IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો
RCBએ IPL 2025ની શરૂઆત કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવીને મોટી જીત સાથે કરી હતી.

KKR vs RCB Full Match Highlights: RCBએ IPL 2025ની શરૂઆત કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવીને મોટી જીત સાથે કરી હતી. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આ મેચમાં KKRએ પ્રથમ રમતા 174 રન બનાવ્યા હતા, જેના જવાબમાં બેંગલુરુની ટીમે 7 વિકેટ બાકી રહીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ મેચમાં RCBની જીતના હીરો વિરાટ કોહલી અને ફિલ સોલ્ટ રહ્યા હતા. જ્યારે બોલિંગમાં કૃણાલ પંડ્યાએ બેંગલુરુ માટે શાનદાર બોલિંગ કરી અને ત્રણ વિકેટ ઝડપી હતી.
વિરાટ કોહલી અને ફિલ સોલ્ટની આક્રમક ઈનિંગ
વિરાટ કોહલી IPL 2024નો ઓરેન્જ કેપ વિજેતા હતો, તેણે IPL 2025માં પણ પોતાની લય જાળવી રાખી છે. પ્રથમ મેચમાં તેણે 36 બોલમાં 59 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેણે ફિલ સોલ્ટ સાથે 95 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. સોલ્, જેણે 31 બોલમાં 56 રનની તોફાની ઇનિંગ રમીને આરસીબીને શાનદાર શરૂઆત અપાવી હતી. હકીકતમાં, આ બંનેએ સાથે મળીને પાવરપ્લેમાં જ બેંગલુરુની ટીમનો સ્કોર 80 રન સુધી પહોંચાડ્યો હતો.
આરસીબીના કેપ્ટન રજત પાટીદારે પણ 16 બોલમાં 34 રનની ઇનિંગ રમીને પોતાની ટીમની જીતમાં મોટો ફાળો આપ્યો હતો. અંતે, સ્પેન્સર જ્હોન્સનના બોલ પર લિઆમ લિવિંગસ્ટોને આરસીબી માટે વિનિંગ શોટ ફટકાર્યો હતો.
Rain? Sure, our boys Reigned! 🤩
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 22, 2025
Took no prisoners tonight. Excellent start! 🧿❤️#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 #KKRvRCB pic.twitter.com/ftaC54R9tv
બેંગ્લુરુએ IPLની 18મી સિઝનની શરૂઆત જીત સાથે કરી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ IPLની 18મી સિઝનની શરૂઆત જીત સાથે કરી છે. પ્રથમ વખત કેપ્ટનશીપ કરી રહેલા રજત પાટીદારે પહેલા કેપ્ટનશિપમાં પોતાની ચતુરાઈ બતાવી અને પછી બેટથી 16 બોલમાં 34 રનની શાનદાર ઈનિંગ રમી. પ્રથમ રમત રમીને KKRએ RCBને 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં આરસીબીએ માત્ર 6 ઓવરમાં 80 રન બનાવી લીધા હતા. બેંગલુરુએ 16.2 ઓવરમાં લક્ષ્યનો પીછો કર્યો હતો. ફિલ સોલ્ટે 31 બોલમાં 56 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 36 બોલમાં 59 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.
આ સાથે RCBએ KKR પાસેથી 18 વર્ષ જૂનો બદલો લીધો. વાસ્તવમાં 18 વર્ષ બાદ આ બંને ટીમો વચ્ચે ઓપનિંગ મેચ રમાઈ હતી. 2008માં કેકેઆરએ આરસીબીને હરાવ્યું હતું. હવે 2025માં RCBએ બદલો લીધો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
