શોધખોળ કરો

PhonePe IPO: પેમેન્ટ કંપની PhonePe IPO લાવવાની તૈયારીમાં, Flipkart પાસે કંપનીમાં 87% હિસ્સો છે

UPI આધારિત વ્યવહારોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, PhonePe ડિસેમ્બરના અંત સુધીમાં કર્મચારીઓની સંખ્યા વધારીને 5200 કરવાની યોજના બનાવી રહી છે.

PhonePe IPO Plans: Paytm પછી, પેમેન્ટ કંપની PhonePe પણ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગની તૈયારી કરી રહી છે. PhonePe તેના ફાઇનાન્શિયલ સર્વિસિસ પોર્ટફોલિયો અને UPI આધારિત પેમેન્ટ ઑપરેશનને વિસ્તારવા માટે IPO (ઇન્શિયલ પબ્લિક ઑફરિંગ) દ્વારા નાણાં એકત્ર કરવાની તૈયારી કરી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે કંપની તેનો મુખ્ય કારોબાર નફાકારક બન્યા બાદ IPO લોન્ચ કરશે. કંપનીને આશા છે કે તે આવતા વર્ષ સુધીમાં નફાકારક રહેશે.

Flipkart PhonePeમાં 87% હિસ્સો ધરાવે છે

PhonePe $8 થી 10 બિલિયનના મૂલ્યાંકનને લક્ષ્યાંકિત કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, કંપની IPO લાવવા માટે બેન્કર્સ અને લીગર કન્સલ્ટન્ટ સાથે વાતચીત શરૂ કરશે. PhonePe એ 2020 માં $700 મિલિયન એકત્ર કર્યા. અત્યાર સુધીમાં, કંપનીએ ટાઈગર ગ્લોબલ મેનેજમેન્ટ જેવા રોકાણકારો પાસેથી 13 રાઉન્ડમાં કુલ $1.7 બિલિયન એકત્ર કર્યા છે. તમને જણાવી દઈએ કે PhonePeની શરૂઆત સમીર નિગમે 2015માં કરી હતી. ફ્લિપકાર્ટ પાસે PhonePeમાં 87 ટકા હિસ્સો છે, જ્યારે ફ્લિપકાર્ટની માલિકીની Walmart PhonePeમાં 10 ટકા હિસ્સો ધરાવે છે.

PhonePe UPI ટ્રાન્ઝેક્શન સ્પેસ પર પ્રભુત્વ ધરાવે છે

જો કે, UPI આધારિત વ્યવહારોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, PhonePe ડિસેમ્બરના અંત સુધીમાં કર્મચારીઓની સંખ્યા વધારીને 5200 કરવાની યોજના બનાવી રહી છે. કંપનીએ મ્યુચ્યુઅલ ફંડ લાઇસન્સ અને NBFC લાયસન્સ માટે અરજી કરી છે. UPI ટ્રાન્ઝેક્શન સ્પેસમાં PhonePeનો 47 ટકા હિસ્સો છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે Zomato, Cartrade, Nykaa, Paytm, Policybazaar જેવી ઘણી ટેક કંપનીઓ IPO લાવી હતી.

PhonePe ની સ્થાપના ફ્લિપકાર્ટના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ્સ સમીર નિગમ, રાહુલ ચારી અને બુર્જિન એન્જિનિયર દ્વારા કરવામાં આવી હતી, અને 2016 માં ફ્લિપકાર્ટ દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. 2018 માં ફ્લિપકાર્ટને Walmart દ્વારા હસ્તગત કરવામાં આવ્યું હતું અને PhonePe પણ તે વ્યવહારનો એક ભાગ હતો. કંપની પાસે બેંગલુરુ, પુણે, મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં 2,600 કર્મચારીઓ અને 2,800 જગ્યાઓ ખાલી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget