Virat kohli IPL century: ટીકાકારોને વિરાટ કોહલીએ આપ્યો જવાબ, કહ્યુ- 'સ્ટ્રાઇક રેટથી ફરક નથી પડતો'
રોયલ ચેલેન્જર્સ બેગ્લોરના ઓપનર વિરાટ કોહલીએ ગુરુવારે રાત્રે આઇપીએલ મેચમાં 63 બોલમાં 100 રનની યાદગાર ઇનિંગ રમી હતી
Virat Kohli struck exactly 100 off 63 balls: રોયલ ચેલેન્જર્સ બેગ્લોરના ઓપનર વિરાટ કોહલીએ ગુરુવારે રાત્રે આઇપીએલ મેચમાં 63 બોલમાં 100 રનની યાદગાર ઇનિંગ રમી હતી. આ તેની IPLમાં છઠ્ઠી સદી હતી. આ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવીને પ્લેઓફમાં પહોંચવાની તેમની આશા અકબંધ રાખી છે. કોહલીએ કેપ્ટન ફાફ ડુપ્લેસી સાથે પ્રથમ વિકેટ માટે 172 રનની ભાગીદારી કરી હતી.
'... હું ભૂતકાળના આંકડાઓ પર ધ્યાન આપતો નથી.'
કોહલીએ મેચ બાદ કહ્યું હતું કે 'હું અગાઉના આંકડાઓ પર ધ્યાન નથી આપતો. મેં અગાઉ મારી જાતને દબાણમાં મુકી છે. આઈપીએલમાં આ મારી છઠ્ઠી સદી છે. કેટલીકવાર હું સારી ઇનિંગ્સ રમવા છતાં મારી જાતને પુરો ક્રેડિટ નથી આપતો. તેથી જ બહાર બેસીને કોઈ શું કહે છે તેની મને પરવા નથી કારણ કે તે તેમનો અભિપ્રાય છે. ઉલ્લેખનીય છે કે કોહલીની લગભગ 130ની સ્ટ્રાઈક રેટ માટે ટીકા કરવામાં આવી છે.
તેણે કહ્યું હતું કે 'જ્યારે તમે પોતે આ સ્થિતિમાં હોવ ત્યારે તમે જાણો છો કે મેચ કેવી રીતે જીતવી. હું લાંબા સમયથી આ કરી રહ્યો છું. મને ગર્વ છે કે હું પરિસ્થિતિ અનુસાર રમું છું.
'ફેન્સી શોટ્સ' રમીને વિકેટ ગુમાવતો નથી.
તેણે કહ્યું હતું કે તે તેની ટેકનિકને વળગી રહે છે અને કોઈપણ પ્રકારના 'ફેન્સી શોટ્સ' રમવાનું ટાળે છે. 'હું તે પ્રકારનો ખેલાડી નથી જે ઘણા 'ફેન્સી શોટ્સ' રમે છે. અમારે વર્ષના 12 મહિના રમવાના હોય છે. હું એવા ખેલાડીઓમાંથી નથી કે જેઓ 'ફેન્સી શોટ્સ' રમે છે અને પોતાની વિકેટ ગુમાવી દે છે. આઈપીએલ પછી અમારે ટેસ્ટ ક્રિકેટ રમવાનું છે. મારે મારી ટેકનિકને વળગી રહેવું પડશે અને મારી ટીમ માટે જીતવાના રસ્તા શોધવા પડશે.
IPL 2023: વિરાટ કોહલીએ ફટકારી ઐતિહાસિક સદી, હૈદરાબાદ વિરુદ્ધ જીત સાથે કરી ક્રિસ ગેઇલની બરોબરી
Virat Kohli Century SRH vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીતનો હીરો હતો વિરાટ કોહલી રહ્યો હતો. વિરાટ કોહલીએ 63 બોલમાં 100 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 12 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ જીત બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મેચ જીતવા માટે 187 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ફાફ ડુ પ્લેસિસની ટીમે 19.2 ઓવરમાં 2 વિકેટે 187 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ મેચમાં કોહલીની સદી ઐતિહાસિક હતી. તેણે IPLમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ક્રિસ ગેઇલની બરાબરી કરી લીધી છે. આ બંને ખેલાડીઓએ 6-6 સદી ફટકારી છે