LSG vs MI: પોલાર્ડે વિકેટ લીધી તો ખુશ થઈ ગયાં નીતા અંબાણી, સોશિયલ મીડિયા પર વાયરલ થયા રિએક્શન
મુંબઈ સામે સીઝનની પહેલી જીત નોંધાવવાનો પડકાર છે. જે બાદ ટીમનો સૌથી અનુભવી ખેલાડી પોલાર્ડ આગળ આવ્યો હતો અને તેણે બોલિંગથી તરખાટ મચાવી દીધો હતો.
IPL 2022માં આજે મુંબઈ ઈંડિયન્સ (Mumbai Indians) નો સામને લખનઉ સુપર જાયંટ્સ સામે થઈ રહ્યો છે. આ મેચમાં મુંબઈ સામે સીઝનની પહેલી જીત નોંધાવવાનો પડકાર છે. જે બાદ ટીમનો સૌથી અનુભવી ખેલાડી પોલાર્ડ આગળ આવ્યો હતો અને તેણે બોલિંગથી તરખાટ મચાવી દીધો હતો. પોલાર્ડની બોલિંગ જોઈને ટીમનાં માલિક નીતા અંબાણી (Nita Ambani) પણ પોતાની જાતને નહોંતા રોકી શક્યા અને ખુશીથી ઝુમી ઉઠ્યા હતાં.
પોલાર્ડે બે વિકેટ લીધીઃ
આ મેચમાં એક સમયે લખનઉના બેટ્સમેન સારું રમી રહ્યા હતા અને એક મજબુત સ્કોર તરફ આગળ વધી રહ્યા હતા. આ દરમિયાન મુંબઈને વિકેટ લેવાનો મોકો નહોતો મળ્યો. ત્યારે અનુભવી ખેલાડી પોલાર્ડને બોલિંગ આપવામાં આવી હતી. પોલાર્ડે પોતાની ઓવરમાં મનીષ પાંડેને પહેલો શિકાર બનાવ્યો હતો. પાંડે 22 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો હતો. મનીષ પાંડેના આઉટ થયા બાદ પોલાર્ડે કૃણાલ પંડ્યાને પોતાની બોલિંગથી આઉટ કર્યો હતો. પોલાર્ડની શાનદાર બોલિંગ જોઈને નીતા અંબાણી ખુશ થઈ ગયાં હતાં. તેમનો આ ફોટો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Pollard strikes
— Kanhaiya Lal Saran (@Kanhaiy66444561) April 24, 2022
Get rid of Manish Pandey
Nita Ambani is happy #MIvsLSG #RohitSharma𓃵 pic.twitter.com/nnFwFrohXQ
કેએલ રાહુલે સદી ફટકારીઃ
લખનઉના કેપ્ટન કેએલ રાહુલ (અણનમ 103)ની શાનદાર બેટિંગના કારણે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL 2022ની 37મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 169 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લખનઉએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. ટીમ માટે કેપ્ટન રાહુલ અને મનીષ પાંડે વચ્ચે 47 બોલમાં 58 રનની ભાગીદારી નોંધાઈ હતી. મુંબઈ તરફથી કિરોન પોલાર્ડ અને રિલે મેરેડિથે બે-બે વિકેટ લીધી હતી. તે જ સમયે, જસપ્રિત બુમરાહ અને ડેનિયલ સેમસે એક-એક વિકેટ લીધી હતી.