(Source: ECI/ABP News/ABP Majha)
KKR vs RR: બે ખેલાડીઓની સમજણ અને ચપળતાએ વિકેટ લેવામાં સફળતા અપાવી, જુઓ રોમાંચક કેચનો વીડિયો
હેલાં બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમે સારું પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાનના ઓપનર બેટ્સમેન જોસ બટલરે તોફાની ઈનિંગ રમીને સદી ફટકારી હતી. જોસ બટલરની આ સિઝનમાં બીજી સદી છે.
IPL 2022: આઈપીએલ 15માં આજનો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલાં બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમે સારું પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાનના ઓપનર બેટ્સમેન જોસ બટલરે તોફાની ઈનિંગ રમીને સદી ફટકારી હતી. જોસ બટલરની આ સિઝનમાં બીજી સદી છે. આ સાથે દેવદત્ત પડ્ડીકલે 24 રન, સંજુ સેમસને 38 રન અને હેટમાયરે 26 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આમ રાજસ્થાને કોલકાતાને જીતવા માટે 218 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
કમિન્સ અને શિવમ માવીનો રોમાંચક કેચઃ
આ દરમિયાન રાજસ્થાન રોયલ્સની ઈનિંગમાં 18મી ઓવરના પ્રથમ બોલ પર એક રોમાંચક કેચ જોવા મળ્યો હતો. આ ઓવર સુનિલ નરેન નાખવા આવ્યો હતો અને રિયાન પરાગ બેટિંગ કરી રહ્યો હતો. રિયાન પરાગે ઓવરના પહેલા જ બોલ પર સિક્સર મારવાનો પ્રયત્ન કર્યો હતો અને બોલ બાઉન્ડ્રી ઉપર પણ પહોંચી ગયો હતો. જો કે બાઉન્ડ્રી પર ઉભેલા પેટ કમિન્સે આ બોલને કેચ કરી લીધો હતો. પરંતુ કમિન્સે પોતાનું સંતુલન ગુમાવ્યું હતુ અને પોતે કેચ કરેલા બોલને સાથી ખેલાડી શિવમ માવી તરફ ફેંક્યો હતો અને પોતે બાઉન્ડ્રી ઉપર પટકાયો હતો. જો કે શિવમે આ કેચ ઝડપી લીધો હતો અને રિયાન પરાગ માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો.
આ રોમાંચક કેચનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો. લોકોએ પેટ કમિન્સની ખૂબ પ્રસંશા પણ કરી હતી.
Amazing catch, unlucky Parag #IPL2022 pic.twitter.com/RATsOiG1QY
— Big Cric Fan (@cric_big_fan) April 18, 2022
What a catch.#KKRvsRR pic.twitter.com/1x7l25DwiE
— dr_sarcasticboy (@dr_sarcasticboy) April 18, 2022