LSG vs CSK: વરસાદે બગાડ્યો લખનૌ-ચેન્નાઈ વચ્ચેની મેચનો રોમાંચ, બન્ને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યો
LSG vs CSK Score: આઇપીએલમાં આજે લખનઉ અને ચેન્નાઇ વચ્ચે મેચ રમાઇ રહી છે, બન્ને ટીમો આજે જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે, એકબાજુ ધોનીની ટીમ છે, તો બીજીબાજુ કેએલ રાહુલની સેના છે.
LIVE
Background
LSG vs CSK Score: આઇપીએલમાં આજે લખનઉ અને ચેન્નાઇ વચ્ચે મેચ રમાઇ રહી છે, બન્ને ટીમો આજે જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે, એકબાજુ ધોનીની ટીમ છે, તો બીજીબાજુ કેએલ રાહુલની સેના છે. આજની મેચ લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ અત્યારે પૉઇન્ટ ટેબલમાં પૉઇન્ટની રીતે એકસરખા જ છે, બન્નેના 10-10 પૉઇન્ટ છે, પરંતુ નેટ રનરેટના આધારે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પૉઇન્ટ ટેબલમાં અત્યારે ત્રીજા નંબર પર છે, જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ ચોથા નંબર પર છે.
વરસાદે બગાડ્યો લખનૌ-ચેન્નાઈ વચ્ચેની મેચનો રોમાંચ
લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ રદ કરવામાં આવી છે. વરસાદના કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા લખનૌની ટીમે 19.2 ઓવરમાં સાત વિકેટે 125 રન બનાવ્યા હતા. આયુષ બદોની 33 બોલમાં 59 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.
આયુષ બદોનીની આક્રમક ફિફ્ટી
લખનઉના યુવા સ્ટાર બેટ્સમેન આયુષ બદોનીની આક્રમક બેટિંગ જોવા મળી છે, બદોનીએ ચેન્નાઇ સામે લખનઉની ટીમને મુશ્કેલીમાંથી ઉગારતી બેટિંગ કરી છે, બદોનીએ તોફાની બેટિંગ કરતાં 33 બૉલમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે આક્રમક 59 રનની ઇનિંગ રમી હતી. 19.2 ઓવર બાદ ટીમનો સ્કૉર 7 વિકેટના નુકશાને 125 રન પર પહોંચ્યો હતો, જોકે, મેચ વરસાદના કારણે રોકાઇ હતી.
લખનઉનો સ્કૉર 100 રનને પાર
લખનઉ સુપર જાયન્ટ્સનો સ્કૉર 100 રનને પાર થઇ ચૂક્યો છે. 18 ઓવરના અંતે ટીમનો સ્કૉર 6 વિકેટના નુકશાને 105 રન પર પહોંચ્યો છે, અત્યારે ક્રિઝ પર આયુષ બદોની 39 રન અને કૃષ્ણાપ્પા ગૌતમ 1 રન બનાવીને રમી રહ્યાં છે.
લખનઉનો સ્કૉર 50 રનને પાર
લખનઉની ટીમ ચેન્નાઇ સામે લથડી ગઇ છે, પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનઉની ટીમની બેટિંગ નબળી સાબિત થઇ હતી. 14 ઓવરના અંતે ટીમે 5 વિકેટો ગુમાવીને 62 રન બનાવ્યા છે. હાલમાં ક્રિઝ પર નિકોલસ પૂરન 14 રન અને આયુષ બદોની 9 રન બનાવીને ક્રિઝ પર છે.
પાંચ ઓવર બાદ લખનઉ
પાંચ ઓવરના અંતે લખનઉની ટીમનો સ્કૉર 1 વિકેટના નુકશાને 25 રન પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર મનન વોહરા 9 રન અને કરણ શર્મા 2 રન બનાવીને રમી રહ્યાં છે, આ પહેલા ઓપનર કાયલી મેયર્સને મોઇન અલીએ 14 રનના અંગત સ્કૉર પર પેવેલિયન મોકલી દીધો હતો.