IPL 2022: દિલ્હી અને કોલકાતા વચ્ચેની મેચમાં આ મિસ્ટ્રી ગર્લે લૂટી મહેફિલ, લોકોએ આપી આવી પ્રતિક્રિયા
IPL એક એવી ટૂર્નામેન્ટ છે જેમાં રોમાંચક મેચમાં ન માત્ર ખેલાડી પરંતુ કેટલાક દર્શકો પણ સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. રવિવારે દિલ્હી કેપિટલ્સની મેચ કોલકાતા નાઈટ રાઈટર્સ સાથે હતી.
IPL 2022: IPL એક એવી ટૂર્નામેન્ટ છે જેમાં રોમાંચક મેચમાં ન માત્ર ખેલાડી પરંતુ કેટલાક દર્શકો પણ સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. રવિવારે દિલ્હી કેપિટલ્સની મેચ કોલકાતા નાઈટ રાઈટર્સ સાથે હતી. આ મેચમાં સારુ પ્રદર્શન કરતા દિલ્હીએ 44 રનથી મેચ જીતી લીધી. આ મેચ દરમિયાન કેમેરામેને સ્ટેડિયમમાં બેઠેલી એક સુદર છોકરી પર ફોકસ કર્યું હતું જેની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહી છે. તેને લઈને ટ્વિટર પર લોકો વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે અને તેને મિસ્ટ્રી ગર્લ કરી રહ્યા છે.
Who's She 😂
— VK18™🇱🇰ᅠᅠᅠᅠᅠᅠᅠᅠ (@vk18fansl) April 10, 2022
Cameraman Constantly Showing Her pic.twitter.com/BJWePAIAbX
આ મેચ ખુબ રોમાંચક રહી હતી અને જ્યારે કેમેરામેને આ છોકરી પર ફોકસ કર્યું અને જોત જોતામાં સોશિયલ મીડિયા પર સનસની મચી ગઈ. કેટલાક લોકોએ આ છોકરીની સુંદરતાના વખાણ કર્યા તો કેટલાક લોકોએ કેમેરામેનને તેના માટે ધન્યવાદ કહ્યો. જો કે આ પહેલીવાર નથી જ્યારે આઈપીએલ દરમિયાન કોઈ છોકરીની તસવીરો વાઈરલ થઈ હોય. આની પહેલા પણ આઈપીએલ મેચ દરમિયાન ઘણી છોકરીઓની તસવીરો વાયરલ થઈ ચૂકી છે.
Love you Cameraman 🥰❤#IPL2022 #KKRvsDC pic.twitter.com/8cikKRxf6q
— Dinesh Lilawat (@ImDsL45) April 10, 2022
મેચ બાદ અનેક લોકોએ આ છોકરીની તસવીર ટ્વિટર પર શેર કરી છે અને અલગ અલગ પ્રકારના રિએક્શન આપ્યા છે. જો કે હજી સુધી એ જાણવા નથી મળ્યું કે આ મિસ્ટ્રી ગર્લ કોણ છે, જો કે જે પણ હોય હાલમાં તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઘૂમ મચાવી રહી છે.
Action Reaction#IPL2022 #KKRvsDC pic.twitter.com/iQ4gU5fln7
— CRICKET🏏 (@AbdullahNeaz) April 10, 2022
આઈપીએલમાં રવિવારે બપોરે યોજાયેલી કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્લી કેપિટલ્સની મેચમાં દિલ્લી કેપિટલ્સનો શાનદાર વિજય થયો હતો. દિલ્લીએ શરુઆતમાં બેટિંગ કરતાં 215 રનનો સ્કોર ખડકી દીધો હતો. જ્યારે આ સ્કોરનો પીછો કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 171 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી. આજની મેચમાં કુલદીપ યાદવે પોતાની શાનદાર બોલિંગથી કોલકાતાની 4 વિકેટ ઝડપી હતી.