શોધખોળ કરો

MI vs RCB Live Score: RCBએ રોમાંચક મેચમાં મુંબઈને 12 રને હરાવ્યું, કોહલી-પટાદિર બાદ બોલરોનું શાનદાર પ્રદર્શન

MI vs RCB Live Score: વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર, હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ ટીમમાં પરત ફર્યા.

Key Events
MI vs RCB Live Score Updates, Full Scorecard from Wankhede Stadium MI vs RCB Live Score: RCBએ રોમાંચક મેચમાં મુંબઈને 12 રને હરાવ્યું, કોહલી-પટાદિર બાદ બોલરોનું શાનદાર પ્રદર્શન
MI vs RCB
Source : X

Background

MI vs RCB Live Score Updates: IPL 2025ની 20મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુકાબલો થઈ રહ્યો છે. આ મહત્વપૂર્ણ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સ માટે આ મેચમાં ખુશીના સમાચાર એ છે કે ટીમના બે મહત્વના ખેલાડીઓ રોહિત શર્મા અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ટીમમાં પરત ફર્યા છે. રોહિત શર્મા લખનૌ સુપર જાયન્ટ્સ સામેની છેલ્લી મેચમાં ઈજાના કારણે રમી શક્યો નહોતો, જ્યારે જસપ્રિત બુમરાહ પણ ઈજામાંથી સાજા થયા બાદ આજે મેદાનમાં ઉતરશે. લગભગ 92 દિવસ બાદ બુમરાહ મેચ રમતો જોવા મળશે.

આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવનમાં રોહિત શર્મા, વિલ જેક્સ, રેયાન રિકલ્ટન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, રાજ બાવા, મિશેલ સેન્ટનર, દીપક ચહર, જસપ્રિત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટનો સમાવેશ થાય છે.

જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં ફિલિપ સોલ્ટ, વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલ ઓપનિંગમાં જોવા મળી શકે છે. કેપ્ટન રજત પાટીદાર સહિત લિયામ લિવિંગસ્ટોન અને જીતેશ શર્મા મિડલ ઓર્ડરને સંભાળશે. ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડ બોલિંગ આક્રમણની આગેવાની કરશે.

ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય મુંબઈ ઈન્ડિયન્સ માટે કેટલો ફાયદાકારક સાબિત થાય છે અને રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહની વાપસી ટીમ માટે શું પરિણામ લાવે છે તે જોવું રસપ્રદ રહેશે. મેચની તમામ લાઇવ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.

મુંબઈ-બેંગ્લોર મેચ માટે સંભવિત ખેલાડીઓ

મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા, વિલ જેક્સ, રેયાન રિકલ્ટન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, રાજ બાવા, મિશેલ સેન્ટનર, દીપક ચહર, જસપ્રિત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ, વિગ્નેશ પુથુર.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ ફિલિપ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ, સુયશ શર્મા.

23:36 PM (IST)  •  07 Apr 2025

MI vs RCB: રોમાંચક મુકાબલામાં RCBનો ૧૨ રને વિજય

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી IPL 2025ની એક રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને ૧૨ રને હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતાં RCBએ ૨૨૨ રનનો લક્ષ્યાંક મૂક્યો હતો, જેના જવાબમાં મુંબઈની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૨૦૯ રન જ બનાવી શકી હતી.

RCBએ પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૨૨૧ રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલીએ ૬૭ રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે રજત પાટીદારે વિસ્ફોટક બેટિંગ કરતાં ૬૪ રનનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત દેવદત્ત પડિક્કલે ૩૭ અને જીતેશ શર્માએ અણનમ ૪૦ રન બનાવ્યા હતા.

જવાબમાં ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ લક્ષ્યાંકનો પીછો કરવામાં સફળ રહી નહોતી. મુંબઈ તરફથી તિલક વર્માએ આક્રમક બેટિંગ કરતાં ૫૬ રન બનાવ્યા હતા, જ્યારે હાર્દિક પંડ્યાએ ૪૨ રનનું યોગદાન આપ્યું હતું. સૂર્યકુમાર યાદવ પણ ૨૮ રન બનાવીને આઉટ થયો હતો. જો કે, અન્ય બેટ્સમેનો મોટી ઇનિંગ્સ રમી શક્યા નહોતા.

RCB તરફથી બોલિંગમાં કૃણાલ પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ૪ મહત્વની વિકેટો ઝડપી હતી. યશ દયાલ અને જોશ હેઝલવુડે પણ ૨-૨ વિકેટ લઈને મુંબઈના બેટ્સમેનોને દબાણમાં રાખ્યા હતા. ભુવનેશ્વર કુમારને ૧ વિકેટ મળી હતી. આ રીતે RCBએ એક રોમાંચક મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સને ૧૨ રને પરાજય આપ્યો હતો.

23:35 PM (IST)  •  07 Apr 2025

MI vs RCB Live Score: રોમાંચક મેચ, સેન્ટનર પછી ચહર આઉટ

મુંબઈ ઈન્ડિયન્સની સાતમી વિકેટ સેન્ટનરના રૂપમાં પડી હતી. તે 8 રન બનાવીને આઉટ થયો હતો. સેન્ટનર પછી દીપક ચહર પણ આઉટ થયો હતો. તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.

મુંબઈને જીતવા માટે 5 બોલમાં 19 રનની જરૂર છે. ટીમે 19.2 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 203 રન બનાવી લીધા છે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
CSK માં મોટા ફેરફારના એંધાણ: કોચ ફ્લેમિંગના ગયા પછી આ 5 સ્ટાર ખેલાડીઓ થશે બહાર! જુઓ યાદી
CSK માં મોટા ફેરફારના એંધાણ: કોચ ફ્લેમિંગના ગયા પછી આ 5 સ્ટાર ખેલાડીઓ થશે બહાર! જુઓ યાદી
18 વર્ષ પછી આ ખેલાડીએ છોડ્યો CSK નો સાથ, પરસ્પર સંમતિથી ટીમથી અલગ થયો
18 વર્ષ પછી આ ખેલાડીએ છોડ્યો CSK નો સાથ, પરસ્પર સંમતિથી ટીમથી અલગ થયો

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
Embed widget