RCB vs PBKS: આજ અને કાલ, બન્ને દિવસ વરસાદમાં ધોવાઇ જશે ફાઇનલ તો કોણ બનશે ચેમ્પિયન ?
RCB vs PBKS Final: ૩ જૂને યોજાનારી ફાઇનલ મેચ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બીસીસીઆઈએ ૪ જૂને યોજાનારી આઈપીએલ ૨૦૨૫ની ફાઇનલ માટે રિઝર્વ ડે નક્કી કર્યો છે

RCB vs PBKS Final: IPL 2025 ની મોટી મેચ આજે અમદાવાદમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. જોકે, આજે વરસાદની શક્યતાએ ચાહકોની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, વરસાદ આ મેચને અવરોધી શકે છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો આજે વરસાદને કારણે મેચ ન યોજાય અને પછી રિઝર્વ ડે પર પણ રમત શક્ય ન બને, તો કઈ ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે ?
જો રિઝર્વ ડે પર પણ મેચ પૂર્ણ ન થાય, તો ચેમ્પિયન કોણ બનશે ?
BCCI ના સત્તાવાર નિયમો અનુસાર, જો મેચ અંતિમ અને રિઝર્વ ડે બંને પર પૂર્ણ ન થાય, તો લીગ સ્ટેજમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે.
આ સ્થિતિમાં, IPL 2025 ના લીગ તબક્કામાં પ્રથમ સ્થાન મેળવનારી પંજાબ કિંગ્સને ટ્રૉફીનો હકદાર ગણવામાં આવશે. એટલે કે, જો વરસાદ રમતને બગાડે છે, તો પંજાબ કિંગ્સને તેમના સ્થિર પ્રદર્શનનું ફળ મળી શકે છે. વળી, આ પરિસ્થિતિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે નિરાશાજનક હોઈ શકે છે, જેણે અત્યાર સુધી એક પણ ખિતાબ જીત્યો નથી.
ફાઇનલ માટે વરસાદ સૌથી મોટો પડકાર બન્યો
૩ જૂને યોજાનારી ફાઇનલ મેચ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બીસીસીઆઈએ ૪ જૂને યોજાનારી આઈપીએલ ૨૦૨૫ની ફાઇનલ માટે રિઝર્વ ડે નક્કી કર્યો છે. જો ૩ જૂને યોજાનારી મેગા મેચમાં વરસાદને કારણે મેચ ન રમાય તો આગામી રિઝર્વ ડે પર મેચ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
રિપોર્ટ મુજબ, ૩ જૂને સાંજે અમદાવાદમાં વરસાદની શક્યતા છે. સાંજે ૬:૦૦ વાગ્યા સુધી વરસાદની શક્યતા ૫૧ ટકા છે, જે મેચ શરૂ થાય ત્યાં સુધીમાં ઘટીને ૫-૨ ટકા થઈ શકે છે. જોકે, જો બંને દિવસે વરસાદને કારણે મેચ ન યોજાય તો, બીસીસીઆઈના નિયમો મુજબ, પંજાબ કિંગ્સને ચેમ્પિયનનો ખિતાબ આપવામાં આવશે.
મેચનો સમય અને પ્રસારણ
મેચ: પંજાબ કિંગ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
સ્થળ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
સમય: ટોસ- સાંજે ૭:૦૦ વાગ્યે. પહેલો બોલ- સાંજે ૭:૩૦ વાગ્યે
પ્રસારણ: સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને જિયોહોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ
બંને ટીમોની સ્ક્વૉડ
પંજાબ કિંગ્સઃ -
પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), શશાંક સિંઘ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, સૂર્યાંશ શેડગે, માર્કો જેન્સેન, લોકી ફર્ગ્યુસન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, નેહલ વાઢેરા, પ્રવીણ દુબે, વિજયકુમાર વૈશાક, વિષ્ણુ વિનોદ, હરપ્રીત બ્રાર, જોશ ઈંગ્લિસ, ઝેવિયર બાર્ટલેટ, યશ ઠાકુર, એરોન હાર્ડી, અઝમતુલ્લા ઓમરઝાઈ, કુલદીપ સેન, હરનૂર સિંહ, મુશીર ખાન, પાયલા અવિનાશ.
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરું -
રજત પાટીદાર (કેપ્ટન), વિરાટ કોહલી, યશ દયાલ, જોશ હેઝલવૂડ, ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, લિયામ લિવિંગસ્ટોન, રસિક ડાર, સુયશ શર્મા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સ્વપ્નિલ સિંઘ, ટિમ ડેવિડ, રોમારીયો શેફર્ડ, નુવાન તુશારા, મનોજ ભંડાગે, જેકબ બેથેલ, મયંક અગ્રવાલ, સ્વસ્તિક ચિકારા, લુંગી એનગીડી, અભિનંદન સિંહ, મોહિત રાઠી.




















