શોધખોળ કરો

PBKS vs KKR Playing 11: આ સ્ટાર બોલરને બહાર કરશે શ્રેયસ, કોલકત્તા પણ કરશે મોટા ફેરફાર

PBKS vs KKR Playing 11: શ્રેયસ ઐય્યરના નેતૃત્વ હેઠળની પંજાબ કિંગ્સ આ સીઝનમાં શાનદાર ફોર્મમાં છે.

PBKS vs KKR Playing 11: શ્રેયસ ઐય્યરના નેતૃત્વ હેઠળની પંજાબ કિંગ્સ આ સીઝનમાં શાનદાર ફોર્મમાં છે. જોકે, તેઓ તેમની છેલ્લી મેચમાં સનરાઇઝર્સ સામે હારી ગયા હતા. પરંતુ આ મેચમાં ટીમની બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું જ્યારે બોલરોએ નિરાશ કર્યા હતા. હવે આ ટીમે તેની આગામી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમવાની છે. આ મેચમાં ઐય્યર પોતાની ભૂલ સુધારી શકે છે.

હૈદરાબાદ સામે રમાયેલી છેલ્લી મેચમાં પંજાબે પ્રથમ બેટિંગ કરતા છ વિકેટ ગુમાવીને 245 રન બનાવ્યા હતા. અભિષેક શર્માની તોફાની સદીની મદદથી હૈદરાબાદે આ લક્ષ્ય હાંસલ કર્યો હતો. જ્યારે કોલકાતાએ તેની છેલ્લી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું. આ ટીમ પોતાનો વિજય ક્રમ ચાલુ રાખવા માંગશે. બંને ટીમો પ્લેઇંગ-11માં ફેરફાર કરે છે કે નહીં તેના પર બધાની નજર રહેશે.

ચહલને બહાર કરવામાં આવી શકે છે

પંજાબ પાસે IPL ઇતિહાસનો શ્રેષ્ઠ સ્પિનર ​​છે અને તે યુઝવેન્દ્ર ચહલ છે. જોકે, આ સીઝનમાં ચહલનું પ્રદર્શન અપેક્ષા અનુસાર નથી. ટી-20માં 366 વિકેટ લેનાર આ લેગ સ્પિનર ​​આ વખતે વિકેટ લઈ શકતો નથી. છેલ્લી મેચમાં ચહલે ચાર ઓવરમાં 56 રન આપ્યા હતા અને ફક્ત એક જ વિકેટ લઈ શક્યો હતો. આગામી મેચમાં શ્રેયસ ચહલને છોડીને હરપ્રીત બ્રારને ટીમમાં લાવી શકે છે જે ડાબોડી સ્પિનર ​​છે અને બેટિંગ પણ કરે છે.

આ સિવાય ટીમમાં બીજો કોઈ ફેરફાર જોવા મળતો નથી. પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહની ઓપનિંગ જોડી રમશે તે નિશ્ચિત છે. જો ટીમ પહેલા બોલિંગ કરે તો પ્રિયાંશનો ઉપયોગ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે થઇ શકે છે. શ્રેયસ, નેહલ વઢેરા, શશાંક સિંહ, ગ્લેન મેક્સવેલ અને માર્કસ સ્ટોઈનિસ રમશે તે નિશ્ચિત છે. બોલિંગની જવાબદારી માર્કો જેનસેન અને અર્શદીપ પર રહેશે.

લોકી ફર્ગ્યુસન છેલ્લી મેચમાં ઘાયલ થયા હતા અને તેમને બહાર કરવામાં આવ્યા હતા. તેની ફિટનેસ અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી. જો તે ફિટ હશે તો તે રમશે તે નક્કી છે, પરંતુ જો તે નહીં રમે તો કુલદીપ સેન અને વિશાખ વિજયકુમાર ટીમમાં પ્રવેશ કરી શકે છે.

કોલકાતા પણ તેની પ્લેઇંગ-11માં એક ફેરફાર કરી શકે છે. છેલ્લી મેચમાં ચેન્નઈની પિચને ધ્યાનમાં રાખીને ટીમે સ્પેન્સર જોહ્ન્સનને પડતો મૂક્યો હતો અને મોઈન અલીને ટીમમાં સામેલ કર્યો હતો. આ મેચમાં મોઈન અલી બહાર જઈ શકે છે અને જોહ્ન્સન એન્ટ્રી કરી શકે છે.

બાકીની ટીમમાં અન્ય કોઈ ફેરફારની શક્યતા દેખાતી નથી. ક્વિન્ટન ડી કોક, સુનિલ નારાયણ, અજિંક્ય રહાણે, રિંકુ સિંઘ, વેંકટેશ ઐય્યર, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, વૈભવ અરોરા, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી એવા નામ છે જેનું રમવાનું નિશ્ચિત છે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ-11

પંજાબ કિંગ્સ: શ્રેયસ ઐય્યર (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, નેહલ વઢેરા, શશાંક સિંહ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો જોન્સન, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ, લોકી ફર્ગ્યુસન.

કોલકાતા નાઈટ રાઈડર્સ: અજિંક્ય રહાણે (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, સુનીલ નારાયણ, રિંકુ સિંહ, વેંકટેશ ઐય્યર, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, વૈભવ અરોરા, સ્પેન્સર જોન્સન, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે

વિડિઓઝ

Rajkot News : રાજકોટ ક્રાઈમબ્રાંચે નકલી IPSની પોલીસે કરી ધરપકડ
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાના કેસમાં અંતે દર્દીના સગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Aravalli News : 31 ડિસેમ્બર પહેલા જ દારૂનું કટિંગ કરતા પોલીસકર્મીની અરવલ્લી LCBની ટીમે કરી ધરપકડ
Kirit Patel on BJP : ભાજપની જેમ કોંગ્રેસ કાર્યવાહી કરશે...: ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના કર્યા વખાણ!
Mumbai BEST Bus Accident : મુંબઈમાં મોટો અકસ્માત, બેસ્ટની બસે અનેક લોકોને કચડ્યા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, નવા વર્ષે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, નવા વર્ષે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?
લગ્ન પ્રથાને લઈને રાજકોટમાં સ્વામી હરિપ્રકાશદાસનો બફાટ, લવ મેરેજને ગણાવ્યા 'ડાયરેક્ટ ફાંસી' સમાન
લગ્ન પ્રથાને લઈને રાજકોટમાં સ્વામી હરિપ્રકાશદાસનો બફાટ, લવ મેરેજને ગણાવ્યા 'ડાયરેક્ટ ફાંસી' સમાન
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
Aadhaar-PAN Link : તાત્કાલિક કરો આ કામ, 2 દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાનકાર્ડ!
Aadhaar-PAN Link : તાત્કાલિક કરો આ કામ, 2 દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાનકાર્ડ!
Embed widget