડર જોવા મળશે. ડબલ હેડર એટલે એક દિવસમાં બે મેચ રમાશે. સાંજની મેચો સાંજે 7.30 વાગ્યાથી રમાશે જ્યારે બપોરની મેચો 3.30 વાગ્યાથી રમાશે.

IPL 2023ની પ્રથમ 5 મેચ

ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ, 31 માર્ચ

પંજાબ કિંગ્સ વિરુદ્ધ  કોલકાતા નાઈટ રાઈડર્સ, 1 એપ્રિલ

લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ  દિલ્હી કેપિટલ્સ, 1 એપ્રિલ

સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ  રાજસ્થાન રોયલ્સ, 2 એપ્રિલ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ, 2 એપ્રિલ

IPL 2023ના ગ્રુપ

ગ્રુપ-A: મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ.

ગ્રુપ-B: ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત ટાઇટન્સ.

10 ટીમની ટુર્નામેન્ટ

સ્ટાર સ્પોર્ટ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 16મી સિઝનના શેડ્યૂલની જાહેરાત કરી છે. 10 ટીમોની આ ટુર્નામેન્ટ 31 માર્ચથી શરૂ થશે. સ્ટાર સ્પોર્ટ્સ ઉપરાંત, શેડ્યૂલનું લાઇવ સ્ટ્રીમિંગ JioCinemaમાં કરવામાં આવ્યું હતું. IPL 2023માં કુલ 74 મેચો રમાશે. પ્રથમ લીગ રાઉન્ડમાં તમામ 10 ટીમો 14-14 મેચ રમશે. આ રીતે લીગ રાઉન્ડમાં કુલ 70 મેચો રમાશે. ત્યારબાદ પ્લેઓફની ચાર મેચ રમાશે. આ રીતે ટુર્નામેન્ટમાં કુલ 74 મેચો રમાશે. IPL 2023નું આયોજન ભારતમાં જ થશે. તમામ મેચો દેશભરમાં કુલ 12 મેદાનો પર રમાશે. લીગ તબક્કામાં એક ટીમ તેના હોમ ગ્રાઉન્ડમાં સાત મેચ અને વિરોધી ટીમના હોમ ગ્રાઉન્ડમાં સાત મેચ રમશે.

બીસીસીઆઇએ પહેલા વૂમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પહેલી સિઝનના શિડ્યૂલનું એલાન થોડાક દિવસો પહેલા જ કર્યુ હતુ, મહિલા પ્રીમિયર લીગની સિઝનની પહેલી મેચ 4 માર્ચે રમાશે, વળી, ફાઇનલ મેચ 26 માર્ચે રમાશે. આ પછી આઇપીએલની સિઝનની શરૂઆત થશે. 

આઇપીએલની 16મી સિઝન વધુ રોમાંચક અને મનોરંજક બનવાની છે. જેમાં મિની ઓક્શન દરમિયાન કેટલીય ટીમોમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. કિંગ્સ ઇલેવન પંજાબની કેપ્ટનશીપ જ્યાં અનુભવી બેટ્સમેન શિખર ધવનને સોંપવામાં આવી છે,તો વળી, ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમમાં બેન સ્ટૉક્સ રમતો દેખાશે.  ગઇ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ અને લખનુ સુપર જાયન્ટ્સની ટીમ આઇપીએલમાં જોડાતા લીગની ટીમની સંખ્યા વધી ગઇ હતી. 

સેમ કરન મિની ઓક્શનમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો

આગામી સિઝન માટે મિની ઓક્શનમાં સૌથી મોંઘી બોલી ઈંગ્લેન્ડ ટીમના ઓલરાઉન્ડર સેમ કરન માટે લગાવવામાં આવી હતી. કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે તેને પોતાની ટીમમાં સામેલ કરવા માટે 18.50 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ પછી ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ખેલાડી કેમરન ગ્રીનને મુંબઈ ઈન્ડિયન્સે 17.50 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

ભોજપુરીની સાથે સાથે પંજાબી અને ગુજરાતીમાં પણ મળશે આઇપીએલની મજા

આઇપીએલ 2023ની શરૂઆત આગામી 1 એપ્રિલથી થઇ રહી છે. છેલ્લા કેટલાય દિવસોથી આઇપીએલ ઓક્શન 2023 નું આયોજન થયુ હતુ, આઇપીએલની 2023ની સિઝન માટે લગભગ તમામ ટીમોએ તૈયારીઓ કરી લીધી છે. 

સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્ક આઇપીએલની ઓફિશિયલ બ્રૉડકાસ્ટર છે. જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ પાર્ટનર બાયૉકમ18 છે. આ વખતે વાયકૉમ18 એ કંઇક અલગ કરવાનો ફેંસલો કર્યો છે. ખરેખરમાં વાયકૉમ18 પર આઇપીએલ 2023 ફેન્સ 11 ભાષાઓમાં જોઇ શકશે. આ ભાષાઓમાં ભોજપુરી, પંજાબી અને ગુજરાતી જેવી ભાષાઓ સામેલ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગના પ્રસારણ ઇતિહાસમાં આ પહેલીવાર હશે જ્યારે આઇપીએલ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ ભોજપુરી ભાષામાં ફેન્સ જોઇ શકશે. 

લાઇવ સ્ટ્રીમિંગ પાર્ટનર વાયકૉમ18નો મોટો ફેંસલો - 
આઇપીએલની મેચોને અત્યાર સુધી હિન્દી અને અંગ્રેજી સહિત છ ભાષાઓમાં બ્રૉડકાસ્ટ કરવામાં આવતી હતી, પરંતુ આઇપીએલ મેચોનું સ્ટ્રીમિંગનું એલાન કરીને બહુજ મોટો ફેંસલો કર્યો છે. ખરેખરમાં, આંકડા બતાવે છે કે, હિન્દી બાદ ભોજપુરી ભારતમાં બોલાનારી સૌથી મોટી ભાષા છે. ભોજપુરી ઉપરાંત પંજાબી અને ગુજરાતી જેવી ભાષાઓ સામેલ છે. સ્પૉર્ટ્સ18એ આ વર્ષે પહેલા જ જિઓ સિનેમા પર ફ્રી લાઇવ સ્ટ્રીમ કરવાની જાહેરાત કરી છે. 

લાઇવ બ્રૉડકાસ્ટ અને સ્ટ્રીમિંગ માટે અલગ અલગ મીડિયા પાર્ટનર - 
આ વર્ષે આઇપીએલમાં પહેલીવાર બનશે કે જ્યારે બે અલગ અલગ મીડિયા પાર્ટનર હશે. આઇપીએેલની લાઇવ મેચોનું પ્રસારણ સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્ક કરશે, વળી, મેચનું લાઇવ સ્ટ્રીમિંગ વાયકૉમ18 કરશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સ્ટ્રીમિંગ પાર્ટનર આ વર્ષે જાહેરખબર દાતાઓને લોભાવવા માટે અલગ અલગ રણનીતિ બનાવી રહી છે. જાહેરાત ઇન્પ્રેશન આધારિત ઇન્વેન્ટ્રીને વેચવાના બદલે વાયકૉમ18 પોતાની ઇન્વેન્સ્ટ્રીને ઠીક તે જ રીતે વેચવાની યોજના બનાવી રહી છે જેવી રીતે ટીવી પર વેચવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
Embed widget