PBKS vs RR: આજે પંજાબ કિંગ્સ સામે હશે રાજસ્થાન રોયલ્સનો પડકાર, જાણો બંન્ને ટીમની પ્લેઇંગ ઇલેવન?
ઇન્ડિયન પ્રિમિયર લીગની 16મી સીઝનની 66મી લીગ મેચ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે.
PBKS vs RR Probable Playing XI: ઇન્ડિયન પ્રિમિયર લીગની 16મી સીઝનની 66મી લીગ મેચ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ધર્મશાળાના સુંદર સ્ટેડિયમમાં રમાશે. આ મેચને ક્વાર્ટર ફાઈનલની જેમ જોવામાં આવી રહી છે. આ મેચમાં જે પણ ટીમ હારશે તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. વિજેતા ટીમને ચોક્કસપણે પ્લેઓફમાં સ્થાન મેળવવાની આશા જાગશે. કેવી હશે બંને ટીમની પ્લેઈંગ ઈલેવન?
Halla Bol XI for tonight? 💗 pic.twitter.com/BgPMSpjBSi
— Rajasthan Royals (@rajasthanroyals) May 19, 2023
બંને ટીમો વચ્ચેની આ મેચ ધર્મશાળાના સ્ટેડિયમમાં રમાશે, જ્યાં છેલ્લી મેચમાં કુલ 400થી વધુ રન બન્યા હતા. આ મેચમાં પણ બેટ્સમેનોનું શાનદાર પ્રદર્શન જોવા મળે તેવી સંભાવના છે. આવી સ્થિતિમાં બંને ટીમો વધારાના બોલર સાથે મેદાનમાં ઉતરવાનો નિર્ણય કરી શકે છે. પંજાબને આ જ મેદાન પર છેલ્લી મેચમાં દિલ્હી સામે 15 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પંજાબ માટે લિયામ લિવિંગસ્ટને 94 રનની ઇનિંગ રમી હતી, પરંતુ ટીમના બોલરોએ પોતાના પ્રદર્શનથી બધાને નિરાશ કર્યા હતા.
E̶l̶ C̶l̶a̶s̶i̶c̶o̶ 𝐄𝐥𝐥𝐢𝐬 𝐂𝐥𝐚𝐬𝐢𝐜𝐨 ✅
— Punjab Kings (@PunjabKingsIPL) May 19, 2023
Manifesting another Ellismania against the Royals 🤞🏻#PBKSvRR #JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings #TATAIPL pic.twitter.com/UoZ9iEtZaW
રાજસ્થાન રોયલ્સને તેની છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા 112 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં રાજસ્થાન માત્ર 59 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આવી સ્થિતિમાં તેની પ્લેઇંગ ઇલેવનમાં કેટલાક મોટા ફેરફાર જોવા મળી શકે છે.
પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, અથર્વ તાયડે, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરન, હરપ્રીત બ્રાર, રાહુલ ચહર, કગીસો રબાડા, અર્શદીપ સિંહ.
રાજસ્થાન રોયલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન
યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન, જો રૂટ, શિમરોન હેટમાયર, ધ્રુવ ઝુરેલ, રવિચંદ્રન અશ્વિન, સંદીપ શર્મા, કેએમ આસિફ, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ.
IPL 2023 Points Table: હૈદરાબાદને હરાવીને ટોપ-4માં પહોંચી બેગ્લોર, જાણો હવે શું છે પ્લે ઓફનું ગણિત ?
IPL Points Table: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું છે. આ જીત બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર પહોંચી ગયું છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ પાંચમા નંબરે સરકી ગઈ છે. જો કે, ગુજરાત ટાઇટન્સ સિવાય ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પ્રથમ ટોપ-3 ટીમોમાં યથાવત છે, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીત બાદ પ્લે ઓફની રેસ રસપ્રદ બની છે. ગુજરાત ટાઇટન્સ 13 મેચમાં 18 પોઈન્ટ સાથે ટોપ પર છે.
પોઈન્ટ ટેબલનું સમીકરણ કેટલું બદલાયું છે?
ગુજરાત ટાઇટન્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ 13 મેચમાં 15 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. લખનઉ સુપર જાયન્ટ્સના 13 મેચમાં 15 પોઈન્ટ છે. હવે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 14-14 પોઈન્ટ છે, પરંતુ વધુ સારા નેટ રન રેટને કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચોથા નંબર પર છે