KKR vs CSK: એકતરફી મેચમાં ચેન્નાઈએ કોલકાતાને 49 રને હરાવ્યું, રહાણે-તિક્ષાનાનું શાનદાર પ્રદર્શન
PL 2023 ની 33મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.

Background
KKR vs CSK Match: કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે આજે મુકાબલો ખેલાઈ રહ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ પ્રથમ બેટિંગ માટે મેદાનમાં ઉતરશે. IPL 2023 ની 33મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. કોલકાતા અને ચેન્નાઈ વચ્ચેની આ મેચ ઈડન ગાર્ડન્સમાં રમાશે. ચેન્નાઈ મજબૂત સ્થિતિમાં છે. તેણે 6માંથી 4 મેચ જીતી છે. જ્યારે કોલકાતાએ 6 મેચમાંથી માત્ર 2 જ જીતી છે. પરંતુ આ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે. કોલકાતા પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. તેણે 6 મેચ રમીને 2 જીતી છે. જ્યારે 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કોલકાતાએ છેલ્લી 3 મેચમાં સતત હારનો સામનો કરવો પડ્યો છે. તેને હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હીથી હાર મળી છે. પરંતુ તે આ મેચ હોમ ગ્રાઉન્ડ પર રમશે. તેથી, કોઈ પણ સંજોગોમાં જીતીને ટુર્નામેન્ટમાં પાછા ફરવા મેદાને પડશે.
CSKની 49 રને જીત
ચેન્નાઈની ટીમ કોલકાતાને 49 રને હરાવી દીધું છે. કોલકાતા તરફથી જેસન રોયએ 61 અને રિંકુ સિંહએ 50 રનની ઈનિંગ રમી હતી. તો બીજી તરફ ચેન્નાઈ તરફથી તિક્ષણા અને દેશપાંડેએ 2-2 વિકેટ લીધી હતી.
કોલકાતાની 7મી વિકેટ પડી
કોલકાતાની 7મી વિકેટ પડી. ડેવિડ વેઈસ માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. ગ્રાઉન્ડ અમ્પાયરે તેને નોટઆઉટ જાહેર કર્યો હતો. પરંતુ ધોનીએ ડીઆરએસ લીધો, જેમાં તેને આઉટ જાહેર કરવામાં આવ્યો. કોલકાતાએ 17.3 ઓવરમાં 171 રન બનાવ્યા છે. રિંકુ સિંહ 44 રન બનાવીને રમી રહ્યો છે.




















