શોધખોળ કરો

IPL 2025: કેએલ રાહુલે RCB સામે શાનદાર ઈનિંગ રમી બનાવ્યા અનેક મોટા રેકોર્ડ 

દિલ્હી કેપિટલ્સે IPL 2025 માં તેમનું વિજયી અભિયાન ચાલુ રાખ્યું હતું કારણ કે તેણે ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટે હરાવ્યું હતું.

દિલ્હી કેપિટલ્સે IPL 2025 માં તેમનું વિજયી અભિયાન ચાલુ રાખ્યું હતું કારણ કે તેણે ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટે હરાવ્યું હતું. કેએલ રાહુલે દિલ્હીની સતત ચોથી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 53 બોલમાં સાત ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 93 રનની અણનમ ઇનિંગ રમી હતી. રાહુલ છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે. ચેમ્પિયન્સ ટ્રોફીથી શરૂ થયેલા તેના રનનો સિલસિલો હજુ પણ ચાલુ છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ રાહુલે મેચ ફિનિશરની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી હતી. હવે તે દિલ્હી કેપિટલ્સ માટે પણ આવું જ કરી રહ્યો છે. સુકાનીપદનું દબાણ હટાવીને નવી ટીમમાં જોડાવાનો તેનો નિર્ણય કામ કરી રહ્યો છે. સફળ રન ચેઝમાં તેના આંકડા પણ પ્રભાવશાળી છે. તેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો.

દિલ્હીએ 58 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી 

પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ ત્રીજી ઓવરમાં એક તબક્કે 10 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ રાહુલ બેટિંગ કરવા આવ્યો હતો. જો કે ત્યારબાદ અભિષેક પોરેલ અને સુકાની અક્ષર પટેલ પણ સસ્તામાં આઉટ થયા હતા. દિલ્હીએ 58 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી, રાહુલે ટ્રિસ્ટન સ્ટબ્સ સાથે મળીને શરૂઆતમાં સાવધાનીપૂર્વક બેટિંગ કરી અને સ્ટ્રાઈક રોટેટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એકવાર સેટ થઈ ગયા પછી, તે શાનદાર શોટ રમ્યો. 14 ઓવર પછી દિલ્હીનો સ્કોર 4 વિકેટે 99 રન હતો.

જૂની ટીમ લખનઉને જડબાતોડ જવાબ આપ્યો

આ પછી રાહુલે સીધો જ પાંચમો ગિયર લગાવ્યો. તેણે 15મી ઓવરમાં 22 રન બનાવ્યા હતા. તેને મુક્તપણે શોટ રમતા જોઈને સ્ટબ્સ પણ મોટા શોર્ટ રમવા  લાગ્યો. 16મી ઓવરમાં 13 રન અને 17મી ઓવરમાં 12 રન બનાવ્યા હતા. આ સાથે દિલ્હીનો સ્કોર ચાર વિકેટે 146 રન થઈ ગયો હતો. રાહુલે 18મી ઓવરમાં મેચ પૂરી કરી. તેણે સિક્સર ફટકારીને મેચ પૂરી કરી. બેંગલુરુ તેનું હોમટાઉન છે અને હોમ ગ્રાઉન્ડ પર આવી ઇનિંગ્સ પછી તેણે તેની જૂની ટીમ લખનઉને જડબાતોડ જવાબ આપ્યો.

સ્ટબ્સ સાથે રાહુલની રેકોર્ડ સદીની ભાગીદારી 

રાહુલે સ્ટબ્સ સાથે અણનમ 111 રનની ભાગીદારી કરી હતી. દિલ્હી કેપિટલ્સ માટે આ પાંચમી વિકેટ અથવા તેનાથી નીચેની સૌથી વધુ ભાગીદારી છે. આ પહેલા આ રેકોર્ડ જેપી ડુમિની અને રોસ ટેલરના નામે હતો. તેઓએ 2014માં શારજાહમાં આરસીબી સામે અણનમ 110 રનની ભાગીદારી પણ કરી હતી. રાહુલની 93 રનની અણનમ ઈનિંગ્સ એ આરસીબી સામે દિલ્હીના બેટ્સમેન દ્વારા બીજા ક્રમની સૌથી મોટી ઈનિંગ્સ છે. અગાઉ 2016માં ક્વિન્ટન ડી કોકે (તે સમયે દિલ્હીની ટીમમાં) બેંગલુરુમાં RCB સામે 108 રનની ઇનિંગ રમી હતી. સ્ટબ્સ 23 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 38 રન બનાવીને અણનમ રહ્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
Embed widget