IPL Auction 2024: પેટ કમિન્સ બન્યો આઇપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી,સનરાઇઝર્સ હૈદરાબાદે 20 કરોડથી વધુમાં ખરીદ્યો
IPL Auction 2024: કમિન્સ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે
IPL Auction 2024: ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ઈતિહાસ રચ્યો હતો. કમિન્સ આઇપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે કમિન્સને 20.50 કરોડ રૂપિયામાં પોતાની ટીમનો ભાગ બનાવ્યો છે. કમિન્સે સેમ કુરનનો રેકોર્ડ તોડ્યો છે, જે અગાઉ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી હતો.
WOAH 🤯🤯
— IndianPremierLeague (@IPL) December 19, 2023
Pat Cummins is SOLD to Sunrisers Hyderabad 🧡 for a whopping INR 20.5 Crore 🔥🔥
Congratulations to the @SunRisers 🙌#IPLAuction | #IPL
કમિન્સની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે તેના માટે બોલી લાગી હતી. અંતે સનરાઇઝર્સનો વિજય થયો હતો.
THE BIGGEST IPL BID EVER 😱
— IndianPremierLeague (@IPL) December 19, 2023
HISTORY CREATED here at the #IPLAuction
Australia's World Cup winning captain Pat Cummins is SOLD to @SunRisers for a HISTORIC INR 20.5 Crore 💰💰💰💰#IPL pic.twitter.com/bpHJjfKwED
સનરાઈડર્સ હૈદરાબાદની સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પણ કમિન્સ માટે બોલી લગાવી હતી. પરંતુ અંતે સનરાઈઝર્સ હૈદરાબાદનો વિજય થયો હતો. હૈદરાબાદે આઈપીએલના સૌથી મોંઘા ખેલાડીને ખરીદવાનો રેકોર્ડ બનાવ્યો. તાજેતરમાં ભારતની ધરતી પર રમાયેલા વન-ડે વર્લ્ડ કપમાં પેટ કમિન્સે તેની કેપ્ટનશિપ હેઠળ ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયન બનાવ્યું હતું. કમિન્સ પર પહેલી બોલી ચેન્નાઈની ટીમે લગાવી હતી, પરંતુ 7.60 કરોડ રૂપિયાની બોલી બાદ ચેન્નઈની ટીમ બહાર થઈ ગઈ હતી.
પોવેલની બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયા હતી. તેને રાજસ્થાન રોયલ્સે 7.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી. તેને સનરાઇઝર્સ હૈદરાબાદે 6.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીને મુંબઈ ઈન્ડિયન્સે 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી. ચેન્નઈ સુપર કિંગ્સે તેના પૂર્વ ખેલાડી શાર્દુલ ઠાકુરને 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી. ઇંગ્લેન્ડના યુવા બેટ્સમેન હેરી બ્રુકને દિલ્હી કેપિટલ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી. ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રને ચેન્નઈ સુપર કિંગ્સે 1.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા હતી.