લખનૌએ હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું, માર્શ-પૂરને તરખાટ મચાવ્યો, શાર્દુલે 4 વિકેટ લીધી
IPL 2025ની સાતમી મેચ આજે હૈદરાબાદમાં, બંને ટીમો જીત માટે કરશે જોરદાર ટક્કર, સંભવિત ખેલાડીઓ પર એક નજર.
LIVE

Background
SRH vs LSG: લખનૌએ હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું
લખનૌ સુપર જાયન્ટ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું છે. તેણે સિઝનની પ્રથમ જીત નોંધાવી. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 190 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌએ 16.1 ઓવરમાં મેચ જીતી લીધી હતી.
SRH vs LSG Live Score: લખનૌની બીજી વિકેટ પડી, રિષભ પંત આઉટ
સનરાઇઝર્સ હૈદરાબાદે લખનૌને વધુ એક ઝટકો આપ્યો હતો. રિષભ પંત 15 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. હર્ષલ પટેલે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. હવે અબ્દુલ સમદ બેટિંગ કરવા આવ્યો છે. લખનૌને જીતવા માટે 27 રનની જરૂર છે.
SRH vs LSG Live Score: લખનૌને જીતવા માટે 28 રનની જરૂર છે
લખનઉ સુપર જાયન્ટ્સ જીતની નજીક છે. તેણે 36 બોલમાં 28 રન બનાવવાના છે. ટીમે 14 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા છે. રિષભ પંત 15 રન બનાવીને રમી રહ્યો છે. ડેવિડ મિલર 6 રન બનાવીને રમી રહ્યો છે.
SRH vs LSG Live Score: હૈદરાબાદે લખનૌને બીજો ફટકો આપ્યો, બદોની આઉટ
લખનઉની ચોથી વિકેટ આયુષ બદોનીના રૂપમાં પડી. બદોની 6 રન બનાવીને આઉટ થયો હતો. એડમ ઝમ્પાએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ટીમને જીતવા માટે 42 બોલમાં 37 રનની જરૂર છે. તેણે 13 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા છે.
SRH vs LSG Live Score: પંત-બડોની લખનૌ માટે બેટિંગ કરી રહ્યાં છે
લખનૌએ 12 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા છે. રિષભ પંત 9 રન બનાવીને રમી રહ્યો છે. આયુષ બદોની 4 રન બનાવીને રમી રહ્યો છે. ટીમને જીતવા માટે 42 રનની જરૂર છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
