IPL 2025: ફાઈનલ પહેલા યોજાશે ક્લોઝિંગ સેરેમની, જાણો સમારોહમાં કોણ કરશે પરફોર્મ
ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 18 ની ફાઇનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે.

RCB vs PBKS Final: ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 18 ની ફાઇનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. ટાઇટલ ટક્કર પહેલા એક સમાપન સમારોહ થશે. જે ઓપરેશન સિંદૂરની થીમ પર હશે. તેથી તેને ક્લોઝિંગ સમારોહને બદલે 'ટ્રિબ્યૂટ સેરેમની' નામ આપવામાં આવ્યું છે. ચાલો તમને તેના સમય વિશે જણાવીએ અને તેમાં કયા કલાકારો પરફોર્મ કરશે તેના વિશે જાણીએ.
રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોતાનું પહેલું IPL ટાઇટલ જીતવા માંગે છે, પંજાબ કિંગ્સનું પણ એવું જ છે. પંજાબ પણ પોતાના પહેલા ટાઇટલની શોધમાં છે. શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ ટીમ ખૂબ જ મજબૂત દેખાય છે. તેઓએ આ જ મેદાન પર ક્વોલિફાયર-2 માં મુંબઈ ઇન્ડિયન્સને હરાવ્યું હતું. જોકે RCB એ ક્વોલિફાયર-1 માં પંજાબને હરાવ્યું હતું. જે તેનું મનોબળ વધારશે. આજે એક શાનદાર ફાઇનલ મુકાબલો જોવા મળશે તે નક્કી છે.
તમને જણાવી દઈએ કે આ વખતે સમાપન સમારોહને 'ટ્રિબ્યૂટ સેરેમની' નામ આપવામાં આવ્યું છે. કારણ કે આ સમારોહ ઓપરેશન સિંદૂરની થીમ પર યોજાઈ રહ્યો છે. 22 એપ્રિલના રોજ, પહેલગામ હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. સમારોહમાં ભારતીય દળોના જુસ્સાને સલામી આપવામાં આવશે.
IPL 2025 સમાપન સમારોહમાં કયા કલાકારો પરફોર્મ કરશે ?
પ્રખ્યાત ગાયક શંકર મહાદેવન સમાપન સમારોહમાં પરફોર્મ કરશે. જે ભારતીય સૈનિકોને તેમના ગીતો દ્વારા સન્માનિત કરશે અને પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપશે. તેમના પુત્રો શિવમ અને સિદ્ધાર્થ મહાદેવન પણ તેમની સાથે પરફોર્મ કરશે.
IPL 2025 સમાપન સમારોહ કેટલા વાગ્યે શરૂ થશે ?
IPL 2025 સમાપન સમારોહ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 6 વાગ્યે શરૂ થશે. આ સમારોહ લગભગ 1 કલાકનો હશે. 7 વાગ્યે બંને કેપ્ટન ટોસ માટે મેદાનમાં આવશે. ફાઇનલ મેચનો પહેલો બોલ 7.30 વાગ્યે ફેંકવામાં આવશે.
IPL 2025 સમાપન સમારોહનું લાઇવ ટેલિકાસ્ટ અને લાઇવ સ્ટ્રીમિંગ
IPL સમાપન સમારોહનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar ની એપ અને વેબસાઇટ પર થશે.
આજે અમદાવાદમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. જોકે, આજે વરસાદની શક્યતાએ ચાહકોની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, વરસાદ આ મેચને અવરોધી શકે છે.




















