IPL 2022, PBKS vs RR: આજે રાજસ્થાન અને પંજાબ કિંગ્સ ટકરાશે, જાણો અત્યાર સુધીના રેકોર્ડ્સ?
રાજસ્થાનની ટીમ આ મેચ જીતીને ટોપ-2માં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આ સીઝનમાં પહેલીવાર પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ શનિવારે ટકરાશે. બંન્ને ટીમોનું અત્યાર સુધીનું પ્રદર્શન સારુ રહ્યું છે.રાજસ્થાન રોયલ્સ શાનદાર ફોર્મમાં છે અને પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. રાજસ્થાનની ટીમ આ મેચ જીતીને ટોપ-2માં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે.
પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ IPLના ઈતિહાસમાં કુલ 23 વખત સામસામે ટકરાયા છે. જેમાં રાજસ્થાનનું પલડુ ભારે રહ્યું છે. તેણે 13 મેચ જીતી છે. તો પંજાબ કિંગ્સની ટીમ 10 મેચ જીતવામાં સફળ રહી છે.
IPL 2022માં બંને ટીમોનું પ્રદર્શન
હાલમાં રાજસ્થાન રોયલ્સ IPL 2022 માં પોઈન્ટ ટેબલમાં 10 મેચમાં 6 જીત અને 4 હાર સાથે ત્રીજા સ્થાને છે. પંજાબ કિંગ્સ વર્તમાન સિઝનમાં 10 માંથી 5 જીત અને 5 હાર સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. પંજાબ કિંગ્સે તેની છેલ્લી મેચ ગુજરાત ટાઇટન્સ સામે રમી હતી જ્યાં તેણે 8 વિકેટે મેચ જીતી હતી.
પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
મયંક અગ્રવાલ, જોની બેયરસ્ટો, શિખર ધવન, લિયામ લિવિંગસ્ટોન, જિતેશ શર્મા, ભાનુકા રાજપક્ષે, ઋષિ ધવન, કગિસો રબાડા, સંદીપ શર્મા, રાહુલ ચહર અને અર્શદીપ સિંહ
રાજસ્થાન રોયલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
સંજૂ સૈમસન, જોસ બટલર, દેવદત્ત પડીક્કલ, શિમરોન હેટમેર, રિયાન પરાગ, ટ્રેન્ડ બોલ્ટ, કરુણ નાયર, યુઝર્વેન્દ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ સેન
Sri Lanka Emergency: શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ, રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કરી જાહેરાત
kim Sharma-Leander Paes: લિએન્ડર પેસ અને અભિનેત્રી કિમ શર્મા ટૂંક સમયમાં લગ્ન કરે તેવી શક્યતા ?