શોધખોળ કરો

Weather : રાજ્યમાં માવઠાનું સંકટ, હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

Weather : રાજ્યમાં વાતાવરણમાં પલટાના સંકેત મળી રહ્યાં છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે.

Weather update :ઉનાળાની શરૂઆત થઇ જતાં આકાર તાપની વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. પશ્ચિમી ભેજવાળા પવનોના કારણે 29 માર્ચથી 1 એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા છે.  26 માર્ચથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણમાં પલટો આવવાના સંકેત જોવાઇ રહ્યાં છે.  કેટલાક વિસ્તારોમાં તો ગાજવીજ સાથે અડધો ઈંચ સુધીનો કમોસમી વરસાદ પડે તેવી શક્યતા જોવાઇ રહી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાના કારણે રાજ્યમાં છેલ્લા સાત દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.  અમદાવાદ સહિત સાત શહેરનું મહતમ તાપમાન 37 ડિગ્રીને પાર પહોંચ્યું છે.  રાજકોટ અને ભુજમાં સૌથી વધુ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે.  ગાંધીનગર સહિત મુખ્ય 12 શહેરમાં લઘુતમ તાપમાન 22 ડિગ્રીથી નીચે રહ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી બેવડી ઋતુનો અનુભવ થઇ શકે છે. સવારે ઠંડા પવનનાના કારણે ઠંડીનો અનુભવ થઇ શકે છે તો બીજી તરફ દીવસ ચઢતાં ગરમીનો પણ અનુભવ થશે. આમ બેવડી ઋતુનો લોકો અનુભવ કરશે.

બીજા રાજ્યોની વાત કરીએ તો દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ છે અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી આકરી ગરમી વચ્ચે આ રાહતના સમાચાર છે. શનિવારે (22 માર્ચ) દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 16.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 0.6 ડિગ્રી ઓછું હતું. IMD વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે છે.

શનિવારે (22 માર્ચ) બપોરે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં હવામાન અચાનક બદલાઈ ગયું હતું અને લખનૌ, બદાઉન, બરેલી, આગ્રા, અલીગઢ સહિત ઘણા સ્થળોએ વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન ભારે પવન પણ ફૂંકાયો હતો જેના કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. જો કે, રવિવારે (23 માર્ચ) હવામાન સ્વચ્છ રહેવાની શક્યતા છે અને ગરમી વધી શકે છે. હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર રાજ્યમાં 23 માર્ચથી 28 માર્ચ સુધી હવામાન શુષ્ક રહેશે અને કોઈપણ ભાગમાં વરસાદ કે ભારે પવનની ચેતવણી નથી.

બિહારમાં કેવું રહેશે હવામાન?

સોમવાર (24 માર્ચ)થી હવામાન શુષ્ક રહેશે. આ સાથે, તીવ્ર સૂર્યપ્રકાશને કારણે તાપમાનમાં વધારો થઈ શકે છે. જો કે, હાલમાં બિહારના 12 જિલ્લામાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તેને જોતા પટના હવામાન કેન્દ્રે યલો એલર્ટ જાહેર કર્યું છે જ્યારે બાકીના જિલ્લાઓમાં હવામાન સામાન્ય રહેશે અને હળવા પવનો ફૂંકાતા રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget