શોધખોળ કરો

IPL 2025: આજે મુંબઇ-ચેન્નાઇ વચ્ચે મહામુકાબલો, જાણો કોનું પલડું છે ભારે, અને કેવી હશે બન્નેની પ્લેઇંગ-11

IPL 2025 MI vs CSK Head to Head Records: IPLના ઇતિહાસમાં આ બંને ટીમોનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. આ બંને ટીમોના ચાહકોમાં ઘણી હરીફાઈ જોવા મળે છે

IPL 2025 MI vs CSK Head to Head Records: ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનના બીજા દિવસે આજે બે મેચ રમાશે. પહેલી મેચ રાજસ્થાન રૉયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે, જ્યારે બીજી મેચ 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે. એમઆઈ અને સીએસકે વચ્ચેની મેચ રવિવાર, 23 માર્ચે ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, જે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે યોજાવાની છે. IPLના ઇતિહાસમાં આ બંને ટીમોનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. આ બંને ટીમોના ચાહકોમાં ઘણી હરીફાઈ જોવા મળે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે MI vs CSK વચ્ચે કઈ ટીમ વધુ મજબૂત છે. 

બન્ને ટીમોના હેડ ટૂ હેડ રેકોર્ડ - 
IPLના ઇતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (MI vs CSK) વચ્ચે કુલ 37 મેચ રમાઈ છે. આવી સ્થિતિમાં IPLની પહેલી સિઝનથી જ MS CSK સામે પ્રભુત્વ ધરાવે છે. આ સમયગાળા દરમિયાન મુંબઈએ 20 વખત મેચ જીતી છે, જ્યારે ચેન્નાઈએ ફક્ત 17 વખત મેચ જીતી છે. જોકે, જો આપણે છેલ્લી 7 મેચોની વાત કરીએ તો, CSK વધુ મજબૂત સાબિત થયું છે, કારણ કે CSK એ 5 મેચ જીતી છે જ્યારે MI એ 2 મેચ જીતી છે. 

એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે બંને ટીમોનું પ્રદર્શન -

સીએસકેનું પ્રદર્શન
ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે અત્યાર સુધીમાં તેના હોમ ગ્રાઉન્ડ પર કુલ 71 મેચ રમી છે, જેમાં તેણે 51 મેચ જીતી છે અને 20 મેચ હારી છે.

એમઆઈ પ્રદર્શન 
મુંબઈ ઈન્ડિયન્સની ટીમે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં કુલ 15 મેચ રમી છે. આમાં, ટીમે 8 મેચમાં જીતનો સ્વાદ ચાખ્યો છે, પરંતુ 7 મેચમાં હારનો સામનો પણ કરવો પડ્યો છે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ-11

મુંબઈ ઈન્ડિયન્સ (MI)- 
રોહિત શર્મા, રાયન રિકેલ્ટન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), નમન ધીર, રોબિન મિંજ (વિકેટકીપર), મિશેલ સેન્ટનર, કૉર્બિન બોશ, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, સત્યનારાયણ રાજુ/અર્જુન તેંડુલકર અને વિગ્નેશ પુથુર.

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)- 
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, શિવમ દુબે, સેમ કુરન, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, ખલીલ અહેમદ, મથિશા પથિરાણા, નૂર અહેમદ અને અંશુલ કંબોજ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Weather : રાજ્યમાં  માવઠાનું સંકટ,  હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
Weather : રાજ્યમાં માવઠાનું સંકટ, હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Visavadar By Poll 2025 :  વિસાવદર પેટાચૂંટણીમાં AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાRajkumar Jaat Case: રાજકુમારને પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ, ફોરેન્સિક રિપોર્ટમાં મોટો ખુલાસોSurat Crime: ઉધનામાં વ્યાજખોર સંદિપ પાટીલની કરાઈ ધરપકડ, રૂપિયાની માંગ કરી આપતો હતો ત્રાસBanaskantha: વાસણ ગામે દીપડાનો આંતક, બે લોકો પર કર્યો જીવલેણ હુમલો Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Weather : રાજ્યમાં  માવઠાનું સંકટ,  હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
Weather : રાજ્યમાં માવઠાનું સંકટ, હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
Justice Yashwant Varma:  ફોનમાંથી એક પણ ચેટ ડિલિટ ન કરવાના જસ્ટિસ યશવંત વર્માને આદેશ, જાણો કેસ કાંડનું અપડેટ્સ
Justice Yashwant Varma: ફોનમાંથી એક પણ ચેટ ડિલિટ ન કરવાના જસ્ટિસ યશવંત વર્માને આદેશ, જાણો કેસ કાંડનું અપડેટ્સ
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
Embed widget