IPLથી ક્રિકેટરો માલામાલ, પગાર તરીકે મળ્યા 2,500 કરોડ, કયો ખેલાડી બન્યો હાઇએસ્ટ કમાણી કરનારો, જાણો અહીં..........
આઇપીએલે બીસીસીઆઇના રૂતબાને આખી દુનિયામાં વધારી દીધુ છે. એક રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી આઇપીએલમાં ક્રિકેટરોને પગાર તરીકે 2500 કરોડ રૂપિયા મળ્યા છે.
New Delhi : ઇન્ડિયન પ્રીમિયર લીગના મીડિયા રાઇટ્સ પર ઓક્શન થઇ. ખબરો અનુસાર, ટીવી અને ડિજીટલના રાઇટ્સથી બીસીસીઆઇને 44,075 કરોડ રૂપિયાની ભારે ભરકમ રકમ મળી ચૂકી છે.
ખાસ વાત છે કે આઇપીએલે દુનિયાભારના ક્રિકેટરોને માલામાલ કરી દીધા છે. આઇપીએલે બીસીસીઆઇના રૂતબાને આખી દુનિયામાં વધારી દીધુ છે. એક રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી આઇપીએલમાં ક્રિકેટરોને પગાર તરીકે 2500 કરોડ રૂપિયા મળ્યા છે. ફક્ત 2022 સિઝન માટે થયેલી હરાજીમાં 204 ખેલાડીઓને 551 કરોડ રૂપિયા મળ્યા હતા, જે અત્યાર સુધીની સૌથી મોટી રકમ હતી.
આઇપીએલ ઇતિહાસમાં પગાર તરીકે સૌથી વધુ કમાણી કરવાના મામલામાં 4 વારની ચેમ્પીયન ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની નંબર વન છે. તે અત્યાર સુધી આઇપીએલમાં પગાર તરીકે 164 કરોડ રૂપિયા ઘરે લઇ ગયો છે. બીજા નંબર પર આઇપીએલના સૌથી સફળ કેપ્ટન મુંબઇ ઇન્ડિયન્સનો રોહિત શર્મા છે, તેને 162 કરોડ રૂપિયા મળ્યા છે. જ્યારે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી 158 કરોડ સાથે ત્રીજા નંબર પર છે.
15 સિઝનમાં 957 મેચ રમાઇ -
આઇપીએલે 15 સિઝન પુરી કરી છે, આ દરમિયાન કુલ 957 મેચો રમાઇ છે. આઇપીએલ 2008થી શરૂ થઇ હતી, ત્યારબાદ અત્યાર સુધી સતત આ ટૂર્નામેન્ટ વિશ્વ પટલ પર છવાયેલી રહી છે. આને માત્ર રોમાંચ જ નહીં ફેન્સનુ ખુબ મનોરંજન પણ કર્યુ છે. આ ઉપરાંત ક્રિકેટરોની કમાણીનુ એક નવુ સાધન પણ ઉભુ કર્યુ છે.
આ પણ વાંચો.....
Kalasarpa Dosha Nivarana:કાળસર્પ યોગના કારણે થાય છે આ નુકસાન, નિવારણ માટે કરો આ વિધાન
India Corona Cases Today: ભારતમાં કોરોનાની રોકેટ ગતિ, 24 કલાકમાં 12 હજારથી વધુ કેસ નોંધાતા ફફડાટ
પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે ગુજરાતના આ વિસ્તારમાં ડીઝલ ભરાવા ખેડૂતોની લાંબી લાઈન લાગી
PhonePe IPO: પેમેન્ટ કંપની PhonePe IPO લાવવાની તૈયારીમાં, Flipkart પાસે કંપનીમાં 87% હિસ્સો છે
Weight Loss With Curry Leaves:ઝડપથી વજન ઘટાડવા માટે અસરદાર છે લીમડાના પાન, આ રીતે કરો સેવન