IPL Auction 2025, KL Rahul: દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલને આટલા કરોડ રુપિયામાં ખરીદ્યો, જાણો
ટીમ ઈન્ડિયાના નવા સંકટમોચક અને આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સના ભૂતપૂર્વ કેપ્ટન કેએલ રાહુલ આઈપીએલ 2025માં નવી ટીમ સાથે રમતા જોવા મળશે.

IPL Auction 2025, KL Rahul Price: ટીમ ઈન્ડિયાના નવા સંકટમોચક અને આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સના ભૂતપૂર્વ કેપ્ટન કેએલ રાહુલ આઈપીએલ 2025માં નવી ટીમ સાથે રમતા જોવા મળશે. જો કે, તે નવી ટીમ આરસીબી નથી. IPL 2025ની મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે KL રાહુલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
He garners interest ✅
He moves to Delhi Capitals ✅#DC & KL Rahul join forces for INR 14 Crore 🙌 🙌#TATAIPLAuction | #TATAIPL | @klrahul | @DelhiCapitals pic.twitter.com/ua1vTBNl4h— IndianPremierLeague (@IPL) November 24, 2024
ચેન્નાઈ સુપર કિંગ્સે પણ હરાજીમાં રાહુલને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. ચેન્નાઈએ રાહુલ માટે 13.75 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી. RCBએ રાહુલ માટે 10.50 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી હતી.
ઋષભ પંત સૌથી મોંઘો ખેલાડી, શ્રેયસ અય્યરને પણ મોટી રકમ મળી
ગયા વર્ષે કોલકાતાને ચેમ્પિયન બનાવનાર શ્રેયસ અય્યરને પણ IPL 2025ની હરાજીમાં મોટી રકમ મળી હતી. અય્યરને પંજાબ કિંગ્સે 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે ઋષભ પંત IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. શ્રેયસ અય્યર બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી છે. આ બંને ખેલાડીઓને તેમની ટીમ દ્વારા રિલીઝ કરવામાં આવ્યા હતા. શ્રેયસ અય્યરને KKR દ્વારા જ્યારે રિષભ પંતને દિલ્હી કેપિટલ્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો. હવે અય્યરને પંજાબ કિંગ્સે 26.75 કરોડમાં અને ઋષભ પંતને લખનૌએ 27 કરોડમાં ખરીદ્યો છે. માનવામાં આવે છે કે આ બંને ખેલાડીઓને ટીમની કેપ્ટનશીપ મળી શકે છે.
રબાડાને ગુજરાતે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો
ગુજરાત ટાઇટન્સે સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કગીસો રબાડા પર મોટો દાવ લગાવ્યો છે. રબાડાને ગુજરાતે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રબાડાની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. તે પહેલા પંજાબ કિંગ્સનો ભાગ હતો. પરંતુ પંજાબે તેને રિલીઝ કર્યો હતો.
ક્યાંથી થઇ રહ્યું છે લાઇવ સ્ટ્રીમિંગ
આ વખતે સાઉદીમાં આઇપીએલની મેગા ઓક્શન યોજાઇ રહી છે. આ હરાજી 24 અને 25 નવેમ્બર એમ બે દિવસ ચાલશે. મેગા હરાજીનું સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્ક દ્વારા ભારતમાં ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. હરાજીનું લાઈવ સ્ટ્રીમિંગ JioCinema દ્વારા કરવામાં આવી રહ્યું છે.
IPL 2025 Auction: જોસ બટલરને ગુજરાત ટાઈટન્સે આટલા કરોડ રુપિયામાં ખરીદ્યો, જાણો
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
