શોધખોળ કરો

IPL Points Table: પંજાબ સામે હાર્યા પૉઇન્ટ ટેબલમાં LSGની પછડાટ, જાણો કોની પાસે છે ઓરેન્જ અને પર્પલ કેપ

IPL 2025 Points Table: પ્રભસિમરન સિંહને 34 બોલમાં 69 રન બનાવવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો

IPL 2025 Points Table: મંગળવારે IPLમાં સિઝનની 13મી મેચ રમાઈ હતી, જેમાં પંજાબ કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 8 વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ઋષભ પંતના નેતૃત્વ હેઠળ લખનૌની ટીમે 171 રન બનાવ્યા. જવાબમાં પંજાબે ૧૬.૨ ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું અને ૮ વિકેટે મોટી જીત નોંધાવી. પ્રભસિમરન સિંહને 34 બોલમાં 69 રન બનાવવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. ચાલો જાણીએ કે આ મેચ પછી પોઈન્ટ ટેબલમાં શું બદલાવ આવ્યો છે અને હવે ઓરેન્જ કેપ અને પર્પલ કેપ કોના હાથમાં છે.

LSG vs PBKS મેચ પછી પોઈન્ટ ટેબલમાં ફેરફાર 
આ મેચ જીતીને પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં 5મા સ્થાનેથી બીજા સ્થાને પહોંચી ગયું છે. ટીમે 2 માંથી 2 મેચ જીતી છે. ૪ પોઈન્ટની સાથે, તેનો નેટ રન રેટ પણ સારો છે (+૧,૪૮૫). લખનઉ સુપર જાયન્ટ્સ પહેલા ત્રીજા સ્થાને હતું, પરંતુ હવે 8 વિકેટથી મળેલા ભારે પરાજય બાદ તે છઠ્ઠા સ્થાને સરકી ગયું છે. લખનઉની ત્રીજી મેચમાં આ બીજી હાર છે. ૨ પોઈન્ટ સાથે, તેનો નેટ રન રેટ માઈનસ (-૦.૧૫૦) માં છે.

શ્રેયસ ઐયર ઓરેન્જ કેપની રેસમાં - 
૩૦ બોલમાં ૫૨ રન બનાવનાર પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ ઐય્યર ઓરેન્જ કેપની રેસમાં જોડાયો છે. આ સિઝનમાં તે બીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ઓરેન્જ કેપ હાલમાં લખનૌના ખેલાડી નિકોલસ પૂરન પાસે છે. ટુર્નામેન્ટમાં તેના ૧૮૯ રન છે.

સૌથી વધુ રન બનાવનારા (મેચ નંબર ૧૩ પછી) 
નિકોલસ પૂરન- ૧૮૯
શ્રેયસ ઐયર – ૧૪૯
સાઈ સુદર્શન – ૧૩૭
ટ્રેવિસ હેડ – ૧૩૬
મિશેલ માર્શ - ૧૨૪

નૂર અહેમદ સાથે પર્પલ કેપ - 
ચેન્નાઈ સુપર કિંગ્સના સ્પિન બોલર નૂર અહેમદ હાલમાં પર્પલ કેપ ધરાવે છે. તેણે 3 મેચમાં 9 વિકેટ લીધી છે. બીજા નંબરે મિશેલ સ્ટાર્ક છે, જેણે 2 મેચમાં 8 વિકેટ લીધી છે. IPL ની ૧૩મી મેચ પછી સૌથી વધુ વિકેટ લેનારા ટોચના ૫ બોલરોની યાદી નીચે મુજબ છે.

નૂર અહેમદ - ૯
મિશેલ સ્ટાર્ક- 8
ખલીલ અહેમદ – ૬
શાર્દુલ ઠાકુર- ૬
અર્શદીપ સિંહ – ૫

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન, સ્પેશિયલ કોર્ટનો ચુકાદો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન, સ્પેશિયલ કોર્ટનો ચુકાદો
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન, સ્પેશિયલ કોર્ટનો ચુકાદો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન, સ્પેશિયલ કોર્ટનો ચુકાદો
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Embed widget