શોધખોળ કરો

IPL 2026: તિલક વર્માની તોફાની બેટિંગ, 45 બોલમાં સદી ફટકારીને MI માટે રચ્યો ઈતિહાસ

ગુજરાત ટાઇટન્સ સામે તિલકનો તરખાટ, 18 વર્ષ જૂના સનથ જયસૂર્યાના સૌથી ઝડપી સદીના રેકોર્ડની બરાબરી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • તિલક વર્માએ ગુજરાત ટાઇટન્સ સામે 45 બોલમાં સદી ફટકારી.
  • સનથ જયસૂર્યાના 18 વર્ષ જૂના રેકોર્ડની કરી બરાબરી.
  • શરૂઆતમાં ધીમી બેટિંગ બાદ તિલકે ઝડપી 82 રન બનાવ્યા.
  • હાર્દિક પંડ્યાનું ખરાબ ફોર્મ 15 રન સાથે ચાલુ રહ્યું.
  • તિલક વર્માએ માત્ર 45 બોલમાં સદી ફટકારી મુંબઈ ઈન્ડિયન્સ માટે સનથ જયસૂર્યાના 18 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી.
  • શરૂઆતમાં 22 બોલમાં માત્ર 19 રન બનાવનાર તિલકે ત્યારબાદના 23 બોલમાં 82 રન ઝૂડી કાઢ્યા હતા.
  • તે હવે જયસૂર્યા (45 બોલ) સાથે સંયુક્ત રીતે મુંબઈ માટે સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.
  • તિલકની વિસ્ફોટક બેટિંગના કારણે મુંબઈ ઈન્ડિયન્સે અંતિમ 6 ઓવરમાં 98 રનનો જંગી સ્કોર બનાવ્યો.
  • એક તરફ તિલકનું તોફાન હતું, તો બીજી તરફ કેપ્ટન હાર્દિક પંડ્યા ફરી ફ્લોપ રહ્યો અને 16 બોલમાં માત્ર 15 રન કરી શક્યો.

Tilak Varma fastest century MI: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના યુવા બેટ્સમેન તિલક વર્માએ પોતાની વિસ્ફોટક બેટિંગથી ઈતિહાસ રચી દીધો છે. ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં તિલકે માત્ર 45 બોલમાં પોતાની શાનદાર સદી પૂરી કરીને 18 વર્ષ જૂના એક મોટા રેકોર્ડની બરાબરી કરી લીધી છે. મુંબઈની શરૂઆત ખરાબ રહી હોવા છતાં, તિલકના આ તોફાનને કારણે ટીમે છેલ્લી ઓવરોમાં જંગી સ્કોર ખડકી દીધો હતો, જ્યારે બીજી તરફ કેપ્ટન હાર્દિક પંડ્યાનું ખરાબ ફોર્મ હજુ પણ યથાવત જોવા મળ્યું હતું.

સનથ જયસૂર્યાના રેકોર્ડની બરાબરી

તિલક વર્માએ પોતાની IPL કરિયરની આ પહેલી સદી ગુજરાત ટાઇટન્સ સામે ફટકારી છે. તેણે ઇનિંગના છેક છેલ્લા બોલ પર શાનદાર ચોગ્ગો લગાવીને માત્ર 45 બોલમાં 101 રન પૂરા કર્યા હતા. આ સાથે જ તેણે મુંબઈ ઈન્ડિયન્સ વતી સૌથી ઝડપી સદી ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ પહેલા છેક 2008 માં શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી સનથ જયસૂર્યાએ મુંબઈ માટે 45 બોલમાં સદી ફટકારી હતી. 18 વર્ષ બાદ હવે તિલક વર્માએ આ મોટું કારનામું કરી બતાવ્યું છે.

મુંબઈ ઈન્ડિયન્સ માટે અત્યાર સુધીની સૌથી ઝડપી સદી:

45 બોલ - તિલક વર્મા

45 બોલ - સનથ જયસૂર્યા

47 બોલ - કેમેરોન ગ્રીન

49 બોલ - સૂર્યકુમાર યાદવ

22 બોલમાં 19 રન અને પછી 23 બોલમાં 82 રન!

આ મેચમાં મુંબઈની શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી હતી. ટીમે માત્ર 44 રનના સ્કોર પર જ પોતાની 3 મોટી વિકેટ ગુમાવી દીધી હતી. શરૂઆતમાં તિલક વર્માએ પણ સાવચેતીથી બેટિંગ કરી અને ક્રીઝ પર સેટ થવામાં થોડો સમય લીધો. એક સમયે તે 22 બોલ રમીને માત્ર 19 રન પર હતો. પરંતુ ત્યારબાદ તેણે એવો ગિયર બદલ્યો કે બોલરોના હોશ ઉડી ગયા. તેણે પછીના 23 બોલમાં જ 82 રન ઝૂડી કાઢ્યા!

14 ઓવરના અંતે મુંબઈનો સ્કોર 103 રન હતો, પણ તિલકની આ વિસ્ફોટક ઈનિંગના પ્રતાપે ટીમે છેલ્લી 6 ઓવરમાં 98 રન બોર્ડ પર લગાવી દીધા હતા. બીજી તરફ, કેપ્ટન હાર્દિક પંડ્યાનું ખરાબ ફોર્મ આ મેચમાં પણ ચાલુ રહ્યું હતું. 13મી ઓવરમાં બેટિંગ કરવા આવેલા હાર્દિકે 16 બોલ બગાડ્યા અને તે માત્ર 15 રન જ બનાવી શક્યો હતો.

Frequently Asked Questions

તિલક વર્માએ ગુજરાત ટાઇટન્સ સામે કેટલા બોલમાં સદી ફટકારી?

તિલક વર્માએ ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 45 બોલમાં પોતાની શાનદાર સદી પૂરી કરી.

તિલક વર્માએ કયા દિગ્ગજ ખેલાડીના રેકોર્ડની બરાબરી કરી?

તિલક વર્માએ મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી ઝડપી સદી ફટકારવાના શ્રીલંકાના ખેલાડી સનથ જયસૂર્યાના 18 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી.

તિલક વર્માએ શરૂઆતમાં કેટલી ધીમી રમત રમી હતી?

શરૂઆતમાં તિલક વર્મા 22 બોલમાં માત્ર 19 રન પર હતો. ત્યારબાદ તેણે ગિયર બદલીને પછીના 23 બોલમાં 82 રન બનાવ્યા.

તિલક વર્માની સદી બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર કેવો રહ્યો?

તિલકની વિસ્ફોટક ઈનિંગના કારણે મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લી 6 ઓવરમાં 98 રન ઉમેરીને મોટો સ્કોર ખડકી દીધો હતો.

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget