IPL ફાઈનલમાં તૂટ્યા તમામ રેકોર્ડ, બેંગ્લુરુ-પંજાબ મેચમાં હાઈએસ્ટ વ્યૂઅરશિપ, આટલા કરોડ જોઈ રહ્યા છે લાઈવ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2025 ની ફાઇનલ મેચ ચાલી રહી છે.

IPL 2025 Final Viewership: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2025 ની ફાઇનલ મેચ ચાલી રહી છે. આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ Jio Hotstar પર થઈ રહ્યું છે. IPL ની ફાઇનલ મેચે વ્યૂઅરશિપના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ મેચની વ્યૂઅપશિપ સંખ્યા 50 કરોડને વટાવી ગઈ છે. આ પહેલા IPL ની કોઈપણ મેચની લાઇવ દર્શકોની સંખ્યા 50 કરોડને પાર કરી શકી નથી.
52.7 CR Views On Jio Hotstar It's Highest Views in This Ipl 2025 What a Final Come On RCB 🏆👑🔥🔥🔥#RCBvsPBKS #rcbfans #RCB #JioHotstar #Highest #HighestView #IPLFinals #IPL2025Final pic.twitter.com/yrYoyXh1lZ
— Om Jha (@OmJha866) June 3, 2025
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2025 ની ફાઇનલ મેચ અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 190 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સને જીતવા માટે 191 રનનો લક્ષ્યાંક છે.
કોહલી સૌથી વધુ 43 રન બનાવ્યા
RCB માટે વિરાટ કોહલી અને ફિલ સોલ્ટે ઇનિંગની શરૂઆત કરી હતી. મેચ પહેલા એવી અફવાઓ હતી કે સોલ્ટ ફાઇનલ નહીં રમે, પરંતુ તે ફાઇનલ રમ્યો પણ માત્ર 16 રન બનાવીને આઉટ થઈ ગયો. વિરાટની ઇનિંગ દરમિયાન ભારે ટીકા થઈ કારણ કે તેણે 43 રન બનાવ્યા હતા પરંતુ તેની બાઉન્ડ્રી ટકાવારી ખૂબ ઓછી હતી. તેણે 43 રનની ઇનિંગમાં ફક્ત 3 ચોગ્ગા ફટકાર્યા હતા. મયંક અગ્રવાલ આક્રમક બેટિંગ કરવાના મૂડમાં આવ્યો હતો, પરંતુ 18 બોલમાં 24 રન બનાવીને આઉટ થઈ ગયો.
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતર્યા બાદ બેંગ્લુરુની શરૂઆત ખરાબ રહી હતી. ફિલ સોલ્ટ નવ બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 16 રન બનાવ્યા બાદ આઉટ થયો હતો. તેને જૈમિસન દ્વારા આઉટ કરવામાં આવ્યો હતો. આ પછી વિરાટ કોહલીએ મયંક અગ્રવાલ સાથે ઇનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મયંક મોટા શોટનો પીછો કરતા આઉટ થયો હતો. તે 18 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 24 રન બનાવ્યા બાદ આઉટ થયો હતો. આ પછી રજત પાટીદાર 16 બોલમાં 26 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
વિરાટે લિવિંગસ્ટોન સાથે 36 રનની ભાગીદારી કરી હતી. વિરાટે 35 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 43 રન બનાવ્યા બાદ અઝમતુલ્લાહનો શિકાર બન્યો હતો. જીતેશ શર્માએ જ્વલંત ઇનિંગ રમી હતી, પરંતુ મોટા શોટનો પીછો કરતા તે વિજયકુમાર દ્વારા બોલ્ડ થયો હતો. જીતેશે 10 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 24 રન બનાવ્યા હતા.




















