શોધખોળ કરો

IPL 2025: અમદાવાદમાં રમાનારી IPL ફાઈનલ મેચમાં વરસાદનું સંકટ, જાણો શું છે આગાહી 

IPL સિઝન 18ની ફાઇનલ મેચ 3 જૂન મંગળવારના દિવસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે.  જે જીતનાર ટીમ માટે પ્રથમ IPL ટાઇટલ હશે.

અમદાવાદ :  IPL સિઝન 18ની ફાઇનલ મેચ 3 જૂન મંગળવારના દિવસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે.  જે જીતનાર ટીમ માટે પ્રથમ IPL ટાઇટલ હશે. RCB એ ક્વૉલિફાયર-1 માં પંજાબને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યારે પંજાબે બીજા ક્વૉલિફાયરમાં મુંબઈને હરાવ્યું હતું. IPL ફાઈનલનો મહા મુકાબલો અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આવતીકાલે 3 જૂને અમદાવાદમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આ ફાઈનલ મુકાબલામાં વરસાદનું સંકટ છે. 

ફાઈનલ મેચમાં વરસાદ વિલન બની શકે 

IPL ફાઈનલ મેચમાં વરસાદ વિલન બની શકે છે. હવામાન વિભાગે અમદાવાદમાં આવતીકાલે વરસાદની આગાહી કરી છે. અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે IPL 2025ની ફાઈનલ મેચ રમાવાની છે.  અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે

IPL 2025 ની ફાઇનલ 3 જૂને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. જો વરસાદ અથવા કોઈપણ કારણોસર મેચ રદ જાહેર કરવામાં આવે છે તો ફાઇનલ મેચ 4 જૂને યોજાશે. કારણ કે નિયમો મુજબ, 4 જૂનને ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. વરસાદને કારણે જો આઈપીએલ 2025ની ફાઈનલ મેચ ન રમાય તો બીજા દિવસે એટલે કે 4 જૂનના રોજ ફાઈનલ મેચ રમાશે. 

IPL ફાઇનલ કેટલા વાગ્યે શરૂ થશે ? 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ પંજાબ કિંગ્સ IPL ફાઇનલ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, ટોસ સાંજે 7 વાગ્યે થશે.

RCB vs PBKS IPL ફાઇનલ સ્થળ 

IPL ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.

આરસીબી વિરુદ્ધ પીબીકેએસ ફાઇનલ મેચનું લાઇવ પ્રસારણ ક્યાં થશે ?
સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ એચડી.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પીચ રિપોર્ટ

આઈપીએલની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મંગળવારે અહીં વરસાદની શક્યતા છે. આવી સ્થિતિમાં, પીચ બેટ્સમેન માટે મદદરૂપ થશે, અહીં પહેલા બેટિંગ કરનારી ટીમે લગભગ 220 રન બનાવવા પડશે, પછી તે કઠિન લડાઈ આપી શકશે. 200 રનનો લક્ષ્યાંક હાંસલ કરવો અહીં બહુ મુશ્કેલ નહીં હોય. અહીં બોલ બેટ પર સારી રીતે આવે છે, જો મેચ પહેલા વરસાદ પડે તો તે બોલરો માટે વધુ પડકારો ઉભા કરશે. ટોસ જીતનાર કેપ્ટને અહીં પહેલા બોલિંગ કરવી જોઈએ. ઝડપી બોલરોની સરખામણીમાં સ્પિનરોને અહીં ફાયદો મળી શકે છે, જો પવન ઝડપથી ફૂંકાય તો તે બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Embed widget