IPL 2022: રોહિત, બુમરાહ અને પોલાર્ડ વિશે વીરેન્દ્ર સહેવાગે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
IPL 2022માં આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચ પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે મોટું નિવેદન આપ્યું હતું.
IPL 2022નો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં 50 મેચ રમાઈ છે અને કોઈ ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકી નથી. જો કે, ગુજરાત ટાઇટન્સને ટોપ ચારમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે માત્ર એક જીતની જરૂર છે. આ સિવાય લખનઉ સુપર જાયન્ટ્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્લેઓફમાં પહોંચવાની જંગ ચાલી રહી છે.
બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ અન્ય ટીમોની રમત બગાડી શકે છે. દરમિયાન આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સની ટીમો આમને-સામને થશે. આ મેચ પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે મોટું નિવેદન આપ્યું છે.
મુંબઈ પાસે હવે ગુમાવવા માટે કંઈ નથીઃ સેહવાગ
વીરેન્દ્ર સેહવાગે મુંબઈ અને ગુજરાત વચ્ચેની મેચ વિશે કહ્યું કે આ મેચમાં તમામ મોટા ખેલાડીઓને આરામ મળવો જોઈએ. મુંબઈએ રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને કિરન પોલાર્ડને આરામ આપવો જોઈએ. એક ક્રિકેટ વેબસાઈટ સાથે વાત કરતા સેહવાગે કહ્યું, "હવે સમય આવી ગયો છે કે મુંબઈના તેમના તમામ સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવે. તેમની પાસે હવે ગુમાવવા માટે કંઈ નથી. તેમણે હવે આગામી સિઝન માટે બેન્ચ સ્ટ્રેન્થ બનાવવી પડશે.."
તમને જણાવી દઈએ કે IPL 2022 પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ માટે દુઃસ્વપ્ન જેવું સાબિત થયું છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં મુંબઈએ કુલ 9 મેચ રમી છે. આ દરમિયાન તેને આઠ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. મુંબઈનો નેટ રન રેટ -0.836 છે.
પિતા અને ભાઈને ગુમાવ્યા બાદ પણ હિંમત ન હાર્યો આ ગુજરાતી ક્રિકેટર
ગુજરાતી ક્રિકેટર ચેતન સાકરિયાએ આઈપીએલ 2022માં શાનદાર પ્રદર્શન કર્યું છે. દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા સાકરિયાની બોલિંગની દરેક લોકો પ્રશંસા કરી રહ્યા છે. નોંધનિય છે કે ગયા વર્ષે ચેતન સાકરિયાએ તેના પિતા અને ભાઈ ગુમાવ્યા હતા.આઈપીએલની પોતાની પહેલી જ સિઝનમાં રાજસ્થાન તરફથી રમતા ચેતને 14 વિકેટ ઝડપીને પોતાની કાબેલિયત સાબિત કરી દીધી હતી. આ ઉપરાંત 2021માં પણ આઈપીએલમાં ચેતને પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા.