IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL 2025 Mega Auction: IPL 2025 મેગા ઓક્શનનો પ્રથમ દિવસ ખૂબ જ રોમાંચક હતો. હરાજીના પ્રથમ દિવસે કુલ 72 ખેલાડીઓ વેચાયા હતા.
Full Sold Players List Of IPL 2025 Mega Auction: IPL 2025 મેગા ઓક્શનનો પ્રથમ દિવસ ખૂબ જ રોમાંચક હતો. હરાજીના પ્રથમ દિવસે કુલ 72 ખેલાડીઓ વેચાયા હતા. આ સમયગાળા દરમિયાન તમામ 10 ટીમોએ કુલ 467.95 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ઋષભ પંત સૌથી મોંઘો ભારતીય અને જોસ બટલર સૌથી મોંઘો વિદેશી હતો. પંતને લખનઉએ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બટલરને ગુજરાતે 15.75 કરોડ રૂપિયામાં લીધો હતો.
Presenting the 🔝 Buys at the end of Day 1⃣ of the Mega Auction!
— IndianPremierLeague (@IPL) November 24, 2024
Which one did you predict right 😎 and which one surprised 😲 you the most❓
Let us know in the comments below ✍️ 🔽#TATAIPLAuction | #TATAIPL pic.twitter.com/sgmL8tbI86
રવિવારે IPL 2025ની હરાજીનો પહેલો દિવસ હતો. સોમવારે પણ હરાજી થશે. સોમવારે પણ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે હરાજી શરૂ થશે. આ વખતે હરાજી સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થશે. ઋષભ પંત IPLના ઈતિહાસમાં સૌથી મોંઘો વેચનાર ખેલાડી બની ગયો છે. આ સિવાય હરાજીમાં ઝડપી બોલરો પણ છવાયા હતા. ટીમોએ ઝડપી બોલરો પર ઘણા પૈસા ખર્ચ્યા. હરાજીમાં ઘણા અનકેપ્ડ ખેલાડીઓ પર પણ પૈસા ખર્ચવામાં આવ્યા હતા.
IPL 2025 મેગા ઓક્શનમાં સૌથી વધુ કિંમતે વેચાયેલા ખેલાડીઓ
ઋષભ પંત – રૂપિયા 27 કરોડ – લખનઉ સુપર જાયન્ટ્સ
શ્રેયસ અય્યર- રૂપિયા 26.75 કરોડ- પંજાબ કિંગ્સ
વેંકટેશ અય્યર- રૂપિયા 23.75 કરોડ- કોલકાતા નાઇટ રાઇડર્સ
યુઝવેન્દ્ર ચહલ – રૂપિયા 18 કરોડ – પંજાબ કિંગ્સ
અર્શદીપ સિંહ- રૂપિયા 18 કરોડ- પંજાબ કિંગ્સ
જોસ બટલર – રૂપિયા 15.75 કરોડ – ગુજરાત ટાઇટન્સ
કેએલ રાહુલ- રૂપિયા 14 કરોડ- દિલ્હી કેપિટલ્સ
ટ્રેન્ટ બોલ્ટ- રૂપિયા 12.50 કરોડ- મુંબઈ ઈન્ડિયન્સ
જોશ હેઝલવુડ- રૂપિયા 12.50 કરોડ- આરસીબી
મોહમ્મદ સિરાજ- રૂપિયા 12.25 કરોડ- ગુજરાત ટાઇટન્સ
મિશેલ સ્ટાર્ક – રૂપિયા 11.75 કરોડ – દિલ્હી કેપિટલ્સ
ફિલ સોલ્ટ- રૂપિયા 11.50 કરોડ- આરસીબી
જીતેશ શર્મા- રૂપિયા 11 કરોડ- આરસીબી
રવિચંદ્રન અશ્વિન – રૂપિયા 9.75 કરોડ – ચેન્નઈ સુપર કિંગ્સ
નૂર અહેમદ – રૂપિયા 10 કરોડ – ચેન્નઈ સુપર કિંગ્સ
જોશ હેઝલવુડ – રૂપિયા 12.50 કરોડ – આરસીબી
લિયામ લિવિંગસ્ટોન- રૂપિયા 8.75 કરોડ- આરસીબી
જોફ્રા આર્ચર- રૂપિયા 12.50 કરોડ- રાજસ્થાન રોયલ્સ
ઈશાન કિશન – રૂપિયા 11.25 કરોડ – સનરાઈઝર્સ હૈદરાબાદ
મોહમ્મદ શમી- રૂપિયા 10 કરોડ- સનરાઇઝર્સ હૈદરાબાદ
હર્ષલ પટેલ – રૂપિયા 8 કરોડ – સનરાઇઝર્સ હૈદરાબાદ
અવેશ ખાન – રૂપિયા 9.75 કરોડ – લખનઉ સુપર જાયન્ટ્સ
ડેવિડ મિલર- રૂપિયા 7.50 કરોડ- લખનઉ સુપર જાયન્ટ્સ
મોહમ્મદ સિરાજ- રૂપિયા 12.25 કરોડ- ગુજરાત ટાઇટન્સ
કાગીસો રબાડા – રૂપિયા 10.75 કરોડ – ગુજરાત ટાઇટન્સ
પ્રસિદ્ધ કૃષ્ણા- રૂપિયા 9.50 કરોડ- ગુજરાત ટાઇટન્સ
હેરી બ્રુક – 6.25 કરોડ, દિલ્હી કેપિટલ્સ
એડન માર્કરામ- 2 કરોડ, લખનઉ સુપર જાયન્ટ્સ
ડેવોન કોનવે – 6.25 કરોડ, ચેન્નઈ સુપર કિંગ્સ
રાહુલ ત્રિપાઠી – 3.40 કરોડ, ચેન્નાઇ સુપર કિંગ્સ
જેક ફ્રેઝર-મેકગર્ક – 9 કરોડ, દિલ્હી કેપિટલ્સ
રચિન રવિન્દ્ર– 4 કરોડ, ચેન્નાઇ સુપર કિંગ્સ
રવિચંદ્રન અશ્વિન – 9.75 કરોડ, ચેન્નાઈ સુપર કિંગ્સ
માર્કસ સ્ટોઇનિસ – 11 કરોડ, પંજાબ કિંગ્સ
મિશેલ માર્શ – 3.40 કરોડ, લખનૌ સુપર જાયન્ટ્સ
ગ્લેન મેક્સવેલ – 4.2 કરોડ, પંજાબ કિંગ્સ
ક્વિન્ટન ડી કોક – 3.60 કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ
રહેમાનુલ્લા ગુરબાઝ – 2 કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ
એનરિક નોર્સિયા – 6.50 કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ
ખલીલ અહેમદ - 4.80 કરોડ, ચેન્નાઈ સુપર કિંગ્સ
મહિષ તિક્ષાના – 4.40 કરોડ, રાજસ્થાન રોયલ્સ
રાહુલ ચાહર – 3.20 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ
એડમ ઝમ્પા– 2.40 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ
વાનિન્દુ હસરંગા – 5.25 કરોડ, રાજસ્થાન રોયલ્સ
અથર્વ તાયડે – 30 લાખ, સનરાઈઝર્સ હૈદરાબાદ
નેહલ વાઢેરા – 4.20 કરોડ, પંજાબ કિંગ્સ
અંગક્રિશ રઘુવંશી – 3 કરોડ, કોલકાતા નાઇટ રાઇડર્સ
કરુણ નાયર - 50 લાખ, દિલ્હી કેપિટલ્સ
અભિનવ મનોહર - 3.20 કરોડ, સનરાઇઝર્સ હૈદરાબાદ
નિશાંત સિંધુ - 30 લાખ, ગુજરાત ટાઇટન્સ
સમીર રિઝવી – 95 લાખ, દિલ્હી કેપિટલ્સ
નમન ધીર – રૂ. 5.25 કરોડ, મુંબઈ ઇન્ડિયન્સ
અબ્દુલ સમદ - 4.20 કરોડ, લખનૌ સુપર જાયન્ટ્સ
હરપ્રીત બ્રાર - 1.50 કરોડ, પંજાબ કિંગ્સ
વિજય શંકર – 1.20 કરોડ, ચેન્નાઈ સુપર કિંગ્સ
મહિપાલ લોમરોર - 1.70 કરોડ, ગુજરાત ટાઇટન્સ
આશુતોષ શર્મા – 3.80 કરોડ, દિલ્હી કેપિટલ્સ
કુમાર કુશાગ્ર - 65 લાખ, ગુજરાત ટાઇટન્સ
રોબિન મિન્ઝ – 65 લાખ, મુંબઈ ઈન્ડિયન્સ
અનુજ રાવત – 30 લાખ, ગુજરાત ટાઇટન્સ
આર્યન જુયલ – 30 લાખ, લખનૌ સુપર જાયન્ટ્સ
વિષ્ણુ વિનોદ - 95 લાખ, પંજાબ કિંગ્સ
રસિક સલામ દાર - 6 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
આકાશ મધવાલ – 1.20 કરોડ, રાજસ્થાન રોયલ્સ
મોહિત શર્મા – 2.20 કરોડ, દિલ્હી કેપિટલ્સ
વિજયકુમાર વૈશાક – 1.80 કરોડ, પંજાબ કિંગ્સ
વૈભવ અરોરા – 1.80 કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ
યશ ઠાકુર - 1.60 કરોડ, પંજાબ કિંગ્સ
સિમરજીત સિંઘ - 1.50 કરોડ, સનરાઇઝર્સ હૈદરાબાદ
સુયશ શર્મા – 2.60 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
કર્ણ શર્મા – 50 લાખ, મુંબઈ ઈન્ડિયન્સ
મયંક માર્કંડે - 30 લાખ, કોલકાતા નાઈટ રાઈડર્સ
કુમાર કાર્તિકેય – 30 લાખ, રાજસ્થાન રોયલ્સ
માનવ સુથાર - 30 લાખ, ગુજરાત ટાઇટન્સ
વોર્નર અનસોલ્ડ રહ્યો
આઈપીએલના દિગ્ગજ ડેવિડ વોર્નર, ઈંગ્લેન્ડના જોની બેયરસ્ટો, ભારતના દેવદત્ત પડિકલ અને યુવા ખેલાડી યશ ઢુલને કોઈ લેનાર મળ્યા નથી. ટીમોએ પણ ઝડપી બોલરોમાં ઘણો રસ દાખવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડ (રૂપિયા 12.5 કરોડ), ભારતના પ્રસિદ્ધ કૃષ્ણા (રૂપિયા 9.5 કરોડ), અવેશ ખાન (રૂપિયા 9.75 કરોડ), ટ્રેન્ટ બોલ્ટ અને આર્ચર (રૂપિયા 12.5 કરોડ)ને સારી કિંમત મળી છે. 'અનકેપ્ડ' ખેલાડીઓમાં ગુજરાતે મહિપાલ લોમરોર (1 કરોડ 70 લાખ), કુમાર કુશાગ્ર (65 લાખ), અનુજ રાવત (30 લાખ) અને નિશાંત સિંધુ (30 લાખ)ને ખરીદ્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સે જૂનિયર સ્ટાર અંગક્રિશ રઘુવંશીને રૂપિયા 3 કરોડમાં ખરીદ્યો હતો જ્યારે મુંબઈએ સ્પિનર નમન ધીરને રૂપિયા 5 કરોડ 25 લાખ ખર્ચ્યા હતા.
વકાર સલામખેલ, પિયુષ ચાવલા, કાર્તિક ત્યાગી, અનમોલપ્રીત સિંહ, ઉત્કર્ષ સિંહ, લુવનીથ સિસોદિયા, ઉપેન્દ્ર સિંહ યાદવ, શ્રેયસ ગોપાલને કોઇએ ખરીદ્યા નહોતા.