શોધખોળ કરો

Johnson Charles KKR: કોલકત્તા નાઇટ રાઇડર્સે લિટન દાસના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત, વેસ્ટ ઇન્ડિઝના આ ખેલાડીને કર્યો સામેલ

IPLએ ટ્વિટ કરીને KKRમાં લિટન દાસના બદલે ચાર્લ્સને સામેલ કરાયો હોવાની જાણકારી આપી હતી

IPL 2023 KKR Litton Das Replacement: કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2023 ની બાકીની મેચો માટે લિટન દાસના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે. કોલકાતાએ વેસ્ટ ઈન્ડિઝના જોનસન ચાર્લ્સને ટીમમાં સામેલ કર્યો હતો. તે વિકેટકીપર બેટ્સમેન છે. લિટન દાસ પારિવારિક કારણોસર બાંગ્લાદેશ પરત ફર્યા છે. જો ચાર્લ્સના પ્રદર્શનની વાત કરીએ તો તેનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. KKRએ તેને 50 લાખ રૂપિયા આપીને ટીમમાં સામેલ કર્યો છે.

IPLએ ટ્વિટ કરીને KKRમાં લિટન દાસના બદલે ચાર્લ્સને સામેલ કરાયો હોવાની જાણકારી આપી હતી.  આઈપીએલે તેની સત્તાવાર વેબસાઈટ પર લખ્યું છે કે, “ગુરુવારે કોલકાતા નાઈટ રાઈડર્સે લિટન દાસના બદલે જોનસન ચાર્લ્સને સામેલ કર્યા છે. ચાર્લ્સ વિકેટકીપર બેટ્સમેન છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે 41 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. આમાં તેણે 971 રન બનાવ્યા છે. ચાર્લ્સ વેસ્ટ ઈન્ડિઝની 2016 ICC વર્લ્ડ T20 વિજેતા ટીમનો ભાગ રહી ચૂક્યો છે. તે 2012ની ટીમનો પણ એક ભાગ હતો. કોલકત્તાએ તેને 50 લાખ રૂપિયા આપીને ટીમમાં સામેલ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, જોનસન વેસ્ટ ઈન્ડિઝ માટે 48 વનડે રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 1283 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 2 સદી અને 4 અડધી સદી ફટકારી છે. ચાર્લ્સ અત્યાર સુધીમાં કુલ 224 T20 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન 5607 રન બનાવ્યા છે. તેણે T20 ફોર્મેટમાં 3 સદી અને 32 અડધી સદી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 118 રન છે. ચાર્લ્સનો વિકેટકીપિંગમાં પણ સારો રેકોર્ડ છે. તેણે T20 ફોર્મેટમાં 5 સ્ટમ્પ આઉટ કર્યા છે. તેણે 82 કેચ પકડ્યા છે.

નોંધનીય છે કે આ સીઝનમાં કોલકાતાનું પ્રદર્શન સારું રહ્યું નથી. આ દરમિયાન ટીમે અત્યાર સુધી 9 મેચ રમી છે અને 3માં જીત મેળવી છે. કોલકાતાએ 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તે પોઈન્ટ ટેબલમાં સાતમા નંબર પર છે

Gautam Gambhir: ગૌતમ ગંભીરના નવા ટ્વિટથી વધી શકે છે વિવાદ, વિરાટ કોહલી સાથેની લડાઇ સાથે છે કનેક્શન

Gautam Gambhir's Tweet: લખનઉ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીરના એક ટ્વિટએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. તેમના આ ટ્વિટનું કનેક્શન વિરાટ કોહલી સાથે થયેલી લડાઇ સાથે છે. વાસ્તવમાં એક મોટી મીડિયા સંસ્થાના એન્કરે વિરાટ સાથેની ચર્ચાના મામલે ગૌતમ ગંભીરની આકરી ટીકા કરી હતી. આ અંગે ગૌતમ ગંભીરે વળતો જવાબ આપ્યો છે.

ગૌતમ ગંભીરે પોતાના ટ્વીટમાં કોઈનું નામ નથી લીધું, પરંતુ તેણે જે લખ્યું તે પછી ક્રિકેટ ચાહકો સમજી ગયા કે આખરે ગંભીર કોના વિશે આ વાત કહી રહ્યા હતા. ગૌતમ ગંભીરે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે  'પ્રેશરનું કારણ આપીને દિલ્હી ક્રિકેટ છોડીને ભાગી જનાર વ્યક્તિ હવે ક્રિકેટની ચિંતા માટે પૈસા લઈને સમાચાર વેચવા આતુર છે. આ કલિયુગ છે, જ્યાં ભાગેડુઓ તેમની કોર્ટ ચલાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત, ડોક્ટરની સલાહ
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત, ડોક્ટરની સલાહ
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
Embed widget