kim Sharma-Leander Paes: લિએન્ડર પેસ અને અભિનેત્રી કિમ શર્મા ટૂંક સમયમાં લગ્ન કરે તેવી શક્યતા ?
ભારતનો ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ ટૂંક સમયમાં બોલિવૂડ અભિનેત્રી કિમ શર્મા સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે.
Kim sharma-Leander Paes: ભારતનો ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ ટૂંક સમયમાં બોલિવૂડ અભિનેત્રી કિમ શર્મા સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર સમાચાર સામે આવી રહ્યા છે કે બંને જલ્દી કોર્ટ મેરેજ કરવા જઈ રહ્યા છે. આ માટે બંનેના માતા-પિતા મુંબઈ આવી ગયા હતા. બંને માતા-પિતા કીમના બાંદ્રા સ્થિત ઘરે ભેગા થયા હતા. તે જ સમયે, નિર્ણય લેવામાં આવ્યો કે ટૂંક સમયમાં બંનેના સંબંધોને અંતિમ તબક્કામાં લઈ જવામાં આવે. એટલે કે બંનેના લગ્નના બંધનમાં બંધાશે. જેના માટે કોર્ટ મેરેજનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પહેલા પણ કિમ અને લિએન્ડરના પેરેન્ટ્સ ગયા વર્ષે એકબીજાને મળ્યા હતા. જે બાદ સૌએ સાથે મળીને નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. તે જ સમયે, બંનેની તસવીર સોશિયલ મીડિયા પર સાથે જોવા મળી રહી છે. જે બાદ ચાહકોના સવાલો ઉભા થવાના જ છે. લિએન્ડર અને કિમના ચાહકો ઈચ્છે છે કે બંને જલ્દી લગ્ન કરે. હવે જોવાનું એ રહે છે કે બંને કોર્ટ મેરેજ કરીને ચાહકોના સવાલોના જવાબ આપી શકશે કે કેમ.
કિમ શર્માના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેણીએ વર્ષ 2000 માં યશ રાજ બેનરની ફિલ્મ મોહબ્બતેથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેણે તુમસે અચ્છા કૌન હૈ ઝિંદગી રોક્સ, મની હૈ તો હની હૈ સહિતની અન્ય ફિલ્મો કરી છે. હાલમાં કિમ ઘણા સમયથી બોલિવૂડથી દૂર છે.
આ પણ વાંચો.............
રવિવારથી ગરમીનો વધુ એક રાઉન્ડ, છ દિવસ આકરો તાપ પડવાની આગાહી
Chardham Yatra 2022: કેદારનાથ ધામના કપાટ આજથી ખુલ્યા, એક દિવસમાં 12 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે
મોંઘવારીનો માર: નહાવાના સાબુથી લઈ ક્રીમ-પાઉડર થયા મોંઘા, આ કંપનીએ પ્રોડક્ટના ભાવમાં કર્યો વધારો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે PGVCLના દરોડા, લાખોની વીજ ચોરી ઝડપાઈ
ક્ષત્રિય સમાજમાં ભારે દબદબો ધરાવતા આ ઠાકોર સાહેબ ભાજપમાં જોડાશે
નરેશ પટેલ બાદ હાર્દિક પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું