Video: રિયાને મેદાન પર દરિયાદિલી બતાવી, પરંતુ હર્ષલ પટેલ ફરીથી કરી નાંખ્યુ રિયાનનુ અપમાન, વીડિયો વાયરલ
મેચ બાદ રિયાને દરિયાદિલી બતાવી પરંતુ હર્ષલ પટેલે ફરીથી કર્યુ અપમાન, એવુ તે શું કર્યુ કે વીડિયો થયો વાયરલ
IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં ગઇકાલે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે શાનદાર મેચ જોવા મળી, લૉ સ્કૉરિંગ મેચમાં અંતે આરસીબીની 29 રન હાર થઇ હતી, પરંતુ આ બધાની વચ્ચે એક મોટો ઝઘડો મેદાન પર જોવા મળ્યો. ખરેખરમાં, રાજસ્થાનના રિયાન પરાગે શાનદાર બેટિંગ કરતા આરસીબીના બૉલર હર્ષલ પટેલની ધુલાઇ કરી દીધી તો તે રિયાન પરાગ પર નારાજ થઇ ગયો અને મેદાનમાં જ ઝઘડો કરવા લાગ્યો હતો. જોકે, આ ઝઘડો મેચ બાદ પણ ફરી એકવાર મેદાન પર જોવા મળ્યો હતો. મેચ દરમિયાન હર્ષલ પટેલ અને રિયાન પરાગ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ લડાઈની અસર મેચના અંત સુધી રહી હતી.
મેચ પુરી થયા પછી જ્યારે બધા એકબીજા સાથે હાથ મિલાવતા હતા ત્યારે પટેલે પરાગને છોડી દીધો હતો. રિયાન પરાગે ખેલદિલીની ભાવનાથી હર્ષલ સામે હાથ મિલાવવા માટે હાથ લંબાવ્યો પરંતુ, હર્ષલે મનમાં ગુસ્સો રાખીને રિયાનને અવૉઇડ કર્યો હતો, અને હાથ મિલાવ્યા વિના જ આગળ નીકળી ગયો હતો, આ સમગ્ર દ્રશ્ય રિયાન પરાગ ઉભા ઉભા જોતો જ રહી ગયો હતો. આ રીતે હર્ષલે બીજી વખતે મેચ પુરી થયા બાદ રિયાનનુ તમામ ખેલાડીઓની વચ્ચે અપમાન કર્યુ હતુ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
Immature Harshal Patel did not shake hands with 20 year old Riyan Parag. It’s such a shameful act 👎#HarshalPatel 😂😂👎👎🤭🤭#IPL2022 #RCBvRR pic.twitter.com/LrE2eEQFme
— Yash Jain (@Yashjain_1008) April 27, 2022
મેચ દરમિયાન આરસીબીની છેલ્લી વિકેટ ત્યારે પડી જ્યારે હર્ષલ પટેલ 20મી ઓવરના ત્રીજા બોલ પર કુલદીપ સેનની બોલ પર રિયાન પરાગના હાથે કેચ આઉટ થયો હતો. દર વખતની જેમ પરાગે આ કેચ અને ટીમની જીતની ઉજવણી પોતાની સ્ટાઈલમાં કરી હતી, જોકે પટેલ તેનાથી ખુબ ગુસ્સે ભરાયો હતો.
Harshal patel and riyan parag fight from stadium#riyanparag #harshalpatel #ipl #RRVSRCB #rcbvsrr #pune pic.twitter.com/2ICjMqO84O
— Jayesh #Rinku Stan acc (@Jayesh_2009) April 26, 2022
આ પણ વાંચો........
Surya Grahan 2022 : 30 એપ્રિલે થઇ રહ્યું છે સૂર્યગ્રહણ, ગર્ભવતી મહિલાઓ આ વાતોનું રાખવું પડશે ધ્યાન
Panchak April 2022 : ખૂબ જ વિશેષ યોગ થઇ રહ્યો છે સમાપ્ત, સમાપનનો સમય અને દિવસ જાણી લો
ગુજરાતના આ મહાનગરની 7 ગુજરાતી શાળાઓને વાગી શકે છે તાળા, જાણો વિગત
Corona Cases Today: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં આવ્યો ઉછાળો, જાણો શું છે સ્થિતિ