IPL 2025: RCBના કેપ્ટન રજત પાટીદારની ભૂલ પર વિરાટ કોહલી થયો ગુસ્સે, વીડિયો થયો વાયરલ
ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025માં ગયા ગુરુવારે RCB ને તેના જ ઘરઆંગણે કારમી હારનો સામનો કરવો પડ્યો.

Virat Kohli Angry Reaction Rajat Patidar: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025માં ગયા ગુરુવારે RCB ને તેના જ ઘરઆંગણે કારમી હારનો સામનો કરવો પડ્યો. દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 6 વિકેટે હરાવ્યું હતું. બેંગ્લોર 164 રનના લક્ષ્યાંકનો બચાવ કરવા ઉતર્યું હતું અને તેના જવાબમાં તેમની શરૂઆત પણ સારી રહી હતી કારણ કે દિલ્હીએ ૩૦ રનના સ્કોર પર ૩ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ કેએલ રાહુલની અણનમ 93 રનની ઇનિંગ આરસીબી ટીમ માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ હતી. આ હાર બાદ એક વીડિયો સામે આવ્યો છે જેમાં વિરાટ કોહલી દિનેશ કાર્તિક સાથે ગુસ્સામાં વાત કરતો જોવા મળી રહ્યો છે. આના કારણે એવી અફવાઓ ફેલાઈ ગઈ છે કે RCB ટીમમાં બધુ બરાબર નથી.
True. He had a long discussion with DK...then he spoke with Bhuvi .. he didn't even join the group while the last strategic time out.
— KC (@chakriMsrk) April 10, 2025
He was not happy with something for sure.
Video credit: @JioHotstar pic.twitter.com/0pAXuDWP0w
વિરાટ કોહલી ગુસ્સે થયો
આ વીડિયો દિલ્હી કેપિટલ્સની ઇનિંગની 16મી ઓવરનો છે. કેએલ રાહુલે આક્રમક રીતે શોટ મારવાનું શરૂ કર્યું, પછી વિરાટ કોહલી આરસીબીના બેટિંગ કોચ દિનેશ કાર્તિક સાથે ગુસ્સામાં વાત કરતો જોવા મળ્યો હતો. આ વીડિયોથી એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે કોહલી બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારથી ખુશ નથી. હિન્દી કોમેન્ટ્રી દરમિયાન, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો આકાશ ચોપરા અને વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે જો વિરાટ કોઈપણ નિર્ણયથી નાખુશ છે, તો તેણે તેના વિશે કેપ્ટન પાટીદાર સાથે વાત કરવી જોઈએ.
એક ચાહકે સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે મેદાન પર લેવામાં આવેલા કેટલાક નિર્ણયોને કારણે વિરાટ કોહલીએ માત્ર દિનેશ કાર્તિક જ નહીં પરંતુ ભુવનેશ્વર કુમાર સાથે પણ વાત કરી હતી. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વિરાટ કેમ ગુસ્સે દેખાતો હતો.
દિલ્હી કેપિટલ્સની જીતનો હીરો કેએલ રાહુલ બન્યો હતો. તેણે 53 બોલમાં 93 રનની શાનદાર ઇનિંગ રમી, જે દરમિયાન તેણે 7 ચોગ્ગા અને 6 છગ્ગા પણ ફટકાર્યા હતા. રાહુલે અત્યાર સુધી 3 મેચમાં 195 રન કર્યા હતા.




















