શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IPLની શરૂઆતમાં જ સુનિલ ગાવસ્કરની ભવિષ્યવાણી, ભારતીય કેપ્ટનવાળી આ ટીમ જ જીતશે IPL 2022 ટ્રૉફી

યુટ્યૂબ ચેનલ સાથેની વાતચીતમાં ગાવસ્કરે કહ્યું કે, ઋષભ પંતને ગઇ સિઝનમાં કેપ્ટનશીપનો અનુભવ મળ્યો છે, અને આ વખતે તે તેનો ભરપુર ઉપયોગ કરશે,

નવી દિલ્હીઃ ભારતીય મેદાનો પર ફરી એકવાર ઇન્ડિયન પ્રીમિયર લીગનો તામજામ દેખી શકાય છે. કોરોના કાળ બાદ ફરી એકવાર આઇપીએલ પોતાની ક્ષમતા સાથે 10 ટીમને રમી રહી છે. આ વખતે 8ને બદલે 10 ટીમો રમી રહી છે, અને ગત ચેમ્પીયન ચેન્નાઇ સુપર કિંગ્સ પહેલી મેચમાં હારી ગઇ છે, જોકે, આ પહેલા બધા વિચારી રહ્યાં હતા કે કઇ ટીમ આ વખતે આઇપીએલ 2022નો ખિતાબ જીતશે. પરંતુ પૂર્વ દિગ્ગજ અને પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરે મોટી ભવિષ્યવાણી કરી છે કે કઇ ટીમ આ વખતે ચેમ્પીયન બનશે.

ગાવસ્કરે આ એક યુટ્યૂબ ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું કે, દિલ્હી કેપિટલ્સ આ વખતે ચેમ્પીયન બનશે. ભારતીય ટીમનો યુવા ખેલાડી ઋષભ પંત આ ટીમની આગેવાની કરી રહ્યો છે, અને ગઇ સિઝનમાં ટીમને સેમિ ફાઇનલ સુધી પહોંચાડી ચૂક્યો છે. 

યુટ્યૂબ ચેનલ સાથેની વાતચીતમાં ગાવસ્કરે કહ્યું કે, ઋષભ પંતને ગઇ સિઝનમાં કેપ્ટનશીપનો અનુભવ મળ્યો છે, અને આ વખતે તે તેનો ભરપુર ઉપયોગ કરશે, તે ખુદ પણ શાનદાર ફોર્મમાં છે. ટીમ પણ પહેલાથી જ મજબૂત છે, એટલે હું કહી શકુ છે કે આ વખતે ઋષભ પંતની કેપ્ટનશીપમાં દિલ્હી કેપિટલ્સ આઇપીએલ 2022નો ખિતાબ જીતશે.  

દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન- 
પૃથ્વી શો, ટિમ સેફર્ટ, કેએસ ભરત/યશ ધૂલ, ઋષભ પંત, રોવમન પોવેલ, મનદીપ સિંહ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, ચેતન સાકરિયા, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ/કમલેશ નાગરકોટી.

IPLની શરૂઆતમાં જ સુનિલ ગાવસ્કરની ભવિષ્યવાણી, ભારતીય કેપ્ટનવાળી આ ટીમ જ જીતશે IPL 2022 ટ્રૉફી

દિલ્હી કેપિટલ્સે ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે - 
1 રિષભ પંત- 16 કરોડ રૂપિયામાં રિટેન
2 અક્ષર પટેલ- 9 કરોડ રૂપિયામાં રિટેન
3 પૃથ્વી શો- 7.50 કરોડ રૂપિયામાં રિટેન
4 એનરિક નોર્ત્યા- 6.50 કરોડ રૂપિયામાં રિટેન

પંજાબ કિંગ્સને ગાવસ્કરે ગણાવ નબળી ટીમ -
ભારતના પૂર્વ ઓપનર અને દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરને (Sunil Gavaskar) એક ટીમ માટે એવું લાગે છે કે, આ વખતે પણ તે ટીમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સુનીલ ગાવસ્કરને નથી લાગતું કે, આ ટીમ IPLનો ખિતાબ જીતવામાં સફળ થઈ શકશે. ગાવસ્કરને લાગે છે કે, આ ટીમમાં પ્રભાવશાળી ખેલાડીઓની કમી છે. જોકે તેમને એમ પણ લાગે છે કે, આ ટીમ કોઈ પણ વિરોધી ટીમની રમત ચોક્કસપણે બગાડી શકે છે પરંતુ કપ જીતવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે.

સુનીલ ગાવસ્કારે કહ્યું હતું કે, 'મને નથી લાગતુ કે પંજાબની ટીમમાં કોઈ પ્રભાવશાળી ખેલાડી છે જે ટીમને કપ જીતવામાં મદદ કરી શકે. જોકે ઘણી વખત આ વસ્તુઓનો ફાયદો પણ થાય છે કારણ કે, જ્યારે કોઈ ટીમ પાસેથી અપેક્ષા ન હોય ત્યારે તેમના પર કોઈ દબાણ નથી હોતું. દબાણ વગર રમવાથી પ્રદર્શન સુધરે છે અને આ કારણે પંજાબની ટીમ કદાચ બધાને આશ્ચર્યચકિત કરી દે પરંતુ તે કપ જીતે તેવું મને અત્યારથી નથી લાગી રહ્યું.'

પંજાબ કિંગ્સ ટીમઃ-
મયંક અગ્રવાલ, અર્શદીપ સિંહ, શિખર ધવન, કગીસો રબાડા, જોની બેયરસ્ટો, રાહુલ ચાહર, શાહરૂખ ખાન, હરપ્રીત બરાડ, પ્રભસિમરન સિંહ, જીતેશ શર્મા, ઈશાન પોરેલ, લિયામ લિવિંગસ્ટોન, ઓડિયન સ્મિથ, સંદીપ શર્મા, રાજ અંગદ બાવા, ઋષિ ધવન, પ્રેરક માંકડ, વૈભવ અરોડા, રિતિક ચેટર્જી, બલતેજ ઢાંડા, અંશ પટેલ, નાથન એલિસ, અથર્વ તાઈદે, ભાનુકા રાજપક્ષે, બેની હોવેલ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
Embed widget