શોધખોળ કરો

SRH vs PBKS: આવતીકાલે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર, જાણો બંન્ને ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન?

હૈદરાબાદની ટીમે અત્યાર સુધીમાં બે મેચ રમી છે અને બંનેમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે

IPL 2023 SRH vs PBKS:  ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 14મી મેચ 9મી એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. સતત 2 મેચ જીત્યા બાદ પંજાબ કિંગ્સની ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે. આવી સ્થિતિમાં શિખર ધવનની ટીમ જીતની હેટ્રિક ફટકારવા ઈચ્છશે. પંજાબ કિંગ્સે પોતાની પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 7 રનથી હરાવ્યું હતું. બીજી મેચમાં રાજસ્થાન રોયલ્સનો 5 રને પરાજય થયો હતો.

જ્યારે IPL 2023માં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમની જીતનું ખાતું પણ ખુલ્યું નથી. હૈદરાબાદની ટીમે અત્યાર સુધીમાં બે મેચ રમી છે અને બંનેમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. હૈદરાબાદને પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સે હરાવ્યું હતું. જ્યારે બીજી મેચમાં તેને લખનઉ સુપર જાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

પિચ રિપોર્ટ

હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમની પીચ બેટ્સમેનોને અનુકૂળ છે. જેમ જેમ મેચ આગળ વધે છે તેમ સ્પિનરો અહીં અસરકારક સાબિત થાય છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનારી ટીમ ફાયદામાં રહેશે.

IPL 2023માં બંને ટીમોએ પોતાના અભિયાનની શરૂઆત કરી દીધી છે. સનરાઇઝર્સ હૈદરાબાદની જીતનું ખાતું હજુ ખોલવાનું બાકી છે. પંજાબ કિંગ્સની ટીમ આ સીઝનમાં બંન્ને મેચ જીતવામાં સફળ રહી હતી. રવિવારે પંજાબ કિંગ્સ સામેની આ મેચમાં સનરાઈઝર્સ સામે યોગ્ય ટીમ કોમ્બિનેશન પસંદ કરવાનો પડકાર હશે.

સનરાઇઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઇંગ 11

એડન માર્કરામ, મયંક અગ્રવાલ, અનમોલપ્રીત સિંહ, રાહુલ ત્રિપાઠી, હેરી બ્રુક, વોશિંગ્ટન સુંદર, અબ્દુલ સમદ, ટી.નટરાજન, ભૂવનેશ્વર કુમાર, ઉમરાન મલિક, આદિલ રશીદ

પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઇંગ 11

શિખર ધવન, પ્રભસિમરન સિંહ, ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, સેમ કરન, સિકંદર રઝા, નાથન એલિસ, હરપ્રીત બ્રાર, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.

RR vs DC, Match Highlights:દિલ્હી કેપિટલ્સની સતત ત્રીજી હાર, રાજસ્થાન રોયલ્સે 57 રનથી હરાવ્યું

RR vs DC IPL 2023: ઇન્ડિયન પ્રિમિયર લીગની 16મી સિઝનની 11મી લીગ મેચમાં રાજસ્થાન રોયલ્સએ દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં ટીમે 57 રનથી મેચ જીતી હતી. આ સાથે તેણે સીઝનની બીજી જીત નોંધાવી હતી. 200 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સ ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 142 રન જ બનાવી શકી હતી. રાજસ્થાન તરફથી ટ્રેન્ટ બોલ્ટ અને યુઝર્વેન્દ્ર ચહલે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સીઝનમાં દિલ્હીની આ સતત ત્રીજી હાર છે.

200 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સ ટીમની આ મેચમાં ખૂબ જ ખરાબ શરૂઆત થઈ હતી. પહેલી જ ઓવરમાં રાજસ્થાનના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે ત્રીજા અને ચોથા બોલ પર પૃથ્વી શો અને મનીષ પાંડેને આઉટ કરી દિલ્હીને બે ઝટકા આપ્યા હતા. આ પછી દિલ્હીમાં ડેવિડ વોર્નર અને રિલી રુસો વચ્ચે ત્રીજી વિકેટ માટે 36 રનની ભાગીદારી જોવા મળી હતી. રુસો 14 રન બનાવી આઉટ થયો હતો.

જ્યારે દિલ્હી કેપિટલ્સની ટીમ પ્રથમ 6 ઓવરમાં માત્ર 38 રન જ બનાવી શકી હતી. તેણે 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી વોર્નર અને લલિત યાદવ વચ્ચે ચોથી વિકેટ માટે 44 બોલમાં 64 રનની ભાગીદારી કરી હતી. પરંતુ લલિત 38 રન બનાવીને પરત ફર્યો હતો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી
Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
Embed widget