IPL 2025: ચેન્નઇએ ઋતુરાજ ગાયકવાડના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત, 17 વર્ષીય આયુષ મ્હાત્રેને ટીમમાં કર્યો સામેલ
ચેન્નઈ સુપર કિંગ્સે થોડા દિવસ પહેલા ટ્રાયલ માટે ગુજરાતના ઉર્વિલ પટેલ અને ઉત્તર પ્રદેશના સલમાન નિજારને ટ્રાયલ માટે ચેન્નઈ બોલાવ્યા હતા

Ayush Mhatre CSK: ચેન્નઈ સુપર કિંગ્સે ઋતુરાજ ગાયકવાડના સ્થાને આયુષ મ્હાત્રને ટીમમાં સામેલ કર્યો છે. કોણીના ફ્રેક્ચરને કારણે કેપ્ટન ગાયકવાડ આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો ત્યારબાદ એમએસ ધોની ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ચેન્નઇએ જે ખેલાડીઓ પર વિચારણા કરી રહી હતી તેમાં પૃથ્વી શો પણ હતો. થોડા દિવસો પહેલા ટીમે કેટલાક યુવા ખેલાડીઓના ટ્રાયલ લીધા હતા ત્યારબાદ ટીમે મુંબઈના યુવા ઓપનિંગ બેટ્સમેન મ્હાત્રેને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો.
BREAKING 🚨🚨
— Cricbuzz (@cricbuzz) April 13, 2025
Ayush Mhatre, the 17-year old Mumbai opener, is set to join #CSK as replacement for Ruturaj Gaikwad.@vijaymirror with the details ⬇️https://t.co/DJzhXxC1he#IPL2025 pic.twitter.com/gdyNLfBX9z
પાંચ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સે શનિવારે આ નિર્ણય લીધો. તે (આયુષ મ્હાત્રે) હજુ સુધી ટીમ સાથે જોડાયો નથી, તે આગામી થોડા દિવસોમાં ચેન્નઇ ટીમમાં જોડાઈ શકે છે. ફ્રેન્ચાઇઝીએ તેને તાત્કાલિક જોડાવા કહ્યું છે. નોંધનીય છે કે આઇપીએલ હરાજીમાં મ્હાત્રેની બેઝ પ્રાઈસ 30 લાખ રૂપિયા હતી પરંતુ તે અનસોલ્ડ રહ્યો હતો.
સીએસકે મેનેજમેન્ટના નજીકના સૂત્રએ ક્રિકબઝે કહ્યું હતું કે તે થોડા દિવસોમાં મુંબઈમાં ટીમમાં જોડાશે. ચેન્નઈ સુપર કિંગ્સ હાલમાં તેમની 7મી મેચ માટે લખનઉમાં છે, જે સોમવારે ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમ ખાતે રમાશે. હાલમાં ચેન્નઈ સુપર કિંગ્સની હાલત ખરાબ છે. ટીમના ખાતામાં એક જીત અને 2 પોઈન્ટ છે. પહેલી મેચ જીત્યા બાદ ટીમ સતત 5 મેચ હારી ગઈ છે. ચેન્નઇની મેચ 20 એપ્રિલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે છે.
પૃથ્વી શો પણ રેસમાં હતો
ચેન્નઈ સુપર કિંગ્સે થોડા દિવસ પહેલા ટ્રાયલ માટે ગુજરાતના ઉર્વિલ પટેલ અને ઉત્તર પ્રદેશના સલમાન નિજારને ટ્રાયલ માટે ચેન્નઈ બોલાવ્યા હતા. IPL હરાજીમાં અનસોલ્ડ રહેલા પૃથ્વી શો પણ રેસમાં હતો પરંતુ ટીમે ઋતુરાજ ગાયકવાડના સ્થાને આયુષને પસંદ કર્યો હતો.
આયુષ મ્હાત્રેનો ક્રિકેટ રેકોર્ડ
મ્હાત્રેએ 9 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 16 ઇનિંગ્સમાં 504 રન કર્યા છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 176 રન છે. તેણે આમાં 2 સદી અને 1 અડધી સદી ફટકારી છે. લિસ્ટ A માં તેણે 7 ઇનિંગ્સમાં 458 રન બનાવ્યા છે, જેમાં તેણે 2 સદી અને 1 અડધી સદી ફટકારી છે.




















