(Source: ECI/ABP News/ABP Majha)
IPL Auction 2023: ટ્રૉફી જીતવા માટે આ ખાસ રણનીતિ અપનાવશે RCB, આ ખેલાડીઓ પર લગાવશે દાવ, જાણો
ટીમે એકવાર પણ ટ્રૉફી જીતી નથી, દરેક વાર ટીમને ખાસ મોકા પર માત મળે છે, મજબૂત બેટિંગ અને બૉલિંગ હોવા છતાં ફાઇનલ સુધી પહોંચીને જીત મેળવવામાં સફળ રહી શકતી નથી
IPL Auction 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે પુરજોશમાં તૈયારી શરૂ થઇ ચૂકી છે. આઇપીએલ 2023 (IPL 2023) માટે તમામ ટીમો તૈયારીમાં છે, આમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (RCB) આ વખતે એક ખાસ રણનીતિની સાથે મેદાનમાં ઉતરતી દેખાઇ શકે છે. ટીમે અત્યાર સુધી એકવાર પણ ટ્રૉફી જીતી નથી, દરેક વાર ટીમને ખાસ મોકા પર માત મળે છે, મજબૂત બેટિંગ અને બૉલિંગ હોવા છતાં ફાઇનલ સુધી પહોંચીને જીત મેળવવામાં સફળ રહી શકતી નથી.
પરંતુ આ વખતે ટીમે મિની ઓક્શન પહેલા માત્ર પાંચ ખેલાડીઓને જ રિલીઝ કર્યા છે, ટીમને અત્યારે 9 ખેલાડીઓની જરૂર છે આમાં 7 ભારતીય અને 2 વિદેશી ખેલાડી છે.
આવી છે હાલની આરસીબીની સ્ક્વૉડ -
ફાક ડૂ પ્લેસીસ (કેપ્ટન), શાહબાઝ અહેમદ, ફિન એલન, આકાશ દીપ, વાનિન્દુ હસરંગા, જોશ હેઝલવુડ, દિનેશ કાર્તિક, સિદ્વાર્થ કૌલ, વિરાટ કોહલી, મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, હર્ષલ પટેલ, રજત પાટીદાર, સુયશ પ્રભુદેસાઇ, અનુત રાવત, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, ડેવિડ વિલી.
આ ખેલાડીઓને કર્યા રિલીઝ -
જેશ બેહરનડૉર્ફ (ટ્રેડેડ), શેરફેન રદરફૉર્ડ, ચામા મિલિન્દ, અનેશ્વર ગૌતમ, લવનિથ સિસોદિયા.
આ ખેલાડીઓ પર લગાવશે બોલી-
ટીમ આ સિઝન બૉલિંગ પર વધુ ફોકસ કરવા માંગશે, 23 ડિસેમ્બરે યોજનાનારા મિની ઓક્શન માટે ટીમની પાસે 8.75 કરોડ રૂપિયાનુ પર્સ વેલ્યૂ અવેલેબલ છે. ટીમને આ રકમમાં 9 ખેલાડી ખરીદવાના છે. આમાં બે વિદેશી ખેલાડીઓમાં આરસીબી સૌથી પહેલા આફ્રિકન ફાસ્ટ બૉલર વેન પાર્નેલને પોતાની ટીમમાં સામેલ કરવા કોશિશ કરશે. ઓક્શન માટે પાર્નેલની બેઝ પ્રાઇસ 75 લાખ રૂપિયા છે. આ ઉપરાંત ટીમ ઇંગ્લેન્ડના સ્પીનર આદિલ રાશિદને ટીમમાં એક ઓપ્શન તરીકે જોવા માંગશે. 2 કરોડની બેઝ પ્રાઇસ વાળા આદિલ રાશિદે ટી20 વર્લ્ડકપમાં શાનદાર બૉલિંગ કરી હતી.
કઈ ટીમના પર્સમાં કેટલી કિંમત છે ?
આ મીની હરાજીમાં, ટીમો ખેલાડીઓ પર તેમની બાકીની કિંમત અનુસાર બોલી લગાવશે. આમાં સનરાઈઝર્સ હૈદરાબાદના પર્સની કિંમત સૌથી વધુ 42.25 કરોડ છે. તે જ સમયે, કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે સૌથી ઓછી કિંમત 7.05 કરોડ છે. આવી સ્થિતિમાં, સનરાઇઝર્સ હૈદરાબાદ બાકીની ટીમો કરતાં ખેલાડીઓ પર વધુ સારી બોલી લગાવી શકે છે. આવી અન્ય ટીમોની પર્સ વેલ્યુ છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ - રૂ. 42.25 કરોડ
પંજાબ કિંગ્સ - રૂ. 32.20 કરોડ.
લખનઉ સુપરજાયન્ટ્સ - રૂ. 23.35 કરોડ.
મુંબઈ ઈન્ડિયન્સ - રૂ. 20.55 કરોડ.
ચેન્નાઈ સુપર કિંગ્સ - રૂ. 20.45 કરોડ.
દિલ્હી કેપિટલ્સ - રૂ. 19.45 કરોડ.
ગુજરાત ટાઇટન્સ - રૂ. 19.25 કરોડ.
રાજસ્થાન રોયલ્સ - રૂ. 13.20 કરોડ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - રૂ 8.75 કરોડ.
કોલકાતા નાઈટ રાઈડર્સ - રૂ. 7.05 કરોડ.