IPL 2023: તુષાર દેશપાંડેએ કર્યો ખુલાસો, ધોનીએ ટીમમાં જાળવી રાખવાની આપી હતી ગેરન્ટી
ચેન્નઈ માટે સૌથી વધુ વિકેટ લેવાની સાથે તુષાર દેશપાંડે સૌથી વધુ રન આપનાર બોલર પણ હતો.
Tushar Deshpande On Ms Dhoni: ચેન્નઈ સુપર કિંગ્સ IPL 2023 ની વિજેતા બની. ટીમે ફાઈનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સને હરાવીને ટાઈટલ જીત્યું હતું. 28 મેના રોજ રમાનારી ફાઈનલ મેચ વરસાદના કારણે 29 મે (રિઝર્વ ડે)ના રોજ રમાઈ હતી. જો કે આ દિવસે પણ વરસાદ પડ્યો હતો, જે બાદ ચેન્નઈએ ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ 5 વિકેટે મેચ જીતી લીધી હતી. ત્યારે હવે ચેન્નઈના ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ એક મોટો ખુલાસો કર્યો છે.
ચેન્નઈના સ્ટાર ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ ખુલાસો કર્યો કે કેવી રીતે મોંઘો બોલર સાબિત થયા પછી પણ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તેને ટીમમાં રાખવાની ગેરન્ટી આપી હતી. તુષાર દેશપાંડે સીઝનમાં થોડો ખર્ચાળ સાબિત થયો હતો, પરંતુ તેણે ટીમ માટે સૌથી વધુ 21 વિકેટ લીધી હતી. આ સાથે તુષારે આ સીઝનમાં પ્રથમ લીગ મેચથી લઈને ફાઈનલ સુધીની તમામ મેચ ચેન્નઈ માટે રમી હતી.
બીજી તરફ તુષાર દેશપાંડેએ 'ઇન્ડિયન એક્સપ્રેસ'ને કહ્યું હતું કે "એકવાર મેં સારી બોલિંગ કરી ન હતી પછી એમએસ ધોની આવ્યો અને કહ્યું કે નવા ઇમ્પેક્ટ પ્લેયર નિયમ સાથે 200+ ટોટલ નવી સામાન્ય વાત છે અને તેમણે કહ્યું કે તું તારા સ્થાનને લઇને ચિંતા કરીશ નહી. તેમણે મને જરૂરી સુરક્ષા આપી હતી જે યુવા ખેલાડીઓને જોઇતી હોય છે.
ટીમ તરફથી સૌથી મોંઘો બોલર સાબિત થયો
ચેન્નઈ માટે સૌથી વધુ વિકેટ લેવાની સાથે તુષાર દેશપાંડે સૌથી વધુ રન આપનાર બોલર પણ હતો. તેણે સમગ્ર સીઝનમાં 16 મેચોમાં 56.5 ઓવર ફેંકી 9.92ની ઇકોનોમીમાં 564 રન આપ્યા. આ દરમિયાન તેણે 21 વિકેટ પણ લીધી હતી.
તુષાર દેશપાંડેની અત્યાર સુધીની આઈપીએલ કારકિર્દી
તુષાર દેશપાંડેએ 2020 માં આઇપીએલની શરૂઆત કરી હતી, ત્યારથી તે ટૂર્નામેન્ટમાં 23 મેચ રમી ચૂક્યો છે. આ મેચોમાં બોલિંગ કરતી વખતે તુષારે 32.76ની એવરેજથી 25 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેની ઇકોનોમી 10.13 રહી છે.
IPL જીત્યા બાદ ધોનીની ટીમનો વધુ એક કમાલ, ઇન્ટરનેશનલ લેવલ પર કર્યો આ કમાલ
IPL Final: આઇપીએલની 16મી સિઝનમાં ગુજરાતની ટીમને હૉમ ગ્રાઉન્ડ પર હરાવીને ચેન્નાઇની ટીમે પાંચમી વાર ખિતાબ પોતાના નામે કરી લીધો છે. આ મેચમાં ચેમ્પીયન હાર્દિક પંડ્યાની ટીમે ચાર વારની ચેમ્પીયન ટીમ ચેન્નાઇ સામે ટકરાઇ રહી હતી, મેચમાં વરસાદી વિઘ્ન બન્યુ પરંતુ બાદમાં ડકવર્થ લૂઇસના નિયમ પ્રમાણે મેચ 15 ઓવરની થઇ અને છેલ્લા બૉલ પર મેચનું પરિણામ આવ્યુ. ધોનીની ટીમે પાંચમી વાર ચેમ્પીયન બની. પરંતુ આ સાથે જ ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. ધોનીની ટીમે આંતરરાષ્ટ્રીય સ્તર પર એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે.
હાલમાં સોશ્યલ મીડિયા ટ્વીટર પર એક પૉસ્ટ ખુબ જ વાયરલ થઇ રહી છે, જેમાં ધોનીની ટીમને આંતરરાષ્ટ્રીય લેવલ પર ટૉપ ફાઇવ ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે. આ પૉસ્ટમાં જોઇએ તો, ચેન્નાઇની ટીમે માત્ર ભારતમાં જ નહીં પરંતુ એશિયા પર પણ વિજય મેળવ્યો છે, કારણ કે એપ્રિલ મહિનામાં સોશ્યલ મીડિયા સાઇટ ટ્વિટર પર આ ટીમે મહાદ્વીપની સૌથી લોકપ્રિય સ્પોર્ટ્સ ટીમ અને સમગ્ર વિશ્વની ચોથી શ્રેષ્ઠ ટીમ બની છે. વર્લ્ડ રેન્કિંગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પ્રીમિયર લીગ અને યૂરોપીયન દિગ્ગજ માન્ચેસ્ટર યૂનાઈટેડથી આગળ છે. એમએસ ધોનીની આગેવાની હેઠળ રિયલ મેડ્રિડ, એફસી બાર્સેલોના અને તુર્કીના ફૂટબોલ દિગ્ગજ ગાલાતાસરાયની સાથે ટ્વીટર પર સૌથી લોકપ્રિય ટીમના લિસ્ટમાં જોડાઈ ગઇ છે