(Source: ECI/ABP News/ABP Majha)
KKR vs DC: શાર્દુલ ઠાકુરે 50 મીટર દોડીને અસંભવ લાગતો કેચ કર્યો, સો.મીડિયામાં થઈ પ્રસંશા, જુઓ એ રોમાંચક ક્ષણ...
આજની દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચમાં દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતાં 215 રનનો જંગી સ્કોર કર્યો હતો. ત્યાર બાદ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની 5મી ઓવર સુધીમાં 2 વિકેટ પડી ગઈ હતી.
IPL 2022: આજની દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચમાં દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતાં 215 રનનો જંગી સ્કોર કર્યો હતો. ત્યાર બાદ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની 5મી ઓવર સુધીમાં 2 વિકેટ પડી ગઈ હતી. કોલકાતાના ઓપનર વેંકટેશ એય્યર ત્રીજી ઓવરમાં 8 બોલમાં 18 રન કરીને આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ કોલકાતાની બીજી વિકેટ અજીંક્ય રહાણેના રુપમાં પડી હતી.
દિલ્હી કેપિટલ્સનો બોલર ખલીલ અહેમદ 5મી ઓવર નાખવા આવ્યો હતો. આ ઓવરના ચોથા પર અજીંક્ય રહાણેએ એક જોરદાર ફટકો માર્યો હતો. પરંતુ બોલ બાઉન્ડ્રી પાર નહોતો પહોંચી શક્યો. આ દરમિયાન બોલને કેચ કરવા માટે શાર્દુલ ઠાકુર તૈયાર હતો. શાર્દુલે ખુબ જ જબરદસ્ત રીતે આ બોલને કેચ પકડ્યો હતો. જો કે રહાણેને કેચ આઉટ કરવા માટે શાર્દુલ ઠાકુરે દોડ લગાવી પડી હતી અને દોડતાં-દોડતાં બોલ હાથમાંથી છટકી પણ ગયો હતો. પરંતુ શાર્દુલ પોતાની ફિલ્ડીંગનો પરચો બતાવતાં આ બોલને છોડ્યો નહોતો અને કેચ કરી લીધો હતો.
Brilliant Catch by Lord Shardul! #DCvsKKR #IPL2022 pic.twitter.com/CTWgd866Fr
— Kumar Gourav (@TheKumarGourav) April 10, 2022
What. A. Catch! 👏 👏@imShard takes a stunner as @DelhiCapitals have their second success with the ball. 👌 👌@imK_Ahmed13 strikes. 👍 👍#KKR lose Ajinkya Rahane.
— IndianPremierLeague (@IPL) April 10, 2022
Follow the match ▶️ https://t.co/4vNW3LXMWM#TATAIPL | #KKRvDC pic.twitter.com/DcgrgGyP9l
આ દરમિયાન સોશિયલ મીડિયા પર લોકોએ શાર્દુલ ઠાકુરના આ શાનદાર કેચની ભરપુર પ્રસંશા કરી હતી. શાર્દુલની પ્રસંશામાં એક યુઝર્સે કહ્યું હતું કે, લોકો જ્યારે શાર્દુલને ટીમમાં ઓલ રાઉન્ડર તરીકે નથી જોતા ત્યારે શું તેઓ ફક્ત તેની બોલિંગને જ મહત્વ આપે છે?
When people say they don't consider Shardul an all-rounder, do they talk about his bowling? #IPL#ShowStealerBindu
— lalalalisa_m :) (@Rutwik_here) April 10, 2022