શોધખોળ કરો

MI vs KKR: રોહિતે ટોસ જીત્યો, મુંબઈની ટીમમાં આ યુવા ખેલાડીની થઈ એન્ટ્રી, કોલકાતાએ કર્યા 5 બદલાવ

IPL 2022 ની 56મી મેચ મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

Mumbai Indians vs Kolkata Knight Riders Playing 11: IPL 2022 ની 56મી મેચ મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ પ્રથમ બેટિંગ કરશે.

KKR સામેની મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ભરોસાપાત્ર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને આજે મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ રમનદીપ સિંહને ટીમમાં સામેલ કર્યો છે. આ સાથે જ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં પણ એક મોટો બદલાવ કરવામાં આવ્યો છે. કોલકાતાએ પોતાની ટીમમાં પાંચ ફેરફાર કર્યા છે.

કોલકાતાની ટીમમાં ફાસ્ટ બોલર પેટ કમિન્સ, વિકેટકીપર શેલ્ડન જેક્સન, મિસ્ટ્રી સ્પિનર ​​વરુણ ચક્રવર્તી અને સિનિયર બેટ્સમેન અજિંક્ય રહાણે આજે પરત ફર્યા છે. વેંકટેશ અય્યર પણ ટીમમાં પાછો ફર્યો છે. KKRની ટીમ ઓપનિંગમાં સતત સંઘર્ષ કરી રહી છે. આ જોતા ફરી એક વખત રહાણેને ટીમમાં પરત લાવવામાં આવ્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન - ઈશાન કિશન (wk), રોહિત શર્મા (c), તિલક વર્મા, રમનદીપ સિંહ, કિરોન પોલાર્ડ, ટિમ ડેવિડ, ડેનિયલ સેમ્સ, મુરુગન અશ્વિન, કુમાર કાર્તિકેય, જસપ્રિત બુમરાહ અને રિલે મેરેડિથ.

કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ ઈલેવન - અજિંક્ય રહાણે, વેંકટેશ ઐયર, શ્રેયસ અય્યર (કેપ્ટન), નીતિશ રાણા, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શેલ્ડન જેક્સન (WK), પેટ કમિન્સ, ટિમ સાઉથી અને વરુણ ચક્રવર્તી.

મુંબઈ ઈંડિયન્સનો ભરોસાપાત્ર બેટ્સમેન સુર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત થતાં ટૂર્નામેન્ટમાંથી બહાર થયોઃ

મુંબઈ ઈંડિયન્સ ફ્રેન્ચાઈજીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, સુર્યકુમાર યાદવને ડાબા હાથના ઉપરના ભાગની માંસપેશીઓ ખેંચાઈ હતી. ત્યાર બાદ સુર્યકુમારને આરામ આપવા માટે તેને સીઝનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. બીસીસીઆઈની મેડિકલ ટીમે સુર્યકુમાર યાદવને આરામ કરવાની સલાહ આપી છે. સુર્યકુમાર યાદવે ગત 6 મે રોજ ગુજરાત ટાઈટન્સ સામે રમાયેલી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. 

સુર્યકુમાર યાદવે આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સીઝનમાં સુર્યકુમારે મુંબઈ ઈંડિયન્સ માટે 8 મેચ રમી છે જેમાં તેમે કુલ 303 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 43.29 રનની રહી છે. સુર્યકુમારે 8 મેચોમાં ત્રણ અર્ધ શતક લગાવ્યા છે. જો કે હવે આ સીઝનમાં સુર્યકુમારની શાનદાર બેટિંગ નહીં જોવા મળે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Embed widget