IPL 2025: આ બહુ દુઃખદ છે ધોની, યુવાનો માટે જગ્યા ખાલી કરી દો, માહીની કેપ્ટનશિપમાં રમી ચૂકેલા ખેલાડીનું મોટું નિવેદન
IPL 2025: CSKના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલમાં ટીકાકારોના નિશાના પર છે. એક સમયે તેની કેપ્ટનશીપમાં રમી ચૂકેલા વસીમ જાફરે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે ધોનીએ યુવાનો જગ્યા ખાલી કરવી જોઇએ હવે તે એટલા પ્રભાવી નથી રહ્યાં.

IPL 2025:ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) IPL 2025માં મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. મોટા સુરમાઓથી ભરેલી ટીમ IPL પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે. પાંચ વખતની IPL વિજેતા CSKએ મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે જીત સાથે શરૂઆત કરી હતી પરંતુ બાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), રાજસ્થાન રોયલ્સ (RR) અને દિલ્હી કેપિટલ્સ (DC) સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પરાજયમાં એક વસ્તુ સમાન છે. CSK લક્ષ્યનો પીછો કરવામાં નિષ્ફળ રહી છે. ટીમના ટોપ ઓર્ડર બેટ્સમેનો સારું પ્રદર્શન કરી રહ્યા નથી. એમએસ ધોનીના બેટિંગ ઓર્ડર પર પણ સવાલો ઉઠી રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ઓપનર વસીમ જાફરનું માનવું છે કે જો ધોની સુકાની નથી કરી રહ્યો તો તેણે યુવાનોને તક આપવી જોઈએ.
ડીસી સામે 10મી ઓવરમાં ધોની બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં CSKના અડધા ખેલાડીઓ આઉટ થઈ ગયા હતા. ટીમને જીતવા માટે 52 બોલમાં 110 રનની જરૂર હતી. વિજય શંકર (54 બોલમાં 69) અને ધોની (26 બોલમાં 30) ઝડપથી રન બનાવી શક્યા ન હતા. DC એ 2010 પછી પ્રથમ વખત ચેન્નાઈમાં CSK ને હરાવ્યું. આ બધા માટે આશ્ચર્યજનક હતું. આ દરમિયાન ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયામાં રમી રહેલા પૂર્વ ઓપનર વસીમ જાફરે મોટું નિવેદન આપ્યું છે.
બેટિંગમાં CSKની નિષ્ફળતા બાદ વસીમ જાફરે કહ્યું કે, જો ધોની ટીમનો કેપ્ટન નથી અને આવી રીતે બેટિંગ કરતો રહેશે તો તેણે હવે યુવા ખેલાડીઓ માટે જગ્યા બનાવવી જોઈએ. તેણે એક નિવેદનમાં કહ્યું - હા, ધોનીની આવી બેટિંગ જોઈને થોડું દુઃખ થાય છે. તેણે આ જવાબ ત્યારે આપ્યો જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું, CSKના પૂર્વ કેપ્ટનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવો જોઈએ. જાફરે ધોનીના સંઘર્ષનું એ પણ કારણ બતાવ્યું કે તે હવે બગું ઓછી મેચ રમે છે. 43 વર્ષીય ધોનીએ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે તે માત્ર IPLમાં રમે છે.
જાફરે કહ્યું- સ્વાભાવિક છે કે, ધોની વધારે ક્રિકેટ નથી રમતા તેથી તે આવી બેટિંગ કરે છે. પરંતુ જ્યારે તમે 10 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હોય, ત્યારે ધોની પાસે બીજો કોઈ વિકલ્પ નથી (બેટિંગ કરવાનો) કારણ કે તેની પાછળ માત્ર અશ્વિન છે. એ જોઈને આનંદ થયો કે તે 7માં નંબર પર બેટિંગ કરવા આવ્યો. જાફરે કહ્યું કે CSK પાસે ધોનીના ફોર્મ કરતાં બીજી અનેક મોટી સમસ્યાઓ છે.
તેણે કહ્યું- સૌથી મોટી ચિંતા એ છે કે તમારો ટોપ ઓર્ડર રન નથી બનાવી રહ્યો. એવું લાગતું નથી કે તેઓ લક્ષ્યનો પીછો કરવાની દોડમાં છે. તેઓ છેલ્લી ગેમ 40 રનથી હારી ગયા, આ 25 રનથી. આ જૂની CSK નથી. જ્યારે પણ CSK કોઈ ખેલાડીને પસંદ કરે છે, ત્યારે તમે તેની પાસેથી સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખે છો. પરંતુ આ વખતે એવું થયું નથી, પછી તે ત્રિપાઠી હોય કે દીપક હુડ્ડા. તેઓ રંગમાં દેખાતા નથી. જાફરે આગળ કહ્યું- હું ચાહકો માટે દુઃખી છું. તેઓ મોટી સંખ્યામાં આવે છે. મેં CSKને ઘરઆંગણે આટલું ખરાબ રમતા ક્યારેય નથી જોઇ..




















